________________
વાંચી નહિ શકે અને સમજી નહિ શકે. ભગવાનનું માનવું છે, પરંતુ ભગવાનનું માનવા પહેલાં ભગવાને શું કહ્યું છે – એ તો સમજવું જ પડશે. ભગવાને સુખ ભોગવવાની ના પાડી છે, દુ:ખ ટાળવાની ના પાડી છે. એક વાર દુ:ખ ભોગવવાનો અધ્યવસાય પ્રગટી જાય તો ધર્મ કરતાં કોઇ અટકાવી નહિ શકે. સુખ જોઇતું નથી અને દુઃખ ચાલશે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને ? સ) ધર્મથી સુખ મળી જ જાય છે.
ધર્મથી સુખ મળી નથી જતું, આપણે મેળવીએ છીએ. અમને સવારના પહોરમાં ચા-દૂધ-નાસ્તો આ ઓઘાના પ્રભાવે મળી રહે, પરંતુ એ લઇએ ક્યારે ? ભગવાનની આજ્ઞા ન માનીએ ત્યારે ને ? ભગવાનની આજ્ઞા એકાસણાની છે છતાં નવકારશીની અનુકુળતા ભોગવી તે ભગવાનની આજ્ઞા ન માની ત્યારે ને ? ભગવાનની સૌથી પહેલી આજ્ઞા જ આ છે કે દુઃખ ટાળવા જેવું નથી, ભોગવવા જેવું છે. તેથી આ પરીષહ અધ્યયન શરૂ કર્યું છે. આ દુનિયામાં જેટલાં દુ:ખો છે એ બધાં જ આ બાવીસમાં સમાઇ જાય એવાં છે.
આ અધ્યયનની શરૂઆતમાં જ જંબૂસ્વામીજીને આયુષ્યમાન તરીકે સંબોધીને શ્રી સુધર્માસ્વામીજીએ જણાવ્યું છે કે ભગવાનની પાસે રહેતા એવા મેં આ પરીષહની વાત સાંભળી છે. આના ઉપરથી સમજાય છે કે દ્વાદશાંગીના પ્રણેતા પણ જો ભગવાનની સાથે જ વિચરતા હતા તો આપણે ગુરુનિરપેક્ષપણે વિચરી ન શકીએ. તેમ જ ગુરુભગવંત પાસે પણ અનુકૂળતા ભોગવવા માટે નથી રહેવું. સુધર્માસ્વામીજી ભગવાન પાસે રહેલા તે ભગવાન પાસે દેશના સાંભળવા રહેલા. સમવસરણમાં સુગંધી વાતાવરણ હોય, મારી-મરકી વગેરે રોગ ન આવે, ટાઢ-તડકો ન લાગે, મધુર સંગીત રેલાતું હોય, તે માટે નથી રહેવાનું. જલસા કરવા ભગવાનના શરણે નથી રહેવાનું, દુઃખ ભોગવવાની વાત સાંભળવા માટે રહેવાનું છે. આ વાત ‘તે ભગવાને' કહી છે – એમ જણાવે છે. અહીં ભગવાનને માત્ર ભગવાન ન કહેતાં ‘તે ભગવાન’ કહ્યું છે તેમાં શિષ્ય
શંકા કરે છે કે “તે એટલે કોણ ?” તો તેના જવાબમાં જણાવે છે કે સામાન્યથી ‘તે’ નો પ્રયોગ ‘જે’ ની સાથે થાય છે. ‘જે આવા હોય તે આવા હોય...' એમ કહેવાય. જ્યારે અહીં તો ‘જે' કહ્યા વિના ‘તે’ થી વાત કરી છે તેનું કારણ એ છે કે “તે’ નો અર્થ ‘સમસ્તલોકમાં પ્રસિદ્ધ) એવો થાય છે - જે પ્રસિદ્ધ હોય તેના માટે “જે થી વાત ન કરવી પડે. અહીં ભગવાન માટે ‘તે’ આવું વિશેષણ ન આપ્યું હોત તો ચાલત. પરંતુ ભગવાનની આદરણીયતા બતાવવા માટે તે પ્રસિદ્ધ એવા ભગવાને કહ્યું છે – એમ જણાવ્યું. આ બધું તમે સંસ્કૃત ભણ્યા નથી – એટલે પહોળું કરીને સમજાવી શકાય એવું નથી. બાવીસ પ્રકારનાં દુ:ખ ભોગવવાં છે. દુ:ખ એક ટાળવું નથી અને દુ:ખની ફરિયાદ પણ નથી કરવી. સ0 દુ:ખ કહેવાથી થોડી રાહત મળે ને ?
રાહતની જરૂર કોને પડે ? જે નિરાશ્રિત હોય તેને આપણે નિરાશ્રિત છીએ ? આપણા માથે તો ત્રણ લોકના નાથ છે, તો આપણને રાહતની જરૂર જ ક્યાં છે ? તમારા પૈસામાં કોઇ ભાગ પડાવે તો ન ગમે ને ? તેમ આપણા દુઃખમાં કોઇને ભાગ પડાવવા નથી દેવો. જો આપણા દુ:ખમાં ભાગ પડશે તો આપણી નિર્જરામાં પણ ભાગ પડશે. ભગવાને જે દુ:ખ વેઠવાની વાત કરી છે તે પોતે જાતે દુ:ખ વેઠીને પછી કરી છે. ભગવાને બાવીસ પરિષહો પોતે વેઠ્યા અને પછી જણાવ્યા છે. તે માટે “પ્રવેદિતા' શબ્દ વાપર્યો છે. પ્રવેદિતા એટલે ભગવાને પોતે જ્ઞાનથી જાણીને પછી જણાવ્યા છે. જાણ્યા વગર બોલવું નહિ એ મહાપુરુષોની નીતિ છે તેમ જ જાતે કર્યા વગર બીજાને કહેવું નહિ એ મહાપુરુષોની વિશેષતા છે જયારે આપણે જાણ્યા વગર બોલવા તૈયાર છીએ અને કરવું નહિ ને આખા ગામને કહેવું એ આપણી વિશેષતા છે.
વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની તૈયારી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. આ દુ:ખો સાધુપણામાં કેટલા પ્રકારનાં છે તે જણાવવા માટે આ પરીષહ અધ્યયન છે. આ પરીષહો ક્યારે આવે છે તે માટે જણાવે છે કે ભિક્ષાચર્યાએ નીકળેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૭
૨૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર