Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 215
________________ કાગડો ધોળો દેખાયો નથી.' ગુરુ કહે કે તરત જ “કાગડા ધોળા હોય જ નહિ' આવું કહેવું આ તો મોટો અવિનય છે. તમે વિનયપૂર્વક પૂછો તો ગુરુ પણ કહે કે એકે દેશમાં ધોળા કાગડા હોતા નથી, આ તો માત્ર તારી પરીક્ષા માટે કહેલું. શંકા પડે તો પૂછવાની ના નથી, પણ વિનયપૂર્વક પૂછવાનું તો શીખવવું પડે ને ? આ તિષ્યગુપ્ત સાધુની વાતે એક શ્રાવકે સાંભળી ત્યારે તેને થયું. કે આ તો ભગવાન કરતાં ઊંધી વાત કરે છે, તેથી તેમને માટે કંઈક પ્રયત્ન કરવો જોઇએ. આમ વિચારી નિયમિતપણે તેમના વ્યાખ્યાનમાં જવા માંડ્યા અને તેમના ભક્ત થવાનો દેખાવ કરી એક વાર તેમને પોતાને ત્યાં ગોચરી વહોરવા બોલાવ્યા. સાધુ પધાર્યા એટલે તેણે ભોજનની દરેક વસ્તુનો માત્ર એક એક કણ જ વહોરાવ્યો. આથી તિષ્યગુમે પૂછ્યું કે ‘તું આ રીતે મારી અવજ્ઞા કેમ કરે છે ?” ત્યારે તેણે કહ્યું કે ‘આમાં અવજ્ઞા નથી.’ તમારા મતે તો વસ્તુના એક અંતિમ દેશમાં જ વસ્તુત્વ રહેલું છે તેથી તમારા મતે તો આખું ભોજન જ વહોરાવ્યું છે.' આ સાંભળીને તેમને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને મિચ્છામિ દુક્કડે માંગી, ભગવાન પાસે જઇ પોતાના પાપની આલોચના કરી. ભગવાન જેને સુધારી ન શક્યા તેમનું ઠેકાણું ભગતે પાડ્યું. વસ્ત્રના પ્રત્યેક તંતુમાં વસત્વ રહેલું છે. એકમાં વસ્ત્રતા હોય, નવસો નવ્વાણુમાં જો વસ્તૃત્વ ન હોય તો હજારમાં તંતુમાં પણ વચ્ચત્વ ન આવે. એ જ રીતે આત્માના પણ અસંખ્યાત પ્રદેશમાં, પ્રત્યેક પ્રદેશમાં જીવત્વ રહેલું છે - આ ભગવાનનો સિદ્ધાંત સર્વથા નિર્દષ્ટ છે. દુ:ખ વેઠવું એ પરીષહ નથી, ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવું તેને પરીષહ કહેવાય છે. કારણ કે દુ:ખ વેઠવાનું કામ તો આપણે અત્યાર સુધી અનંતીવાર કર્યું છે. માત્ર એ આજ્ઞા મુજબનું ન હોવાથી તેનાથી અકામનિર્જરા કરવાનું જ કામ કરેલું. તેથી જ સકામનિર્જરા માટે ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની વાત પરીષહ અધ્યયનમાં કરેલી. પરંતુ તેમાં શિષ્યને શંકા પડી કે – પુણ્યના ઉદયથી મળેલાં સુખો છોડીને સાધુપણાનાં દુઃખો શેના આલંબનથી ભોગવવાં ? તેના નિરાકરણમાં આપણને મળેલી સામગ્રીની દુર્લભતા આ ત્રીજા અધ્યયનમાં જણાવી છે. પુણ્યના યોગે સુખ ભોગવવાની સામગ્રી તો આપણને અનંતીવાર મળી છે, ક્ષયોપશમભાવના યોગે નિર્જરા કરવાની તક તો કવચિત જ મળે છે, માટે સુખ પાછળ નિર્જરાની તક ચૂકવી એ તો મૂર્ખાઇભર્યો ધંધો છે. સ0 મરુદેવામાતાએ કેળના ભવમાં જે નિર્જરા કરી તે કેવી હતી ? એ અકામનિર્જરા હતી, પણ તમે તેમની ચિંતા છોડો. એ ભવમાં તો એ કેન્દ્રિય અવસ્થા હોવાથી સકામનિર્જરાનો સંભવ ન હતો. છતાં એક વિશેષતા એ છે કે તેમના પાપનો ઉદય પણ પુણ્યબંધનું કારણ હોવાથી સારો હતો. આપણો તો પુણ્યનો ઉદય પણ પાપબંધનું કારણ હોવાથી સારો નથી. તેઓ દુ:ખ વેઠીને પણ મરુદેવામાતા થયાં, આપણે સુખ ભોગવીને દુર્ગતિમાં જવા તૈયાર થયા છીએ ને ? પાપના ઉદયમાં પુણ્ય બંધાય એ સારું કે પુણ્યના ઉદયમાં પાપ બંધાય એ સારું ? ગૃહસ્થપણાનું સુખ સારું કે સાધુપણાનું દુ:ખ સારું ? સાધુપણામાં જે દુ:ખ આવે છે, તે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવે છે. દુઃખ પાપના ઉદય વિના આવતું નથી, પરંતુ તે વખતે બંધ પુણ્યનો પડે તો તે પુણ્યાનુબંધી પાપનો ઉદય કહેવાય. ભગવાનના માર્ગની શ્રદ્ધા થયા પછી તે ટકાવવાનું કામ સહેલું નથી. આપણે ભગવાનની વાત સમજી ન શકીએ – એ બને, પણ ભગવાનની વાત માની ન શકીએ એવું તો કોઇ કાળે બનવું ન જોઈએ. ત્રીજા નિહ્નવ અવ્યક્તવાદી હતા. તેમના ગુરુ યોગોદ્વહનની ક્રિયા કરાવતાં કાળ કરી દેવલોકમાં ગયા, ત્યાંથી ઉપયોગ મૂકીને જોયું તો સાધુઓના યોગ અધૂરા રહેલા તેથી પોતાના દેહમાં આવીને બાકી રહેલા જોગ પૂરા કરાવ્યા. ત્યાર બાદ દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે – ‘અવિરતિધર એવા મેં વિરતિધર એવા આપનું વંદન લીધું તેનું મિચ્છામિ દુક્કડ, આ તો માત્ર જોગની ક્રિયા પૂરી કરાવવા માટે કરેલું.' ત્યારે સાધુઓએ “કોણ સાધુ હશે ને કોણ દેવ હશે ?’ એવી વિચારણાથી પરસ્પર વંદનવ્યવહાર બંધ કરી નાંખ્યો. જેમ સાધુતા અવ્યક્ત લાગી તેમ ગોચરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૨૩ ૪૨૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222