________________
વહોરે. કોઇ ગ્લાન હોય, તપસ્વી હોય તો વહોરે. બાકી તો પોતાના માટે અંતપ્રાંત આહાર લાવે.
સ૦ સામાનો ભાવ તૂટે નહિ તે માટે ઉત્તમ વસ્તુ ન વહોરે ? ગોચરી જનાર સાધુ ગીતાર્થ હોય. સામાની વિનંતિ હોય ને ભાવ તૂટે નહિ તેનું ધ્યાન પણ રાખે. એક વસ્તુ વધારે આવી જાય તો માત્ર એનાથી જ નિર્વાહ કરે. બીજી વસ્તુ પર કાપ મૂકી દે. પણ એક વસ્તુ યાદ રાખો કે ભાવ કરતાં પણ આજ્ઞાની કિંમત વધારે છે. સામાનો ભાવ ગમે તેટલો હોય પણ આયંબિલવાળો વિગઇ ન વહોરે ને ? તેમ રસકસવાળી વસ્તુ ભગવાન ના પાડે છે તો આપણે ન વહોરવી. સાધુભગવંતનું અણગાર વ્રત દુષ્કર છે કે બધું દાતા આપે તો જ લેવાનું. દાતાને ઘેર પડ્યું હોય છતાં જો વિનંતિ ન કરે તો તેની યાચના ન કરવી. યાચના પણ દરેક વસ્તુની ન કરાય. જે વસ્તુ સામે પડેલી હોવા છતાં દાતા વિનંતિ ન કરે, તે વિનંતિ કરવાનું ભૂલી ગયો હોય ને આપણને ખપ હોય તોપણ તે વસ્તુ તેને ત્યાં ન યાચવી. બીજા ઘરેથી યાચવી. કારણ કે કોઇ વાર દાતાએ માંદા માટે વસ્તુ બનાવેલી હોવાથી વિનંતિ ન કરી હોય ને આપણે સામેથી યાચના કરીએ તો દાતા મુસીબતમાં મુકાય. હા ય પાડી ન શકે ને ના પણ પાડી ન શકે, માટે આવું ન કરવું. અહીં fi પદથી એ સમજાવ્યું છે કે આ પરીષહ વેઠવાનું કામ રોજ કરવાનું છે.
યાચનાપરીષહમાં શારીરિક પીડા નથી, માનસિક પીડા છે. જેઓને ગૃહસ્થપણામાં માંગવામાં શરમ આવતી ન હોય તેને આ પરીષહ નથી લાગવાનો. જરૂર પડે તો માંગી લઇએ અને જરૂર હોય તો આપી દઇએ ઃ આ તો એક વ્યવહાર છે - આવું માનનારાઓને આ પરીષહની કિંમત સમજાશે નહિ. પરંતુ જેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય, માંગવું અને મરવું જેને સરખું લાગતું હોય એવાઓને આ ભિક્ષાવૃત્તિ એ એક પરીષહરૂપ લાગવાની, માટે તેને જીતવાની વાત જણાવી. રાજામહારાજાઓ હોય, મંત્રીપુત્ર હોય, એવાઓ સત્તા જમાવીને આવ્યા હોય, અનેકને આપીને આવ્યા હોય એવાઓને ઘર ઘર ભિક્ષા માંગવાનું આકરું લાગે, પોતાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૨
અહમ્ ઘવાતો હોય એવું લાગે તેથી યાગ્યાપરીષહ જીતવાનું જણાવ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાનને તેર મહિના સુધી ભિક્ષા ન મળી તે તેમના પૂર્વના કર્મના ઉદયે જ મળી ન હતી. છતાં શ્રી કલ્પસૂત્રમાં કવિએ કલ્પના કરી છે કે ભગવાને જમણા હાથને ભિક્ષા લેવા માટે કહ્યું તો તેણે ના પાડી કે ‘અત્યાર સુધી હું આપી આપીને ટેવાયો છું, હવે માંગું કઇ રીતે ?’ આ કલ્પના પણ એ સૂચવે છે કે યાચના એ પરીષહ છે. કવિએ કલ્પના કરી કે ભગવાનને બંન્ને હાથને સમજાવતાં સમજાવતાં તેર મહિના ગયા. તેર મહિનાના અંતે ભગવાને બંન્ને હાથને સમજાવ્યું કે અત્યાર સુધી યાચકોના મનોરથોને પૂરીને કૃતકૃત્ય થયા, હવે આ દાતાના મનોરથોને પૂરીને કૃતાર્થ થાઓ.’ ત્યારે બંન્ને હાથ તૈયાર થયા ને શ્રેયાંસકુમારના હાથે ભિક્ષા ગ્રહણ કરી. જેઓ અનેકને દાન આપીને આવ્યા હોય તેવાઓ પણ ભગવાનની આજ્ઞા સમજે તો ભિક્ષાવૃત્તિમાં શરમનો કે માનસિક પીડાનો અનુભવ ન કરે.
સ૦ કોઇ તિરસ્કાર કરે, આવકાર ન આપે તો જવાય ?
તેની ઇચ્છા ન હોય તો તેના ઘરે ન જવું. બાકી મહાપુરુષો તો તિરસ્કાર કરનારને પણ પ્રતિબોધ કરનારા હોય છે. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જ આગળ એક કથા આવે છે. એક બ્રાહ્મણે પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રુતના પારગામી બની એકાકી વિહાર કરતા પોતાના ભાઇને ત્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં ભિક્ષા લેવા ગયા. ત્યાં પેલા યજ્ઞના નાયકે તેમને ભિક્ષા આપવાની ના પાડી કે ‘આ ભિક્ષા તો જે બ્રાહ્મણ હોય, વેદના જાણકાર હોય, યજ્ઞ કરતા હોય તેમના માટે જ છે, તમારા માટે નથી.’ ત્યારે તે સાધુએ એ યજ્ઞનાયકને કહ્યું કે બ્રાહ્મણ કોને કહેવાય, વેદના જાણકાર કોને કહેવાય, યશ કોને કહેવાય, આહુતિ કોને કહેવાય - એ તમે જાણતા જ નથી. પેલો યજ્ઞનાયક ઠંડો પડ્યો, પૂછ્યું કે ‘જો તમે જાણતા હો તો કહો.' ત્યારે સાધુભગવંતે બધાનું સ્વરૂપ જણાવ્યું કે જે બ્રહ્મચર્યનું પાલન કરે તે બ્રાહ્મણ છે, જ્ઞાનયજ્ઞમાં કર્મોની આહુતિ નાંખવી એ ખરો યજ્ઞ છે... આ સાંભળીને પેલો પ્રતિબોધ પામ્યો, ભિક્ષા આપવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૩