Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 186
________________ સ0 એમને એમનો પૈસો ક્યાં આપવાનો છે ? તો તમારી પાસે ક્યાં તમારો પૈસો છે ? પૈસો તમારો છે કે નસીબનો ? પૈસો નસીબથી જ મળે છે ને ? સ0 નસીબ તો અમારું ને ? નસીબ તમારું - એ વાત સાચી. તો એટલું નક્કી કરવું છે કે નસીબના આધારે જીવવું છે, પૈસાના આધારે નહિ. દીક્ષા લઇએ તો પૈસો છૂટી જાય, પણ નસીબ તો સાથે આવે જ છે; તો આવવું છે? પૈસાના આધારે જીવવું છે અને નસીબનું નામ દેવું છે – આ તો માયા છે. ‘નસીબ મારું છે' - એમ માનીને જીવ્યા હોત તો કોઇ જાતની અરતિ ન થાત. પૈસો મારો છે એમ માનીને જીવો છો - એની તો બધી તકલીફ છે. કામ કરીને માન મળતું હોય તો કામ કરનારા જોઇએ એટલા મળી આવે. તમારા દાનને કોઇ જાણી જાય એવું દાન તમારે નહિ કરવાનું અને અમારા જ્ઞાનને, અમારા તમને કોઇ જાણી ન જાય એ રીતે અમારે તપ કરવાનો, જ્ઞાન ભણવાનું. આપણી સાધના કોઇ જાણી ન જાય - એ રીતે કરવાની. મંત્ર-તંત્ર-શાસ્ત્રનો આ મુખ્ય સિદ્ધાંત છે કે જે સિદ્ધિ મળે તે કોઈ જાણી ન જાય તેની ખાસ તકેદારી રાખવાની . જે સિદ્ધિ જણાઇ જાય તે ફળદાયી બનતી નથી. આપણી સાધના કોઇ જાણી જાય – એમાં આપણી શોભા નથી. તમે તમારો પૈસો કેવો છાનો રાખો છો ? તેમ અમારે અમારી સાધના છાની રાખવાની ! આજે તમારો પૈસો કેટલો છે – એ અમે ન જાણીએ, પણ અમારો સંપ, અમારો સ્વાધ્યાય, અમારું જ્ઞાન તમે જાણો ને ? વાજો -ગાજો કરીને આગળ આવવું એ પ્રભાવકતા નથી. ગૌરવથી યુક્ત થઇ ધર્મ કરીએ તો તે ધર્મ કોઇ પણ રીતે ફળદાયી ન બને. અહીં અણુક્કસાઇ’ પદથી માનરહિત અવસ્થા જણાવી છે. કારણ કે પ્રકરણ માનનું ચાલે છે. ક્રોધ કરીએ તો પાપ લાગે - એવું થાય, માયા કરીએ તો સ્ત્રીવેદ બંધાય એવું લાગે, લોભ કરીએ તો નરકમાં જવું પડે - એમ થાય પરંતુ માન મળે તો પુણ્યોદય જાગ્યો - એમ લાગે ને આનંદ થાય ને ? આથી જ આવું માન ટાળવા માટે ‘અણુક્કસાઇ’ પદ આપ્યું છે. उ६४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સ0 સ્વમાન તો સારું ને ? નીતિશાસ્ત્ર કહે છે ! સ્વમાન પણ સારું નહિ. નીતિશાસ્ત્ર માનરહિત બનાવતું નથી, તેથી જ સ્વમાન કરવાનું જણાવે છે. ધર્મશાસ્ત્ર તો શિખવાડે કે માન તોડવા માટે મનુષ્યજન્મ છે, માન લેવા માટે નહિ. શ્રી વીરપ્રભુના જીવનમાં પણ કહ્યું છે ને કે ‘વીંધાણો સૂઇને અગ્ર ભાગે, માન તિહાં કિહાં રહીયો...” નિગોદમાં સોયના અગ્રભાગ ઉપર આપણે જાતે વીંધાયા હોઇએ તો ક્યાં માન જાળવવાની ઇચ્છા રાખવી ? કોઇ અપમાન કરે તો તરત વિચારવાનું કે માન તોડવા માટે જ ધર્મ કરવાનો છે, માન મેળવવા માટે ધર્મ જ નથી, મનુષ્યપણું નથી. ધર્મ ગૌરવ મેળવવા માટે નથી, ગૌરવ ટાળવા માટે છે. જૈન ટ્રસ્ટનો વહીવટ કરે; પણ તે માનસન્માન મેળવવા માટે નહિ, ટ્રસ્ટી તરીકેનો મોભો મેળવવા માટે નહિ, માત્ર સંઘની વૈયાવચ્ચનો લાભ મેળવવા માટે કરે. ટ્રસ્ટીઓ વહીવટનો હિસાબ આપ્યા વિના ન રહે અને કાર્યકર્તા કે આરાધકો ટ્રસ્ટીના વિશ્વાસ કામ કરે, હિસાબ માંગે નહિ. જ્યાં હિસાબ માંગે ત્યાં ટ્રસ્ટી થવું નહિ અને ટ્રસ્ટી હોઈએ તો તેનું રાજીનામું આપવું. જરૂર પડ્યે સંઘનું કામ કરવું પણ ત્યાં સત્તાધારી હોદ્દા પર ન રહેવું. ટ્રસ્ટીઓ પૈસાદાર જ બનતા હતા તેનું કારણ એ હતું કે સંઘના કાર્ય માટે પૈસા માંગવા જવું ન પડે. જ્યારે જરૂર પડે ત્યારે પોતાની ગાંઠના પૈસા કાઢીને આપે. માત્ર શ્રીમંતનું માન છે – એવું નથી, જે ઉદાર હોય, સમયનો-શરીરનો-પૈસાનો ભોગ આપવા તૈયાર હોય તે દ્રસ્ટી બની શકે. આપણે ત્યાં ટ્રસ્ટીઓનો પગાર ચોપડે પડતો નથી તે જાણી જૈનેતરો માથું ઝુકાવે છે. ટ્રસ્ટીઓ પગાર ન લે અને સેવા બધી જ કરે - આ જૈનશાસન છે. તમારે સ્વમાન રાખવું હોય તો એવું સ્વમાન રાખવું કે “જૈન છું પાપ નહિ કરું, જૈન છું કૃપણતા નહિ રાખું, જૈન છું કોઇની પાસે માંગીશ નહિ, જૈન છું શરીર ઘસ્યા વિના નહિ રહું.’ પાપ ન કરવા માટેનું અભિમાન તો જોઇએ, પણ લોકોનું ખંખેરી લેવા માટે માન નથી કરવું. આપણી પાસે શક્તિ-સામર્થ્ય છે તો ઉપયોગ કરી લેવો છે. ‘હું બેઠો છું ત્યાં સુધી કોઇની પાસે હાથ લંબાવવો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬૫

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222