Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 184
________________ સાધુમહાત્મા પરીષહ કે ઉપસર્ગ ન વેઠે તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. અઢાર પરીષહ પછી ઓગણીસમો પરીષહ સત્કાર-પુરસ્કારને ન ઇચ્છવું તે કહ્યો, આજે આપણે ધર્મ કર્યા પછી આપણી કદર થવી જોઇએ એવી ઇચ્છા તો કાયમ માટે પડી જ હોય ને ? આ પરીષહ માટે આપણે શ્રી શાલિભદ્રજીની કથા શરૂ કરી છે. શ્રી શાલિભદ્રજી પોતાની માતાના હાથે પારણું થશે – એવું ભગવાને કીધા પછી ભદ્રામાતાને ત્યાં ગોચરીએ ગયા પણ જ્યારે એમનો સત્કાર કે પુરસ્કાર ન થયો તો એમને એમ પાછા આવ્યા પણ મનમાં અરતિ ન કરી. આમ જોઈએ તો આ પરીષહમાં કાંઇ માલ નથી. આમ જોઇએ તો ઘણો માલ છે. વહોરવા ગયા પછી કોઇ ‘પધારો' ન કહે તો અમને લાગે કે સાધુમહાત્મા પ્રત્યે ભાવ નથી, પધારો પણ નથી કહેતા. જે બીજાના ભાવને જુએ એ ભવને તરી ન શકે. આપણે તરવા માટે નીકળ્યા છીએ. ભગવાનની આજ્ઞાનો ભાવ રાખીને જીવવું છે. કોઇ આમંત્રણ-નિમંત્રણ આપે કે ન આપે એ નથી જોવું. વસ્તુની કે માન-સન્માનની અપેક્ષા જાગે તો સાધના નહિ થાય. જેનાથી મોક્ષ મેળવવાનો છે એનાથી માન-સન્માનની અપેક્ષા રાખીએ તો સાધના રફેદફે થઇ જશે. કોઇ માન આપે કે ન આપે, ભગવાન પ્રત્યે આપણને માન થઇ જશે તો મોક્ષ નિશ્ચિત છે. કેવળજ્ઞાનનું અર્થિપણું જેને જાગે એને માનનું અર્થિપણું ન જાગે. લોકો ગમે તેટલું માન આપશે પણ કેવળજ્ઞાન નહિ આપી શકે. કેવળજ્ઞાન જોઇએ એને માનની જરૂર ન પડે. કોઇ આવે એટલે “આવો, આવો’ કહેવું એ અભિવાદન : આવે એટલે તરત ઊભા થવું : એ અભુત્થાન. બેસવા માટે આસનાદિ આપવા એ નિમંત્રણ : આ ત્રણની ઇચ્છા ન રાખવી – એ આ પરીષહ જીત્યો કહેવાય. માનપાનના અર્થિપણાથી શાસનની ઘોર ખોદવાનું કામ થાય. લોકોની ઇચ્છાને જોઇને વ્યાખ્યાન કરે એ માનનો જ પ્રભાવ છે ને ? ભગવાનની આજ્ઞાને છે અને વ્યાખ્યાન આપે તો સમજવું કે માન-પાનનું અર્થિપણું નથી. બીજાને માન-પાન સારાં મળતાં હોય ત્યારે એ જોઇને પોતાને એવું માન-પાન મળે તો સારું – એમ સાધુમહાત્મા મનમાં પણ ન ઇચ્છે. માન-પાનની ઇચ્છાથી પોતાના હૈયાને દૂષિત ન કરે. સ0 ચેલાની ઇચ્છા પણ નહિ રાખવાની ? - દીક્ષા લેતી વખતે “અત્તહિયક્રયાએ વિહરામિ’ આવી પ્રતિજ્ઞા લીધી હતી. પોતાના હિત માટે દીક્ષા લીધી છે તો પોતાનું હિત જ કરવાનું. અહિત નહિ જ કરવાનું. ચેલાની ઇચ્છા જાગે એટલે અહિતની શરૂઆત થઇ જ જશે. શરીરસંબંધી દુઃખો વેઠયા પછી મનસંબંધી આસક્તિ જો ટાળવામાં નહિ આવે તો પહેલાના વેઠેલા અઢાર પરીષહ નકામા જશે. માન-સન્માન માટે કષ્ટ વેઠવું હોય તો વેઠાય પણ ભગવાનની આજ્ઞા ખાતર ન વેઠાય. તપ સારામાં સારો કરે પણ માન ન મળે તો માથું ફરી જાય. કોઇની અટ્ટાઇ સારી રીતે ઊજવાય અને પોતાની સો ઓળીની ઉજવણી ન થાય તો મનમાં અરતિ થાય. એમ લાગે કે – તેની કિંમત નથી. આટલું કષ્ટ વેઠ્યા પછી પણ માન-પાનના અર્થિપણાએ એને નકામું બનાવી દીધું. દીક્ષા લીધેલા માટે પણ આવી હિતશિક્ષા હોય તો તમારે કેટલું સાવધ રહેવું પડે ? અભિવાદન, અભ્યત્થાન, નિમંત્રણ અને મનમાં માનની ઇચ્છા : આ ચારને સાધુમહાત્મા ન ઇચ્છે તો આપણે કઈ રીતે ઇચ્છાય - એવું તમને થાય ખરું ? કામ નહિ કરું એ ચાલશે પણ માન માટે કામ કરું : એ નહિ ચાલે. કરીને જે હારવાનું જ હોય તો કરવાની જરૂર નથી. શ્રી દશાર્ણભદ્રજીને માન આવ્યું કે “ભગવાનનું સામૈયું કોઇએ નથી કર્યું એવું કરવું છે' તો ઇન્દ્રમહારાજાએ એમનું માન ઉતાર્યું ને ? દૈવી હાથીની સૂંઢ પર કમળ ગોઠવ્યું અને એની ઉપર નાચ કરતી દેવાંગના બતાવી તો તેમને પોતાનું સામૈયું ફિદું લાગ્યું. બીજા માન ઉતારે એ સારું કે આપણે જાતે જ કાઢી નાખીએ તો સારું ? જે લોકો સત્કારપરીષહને જીતે તે કેવા હોય અર્થાત્ તેઓનું સ્વરૂપ કેવું હોય તે આગળની ‘અણુક્કસાઇ...' ગાથાથી બતાવે છે. જેને માનની ઇચ્છા ન હોય તે કષાય વગરના હોય. માનની ઇચ્છા હોય અને ન મળે એટલે ગુસ્સો આવે. માન ન જોઇતું હોય એને ગુસ્સો ન આવે. તમારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬૧ ૩૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222