________________
નિર્દોષ સાધુચર્યાને પાળનારા પણ આ માન-સન્માનની લાલચમાં અટવાયા કરે છે. માટે આ પરીષહ જીતવાનું જણાવ્યું છે. આપણે કથામાં જોઇ ગયા કે જૈનશાસનની લઘુતા કરનાર રાજપુરોહિતનો પગ કાપવાની પ્રતિજ્ઞા પેલા શ્રાવકે લીધી હતી. પરંતુ તેને એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તક જ મળતી નથી તેથી તેને હૈયે એનું દુ:ખ ઘણું છે. જયારે એક વાર આચાર્યભગવંત પધાર્યા ત્યારે તેણે ઉપાય પૂછ્યો. તે વખતે આચાર્યભગવંત કહે છે કે – “સાધુનો કોઇ સત્કાર કરે કે તિરસ્કાર કરે તેમાં સાધુભગવંતને હર્ષ કે વિષાદ હોતો જ નથી. સાધુને સત્કારપરીષહ આવે કે ચક્કાર પરીષહ આવે એ તો સમભાવે વેઠી જ લે. તો તેં આવી પ્રતિજ્ઞા શા માટે લીધી ?' આવું સાંભળીને તમે તો ઘરભેગા થઇ જાઓ ને કે – જેના માટે આપણે મહેનત કરીએ છીએ – એ જ ના પાડે છે તો આપણે શું ? શાસન સાધુભગવંત સંભાળશે તમે તમારું ઘર જ સંભાળીને બેસો ને ? પેલા શ્રાવકે તો તરત કહ્યું કે “આપ જે કહો છો તે તદ્દન વ્યાજબી છે. સાધુભગવંતો આવા જ હોય, એ સાધુભગવંતે પણ પરીષહ સારી રીતે વેઠી જ લીધો હતો, કોઇને ફરિયાદ કરી નથી. આ તો મેં એ દૃશ્ય જોયું તેથી મેં જાતે વિચાર્યું કે આ રીતે તો તે જૈનશાસનની અવહેલના કરે એ કઈ રીતે ચલાવાય ? માટે મેં પ્રતિજ્ઞા લીધી છે. આપણે આવું કહી શકીએ ખરા? સાધુ પરીષહ વેઠે પણ શ્રાવક સાધુને પરીષહ વેઠવા ન દે. સ0 તિરસ્કારમાં દુ:ખ વેઠવું પડે – એ પરીષહ છે : એ બરાબર, પરંતુ
સંસ્કારમાં કાંઇ દુ:ખ નથી આવતું તો તેને પરીષહ કેમ કહ્યો ?
સત્કારમાં જે સુખ મળે છે તે છોડવાની વાત હોવાથી તેને પરીષહ કહ્યો છે. દુઃખ વેઠવું એ જેમ પરીષહ છે તેમ સુખ છોડવું એ પણ એક પરીષહ છે. અરતિ ન કરવી એ જેમ પરીષહ છે તેમ રતિ ન કરવી એ પણ એક પરીષહ છે. સ0 સત્કાર આપે ત્યારે વિભાવનો અનુભવ કઇ રીતે થાય ?
સત્કાર પુણ્યના ઉદયથી મળે ને ? પુણ્યોદય એ તો વિભાવ છે ને ? સત્કાર ગમે તે રાગનો ઉદય ને ? કર્મનો ઉદય માત્ર વિભાવદશા ૩૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. તિરસ્કાર કરે ત્યારે વિભાવદશા હોય અને સત્કાર કરે ત્યારે સ્વભાવદશા હોય – આવું ક્યાંથી લઇ આવ્યા ? કર્મનો ઉદય માત્ર વિભાવ છે પછી તે શુભ હોય કે અશુભ હોય. તીર્થંકર નામકર્મ પણ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે, પરંતુ તે પણ વિભાવદશા છે. આત્માનો સ્વભાવ જ્ઞાનાદિ છે, એ પ્રગટે ત્યારે જ સ્વભાવદશા આવે. આ બાજુ શ્રાવકે કહ્યું કે -
આ પુરોહિતને જો સાધુની અવજ્ઞાનું ફળ બતાવવામાં ન આવે તો નિઃશૂક-નિર્ધ્વસ પરિણામવાળા થઇને લોકો સાધુની-શાસનની અવજ્ઞા કરતા થઇ જશે ... માટે આના માટે કોઇ ઉપાય બતાવો.” ત્યારે આચાર્યભગવંતે કહ્યું કે પુરોહિતે નવું મકાન બંધાવ્યું છે તેમાં રાજાને સપરિવાર જમવા બોલાવ્યો છે. તે વખતે તારે આડા પડીને રાજાને રોકવા અને કહેવું કે આ મકાન હમણાં જ પડી જવાનું છે. હું મારી વિદ્યાથી મકાન પાડી દઇશ.' શ્રાવકે એ પ્રમાણે કર્યું. તેથી રાજાને પુરોહિત ઉપર ગુસ્સો આવ્યો કે - મને મારી નંખાવવાનું આ કાવતરું રચ્યું લાગે છે. આથી પુરોહિતને બાંધીને શ્રાવક પાસે સોંપ્યો અને જે શિક્ષા કરવી હોય તે કરવા કહ્યું. આ શ્રાવક શું કરે ? તેણે તો એરણ પર પગ મુકાવીને કાપવાની તૈયારી કરી અને કહ્યું કે સાધુની અવજ્ઞા કરી છે માટે પગ કાપવો છે. પેલાએ રોતાં રોતાં કરગરીને કહ્યું કે હવે બીજી વાર આવી અવજ્ઞા નહિ કરું. આ સાંભળીને શ્રાવકનું હૈયું કરુણાથી ભીનું થયું અને પુરોહિતને છોડી મૂક્યો. અહીં જણાવે છે કે જૈનો ગુસ્સે થાય તોપણ ક્ષણવારમાં તેમનું હૃદય કરુણાથી વ્યાપ્ત થયા વિના ન રહે. પેલા શ્રાવકે પુરોહિતનું લોટનું પૂતળું બનાવી તેનો પગ કાપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. સાધુ હોય કે શ્રાવક હોય સત્કારપરીષહ બધાએ જીતવાનો છે. પોતાની ઉપર આક્રમણ આવે તો કોઇને શિક્ષા નથી કરવી પણ શાસન ઉપર આક્રમણ આવે તો શિક્ષા કર્યા વિના ન ચાલે.
(૨૦) પ્રજ્ઞાપરીષહ : સત્કારપરીષહ પછી પ્રજ્ઞાપરીષહ બતાવ્યો છે. પ્રજ્ઞાપરીષહ તેને નડે કે જેને જ્ઞાનની જરૂર પડે. જેને જ્ઞાનનું અર્થીપણું જ ન હોય તેને પ્રજ્ઞાપરીષહ જીતવાનો વખત આવવાનો જ નથી. પ્રજ્ઞાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૧