________________
(૧૬) રોગપરીષહ : અલાભપરીષહ જેને જીતવો હોય તેણે રોગપરીષહ પણ જીત્યા વિના ન ચાલે. કારણ કે સાધુને આહારનો લાભ ન થાય અથવા તો અંતકાંત આહાર લેવાના કારણે એ નિમિત્તે અથવા તેવા પ્રકારના અશાતાના ઉદયે રોગ થવાનો સંભવ છે. તેવા વખતે સાધુ એ રોગને સમભાવે સહન કરે, પરંતુ એ રોગના પ્રતિકારનો ઉપાય ન ચિંતવે. જેની પ્રજ્ઞા રોગના પ્રતિકારમાં દોડે તે રોગપરીષહને જીતી નહિ શકે. આથી જ અહીં જણાવ્યું છે કે – અશાતા વેદનીયના કારણે શરીરમાં વેદના ઉત્પન્ન થાય અને એના કારણે દુ:ખમાં રહેલો સાધુ દીનતા ધારણ ન કરે, પોતાની પ્રજ્ઞાને પણ દુ:ખ વેઠવાના વિચારમાં સ્થાપિત કરે, ચિકિત્સા દ્વારા રોગને દૂર કરવાના વિચારમાં પ્રજ્ઞાને જોડે નહિ, એક વાર ચિકિત્સા કરાવી લઇએ તો સ્વાધ્યાય સારો થાય, વૈયાવચ્ચ કરી શકાય, નહિ તો આપણું પણ બીજાને કરવું પડે... ઇત્યાદિ કોઇ આલંબને રોગની ચિકિત્સામાં જતી પ્રજ્ઞાને રોકીને પરીષહ જીતવામાં સ્થાપિત કરવી..
સારામાં સારા પુણ્યોદયના સ્વામીને પણ તીવ્ર અશાતાનો જો ઉદય થાય તો રોગો આવતા હોય છે. સાધુપણામાં જ રોગ આવે છે એવું નથી, શ્રાવકપણામાં પણ રોગ આવે ને ? એ રોગ આવ્યા પછી રોગના પ્રતિકારની મતિ કેળવવાને બદલે રોગને વેઠી લેવાની મતિ કેળવી લેવી છે. આ રોગ આવ્યા પછી રોગપરીષહ જીતવાનું કામ કરવું જ પડશે. સાધુ ભગવંતો તો ચિકિત્સાને ઇચ્છે જ નહિ. જયારે ગૃહસ્થને હજુ દીક્ષા લેવાની બાકી છે તેથી તે રોગની ચિકિત્સાને ઇચ્છે એમાં વાંધો નથી : આ પ્રમાણે શ્રી ધર્મબિંદુમાં જણાવ્યું છે. શ્રાવક પણ ‘દુ:ખ સહન કરવું નથી, દુઃખ ટાળવું છે અને સુખ ભોગવવું છે માટે ચિકિત્સા ન કરાવે. માત્ર રોગિષ્ઠ કાયાના કારણે સંયમ દુર્લભ ન બની જાય એટલાપૂરતી ચિકિત્સાને કરાવે. સાધુભગવંતોને તો સંયમ મળી ગયું હોવાથી તેઓ રોગની ચિકિત્સા ઇચ્છે નહિ, કરાવે નહિ. સાધુભગવંતને પણ રોગ સહન ન થતો હોય એટલાપૂરતી ચિકિત્સા કરાવે - એ જુદી વાત. બાકી સંયમની આરાધના સારી થાય - માટે રોગની ચિકિત્સા કરાવવાની વાત જ નથી. उ४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કારણ કે દુ:ખ શાંતિથી સહન કરી લેવું - એ પણ એક પ્રકારની આરાધના છે. અપવાદે ચિકિત્સા કરવાની છે, પરંતુ અપવાદ અસહિષ્ણુ માટે છે. જે અશક્ત હોય તેને પણ સશક્ત બનાવવા પ્રયત્ન કરવો છે. બાકી તો જે અસહિષ્ણુ હોય, સહન કરવાની ઇચ્છા હોવા છતાં સહન થતું જ ન હોય તો તેને અપવાદે ચિકિત્સા કરાવીશું. બાકી આરાધના સારી થાય માટે ચિકિત્સા કરાવવાની વાત નહિ કરવી. રોગ એ પ્રતિકાર કરવાની ચીજ નથી, વેઠવાની ચીજ છે. રોગ દૂર થશે તો જિવાશે અને જિવાશે તો આરાધના સારી થશે : આવી વાત નથી કરવી. મરવું નથી – એ બરાબર. પરંતુ આરાધના કરવા માટે જીવન બચાવવાની વાત બરાબર નથી. જીવશું ત્યાં સુધી આરાધના કરીશું, પણ આરાધના માટે વધુ જીવવાની ભાવના વ્યાજબી નથી. જેને જીવીને આરાધના જ કરવાની છે તે પણ જીવિતને ઇચ્છતા નથી, તો જેઓ આરાધના કરતા નથી કે જેને આરાધના કરવી જ નથી તેઓ શા માટે જીવનને ઇચ્છે ? તમારે સાધુ થવું હોય તો જ દવા કરાવવાની છે. જો તમારે સાધુ થવું જ નથી તો જીવવાનું શું કામ છે ? સ, જેને સાધુ થવું હોય તેને જ જીવવાની રજા છે - એમ ?
એ તો સીધી વાત છે ને ? જેને પાપ કરવું હોય તેને કાયદો પણ મુક્ત નથી કરતો. જેને પાપ કરવું હોય તેને જીવવાની રજા ન અપાય, જેને ધર્મ કરવો હોય તેને જ જીવવાનો અધિકાર અપાય અને ધર્મ દીક્ષામાં જ છે, ગૃહસ્થપણામાં નથી. કારણ કે ત્યાં તો ધમધર્મ છે. સ૦ આવી ઠોસ વાત કોઇ કરતું નથી.
અમે કહીએ છીએ તો કોઈ સાંભળતું નથી. ચારિત્ર વિના મુક્તિ નથી, આવું તો બધા જ જાણે છે ને ? ધર્મ પણ તેને કહેવાય કે જે મોક્ષે પહોંચાડે. તો નક્કી છે ને કે ચારિત્રમાં જ ધર્મ છે. સવ વચ્ચે ડાયવર્ઝન ન હોય ? એક જ માર્ગ ?
ડાયવર્ઝન પણ હાઇવે પર આવવા માટે હોય, ગલીમાં રખડવા માટે નહિ. તમારે મૂળ માર્ગે આવવું નથી અને કેડીઓ પર જ ફર્યા કરવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૫