Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 190
________________ અભાવ એ પરીષહ છે ? કે પ્રજ્ઞા નથી એમાં જ સુખ છે ?! સાધુભગવંતને પંદર કલાક સ્વાધ્યાય કરવાનો કહ્યો છે. તેમને ભણતી વખતે જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થાય અને ભણવા છતાં આવડે નહિ તો તે વખતે ખેદને ધારણ કરી ભણવાથી - અધ્યયનથી વિમુખ ન થાય. તેવા વખતે તે એવું વિચારે કે ‘મેં ચોક્કસ પૂર્વે અજ્ઞાનરૂપ ફળને આપનારું જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું છે કે જેના ઉદયથી હું કોઇ પૂછે તો તેને જવાબ આપી શકતો નથી. તેના પ્રશ્નને સમજી શકતો નથી અને જવાબ આપી શકતો નથી - એ મારા જ્ઞાનાવરણીયકર્મના ઉદયનો પ્રભાવ છે.’ આ પ્રમાણે વિચારીને જ્ઞાનાવરણીયના ઉદયનું દુ:ખ ધરવાને બદલે જ્ઞાનાવરણીયકર્મને દૂર કરવા માટે વધુ પ્રયત્ન કરે. તમને લાભાંતરાયના ઉદયે પૈસો ન મળે તો રોવા બેસો કે એક નહિ તો બીજો પુરુષાર્થ કર્યા વિના ન રહો ? ‘આપણને આવડે નહિ તો આપણે ઘડા લાવીશું, વૈયાવચ્ચ કરીશું’ આવો વિકલ્પ નથી વિચારવો. આપણે વિકલ્પ શોધીએ છીએ તેના કારણે સંકલ્પબળ મજબૂત નથી થતું. એના બદલે વિકલ્પ મૂકી દઇએ તો જ્ઞાનાવરણીયને દૂર કરવાનો સંકલ્પ દૃઢ થયા વિના ન રહે. પ્રજ્ઞાપરીષહ વેઠવાનો પ્રસંગ તેને આવે કે જેઓ જ્ઞાનના અર્થી હોય. આજે આપણને જ્ઞાન કીમતી કે આવશ્યક લાગતું નથી ને ? જ્ઞાન વિના આપણું કશું અટકતું નથી ને ? જ્ઞાન કે સમજણ વિના પણ આપણો ધર્મ સારામાં સારો થાય છે ને ? સમજણ વિના ધર્મ કરનારાને પણ લોકો ધર્માત્મા કહે છે. રસોઇ કરનારને ‘આમ ન કરાય, આમ કરાય' એવું કહેનારા અને સાંભળનારા મળી આવે. જ્યારે ધર્મ કરનારને આજે આવું કહી ન શકાય અને કદાચ કોઇ કહે તો સાંભળે ખરા ? સમજણ વગરનો ધર્મ પણ અકામનિર્જરા દ્વારા પુણ્યબંધ કરાવી દેવલોકમાં લઇ જાય છે અને આપણને દેવલોકથી વધુ ફળ તો જોઇતું નથી ને ? શાસ્ત્રકારો કહે છે કે અકામનિર્જરા માટે ધર્મ કરવાની જરૂર જ નથી, એ તો તિર્યંચગતિમાં પણ દુઃખ ભોગવીને થઇ શકે છે. ધર્મ તો સકામનિર્જરા માટે કરવાનો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭૨ - આપણે જોઇ ગયા કે સાધુભગવંતને ભણતી વખતે તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થાય અને કશું સમજાય નહિ ત્યારે ખેદને ધારણ ન કરે, ઉપરથી એમ વિચારે કે આ પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ છે. અહીં શિષ્યને એવી શંકા થાય કે ‘પૂર્વે બાંધેલું કર્મ પૂર્વ ભવમાં જ ભોગવાઇને પૂરું કેમ ન થયું ?' – આવી શંકા થવા પાછળ પણ કારણ એ છે કે શિષ્યને અત્યારે આરાધના કરવી છે અને ભૂતકાળનાં કર્મો અંતરાય કરે તો આરાધના થઇ ન શકે. તેથી જો આ અંતરાયકર્મ પૂર્વભવમાં જ પૂરું થઇ ગયું હોત તો આ ભવમાં ધર્મ કરવાની અનુકૂળતા સારી મળી જાત... શિષ્યની આ શંકાનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે. શિષ્યને મોક્ષે જવું છે માટે કર્મો કાઢવાં છે. તેને જ્ઞાન જોઇએ છે માટે તેને અલ્પપ્રજ્ઞા નડે છે. આજે આપણને કર્મો નડતાં જ નથી. કારણ કે મોક્ષે જવું જ નથી. એ જ રીતે અજ્ઞાન પણ નભે છે, કારણ કે જ્ઞાનની જરૂર જ નથી. એક વાર મોક્ષે જવાનો વિચાર આવે તો કર્મોને દૂર કર્યા વિના નહિ ચાલે. અહીં ગ્રંથકારશ્રી જવાબ આપતાં જણાવે છે કે કર્મોનો અબાધાકાળ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તે તે કર્મ ઉદયમાં આવતું નથી. પૂર્વભવમાં અબાધાકાળ પૂરો ન થયો અને અત્યારે પૂરો થયો માટે કર્મ ઉદયમાં આવ્યું. તેથી હવે કર્મના ઉદયની ફરિયાદ કરવાના બદલે કર્મના ક્ષય માટે પ્રયત્ન કરવાની જરૂર છે. રોગ થયા પછી રોગની ફરિયાદ કરો કે રોગની દવા કરો ? તેમ અહીં પણ કર્મની ફરિયાદ કરવાના બદલે કર્મને દૂર કરવાનો પુરુષાર્થ કરી લેવો છે. રોગ થયા પછી દબાવવા માટે પ્રયત્ન કરો કે કાઢવા ? કર્મ કાઢીએ તો સારું કે નીકળે તો સારું ? સામાન્યતઃ કર્મનો અબાધાકાળ જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી સાત હજાર વરસનો છે. કર્મો દબાવવાના બદલે કાઢવાં છે. જ્ઞાનાવરણીય કર્મ કાઢવાનો ઉપાય એક જ છે કે ભણવા બેસી જવું. ભણ્યા વિના જ્ઞાનાવરણીય કર્મ દૂર નહિ થાય. જેમ રોગમાં અશાતાનો ઉદય હોવા છતાં પણ ચિકિત્સા દ્વારા અશાતાની ઉદીરણા કરવા તૈયાર થાઓ છો તેમ અહીં પણ ભણવા દ્વારા અજ્ઞાનની-જ્ઞાનાવરણીયની ઉદીરણા કરવી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭૩

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222