________________
થઇ ગયો ત્યારે કૃષ્ણે તેને પકડીને પોતાની નાભિમાં મૂકી દીધો. ચોથા પ્રહરના અંતે પેલા ત્રણે જાગ્યા. એ ત્રણે તો યુદ્ધ કરીને ઘવાઇ ગયા હતા. કૃષ્ણને આ રીતે સ્વસ્થપણે બેસેલા જોઇને પૂછ્યું કે પિશાચ ક્યાં ગયો. કૃષ્ણે પોતાની નાભિમાંથી કાઢીને બતાવ્યો અને કહ્યું કે જ્યારે જો ઓછું થઇ જાય ત્યારે શત્રુને જીતવાનું કામ સરળ છે. શત્રુને નબળો પાડીને પછી જ તેને જીતવો જોઇએ. સબળા શત્રુની સામે થઇએ તો આપણે જ ઘાયલ થઇ જઇએ. આ જ રીતે સાધુસાધ્વીએ પણ કષાયને નબળા પાડીને પછી જ તેના ક્ષય માટે પ્રયત્ન કરવો જોઇએ. કષાયને જીતવા માટે પતલા બનાવવા પડે, આથી જ કષાયને સંજ્વલનના બનાવીને પછી જ ક્ષપકશ્રેણીમાં તેનો ક્ષય કરવામાં આવે છે. વિષયાસક્તિ પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો પડી પડી એની મેળે જ ઓલવાઇને
શાંત થઇ જશે. આ જ આશયથી સાધુને કષાય કરવાની ના પાડી છે.
કષાયનો ઉપયોગ ન કરીએ તો કષાય એની મેળે જતા રહેશે.
શ્રી વીતરાગપરમાત્માના શાસનને પામ્યા પછી સુખ કેવી રીતે છોડવું અને દુઃખ કઇ રીતે ભોગવી લેવું તેનો ઉપાય શાસ્ત્રકારો બતાવતા હોય છે. પાપના ઉદયથી આવેલું દુ:ખ સમતાપૂર્વક કઇ રીતે ભોગવવું તે શાસ્ત્રકારો બતાવે છે, જ્યારે આપણે પાપના ઉદયથી આવનાર દુ:ખને દૂર કરવાના ઉપાયો વિચારીએ છીએ. આથી આપણો શાસ્ત્રકારોની સાથે મેળ જામતો નથી. દુઃખનો પ્રતિકાર કેવી રીતે કરવો એ તો આપણને આવડે છે. શાસ્ત્રકારો દુઃખને સ્વીકારવાનો ઉપાય બતાવે છે. દુઃખ પ્રતિકાર કરવાથી જતું નથી. દુઃખને સ્વીકારીને જો સમભાવે ભોગવી લઇએ તો દુઃખ એની મેળે પૂરું થઇ જશે.
આજના દિવસે ચોમાસીને અનુલક્ષીને પણ થોડી વાત કરી લેવી છે. અષાઢ ચોમાસીએ જે ચોમાસું બેઠું એ ચોમાસું આ કાર્નિક ચોમાસીએ પૂરું થાય છે. સાચું કહો : ચોમાસું બેસે એમાં આનંદ વધારે કે ચોમાસું ઊતરે એમાં આનંદ વધારે ? મોટા ભાગે ચોમાસું બેસે ત્યારે ડિપ્રેસ થઇ જાય અને ચોમાસું ઊતરે એટલે ફ્રેશ થઇ જાય - ખરું ને ? જે નિયમો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૦
ચાર મહિના માટે લીધેલા તે કાલે છૂટા થવાના ને ? ચાર મહિના માટે નિયમનું બંધન હતું તેનું દુઃખ હતું અને હવે બંધનમાંથી છૂટકારો મળવાનો આનંદ છે ને ? વિરતિમાંથી અવિરતિમાં જવાનો આનંદ થાય કે દુઃખ થાય ? જેને ચાર મહિના વિરતિમાં સ્વાદ આવ્યો હોય તેને અવિરતિમાં આનંદ ન આવે. અત્યાર સુધી પડેલો અભ્યાસ નાશ ન પામે એની કાળજી રાખવી એનું નામ સાધના. જે અભ્યાસ પડ્યો એ છૂટી જાય તો ય સાધના જતી રહે તો અભ્યાસ મૂકી દઇએ તો સાધના ક્યાંથી રહે? સ૦ ચાર મહિના કમાણી કરી - એટલી તો કામની ને ?
ચાર મહિના કમાણી કરે અને આઠ મહિના ઉઠમણું કરે તો એ ધંધો કર્યો કહેવાય ? તમે તો વ્યાપારી માણસ છો ને ? એક દિવસ માટે પણ વ્યાજ ન મળે તો ય તેનો જીવ કપાય અને અહીં વિરતિમાંથી અવિરતિમાં જતાં કાંઇ આંચકો ન લાગે અને ઉપરથી આનંદ થાય – એ ચાલે ? અવિરતિના કારણે દુર્ગતિમાં જવું પડે છે અને વિરતિના કારણે સદ્ગતિ મળે છે, પંચમતિ મળે છે- એવું જાણનારાને અવિરતિમાં જવાનો આનંદ હોય ? વિરતિમાં તો ક્ષયોપશમભાવનો આનંદ છે, અવિરતિમાં ઔદિયકભાવનો આનંદ છે. અર્થકામનો પ્રેમ સુકાવા દીધો કે સિંચન કરીને ટકાવી રાખ્યો છે ? તો વિરતિનો પ્રેમ શા માટે સુકાવા દેવો ? જો વિરતિનો પ્રેમ વાસ્તવિક હોય તો સુકાવાનું કોઇ કારણ નથી. અવિરતિના કારણે સુખ ઉપાદેય અને દુઃખ હેય લાગતું હતું, હવે વિરતિના કારણે દુઃખ ઉપાદેય છે અને સુખ હેય છે - એટલું સમજાય તો જીવનમાં પરિવર્તન આવે ને ? આ કાર્નિક ચોમાસી મેવો ભાજીપાલો ખુલ્લા કરવા માટે નથી, વિરતિનો અનુબંધ ચાલ્યા કરે તે માટે આ ચોમાસી છે. ચાર મહિના વિરતિનો અભ્યાસ પડ્યો હોય તો પૂનમના દિવસે સર્વવિરતિ લેવા તૈયાર થાય ને ?
સ૦ મેવો ભાજીપાલો ભક્ષ્ય હોય તો વાપરવામાં શું વાંધો ?
કાર્તિક ચોમાસી પછી મેવો ભક્ષ્ય થાય છે - એવું નથી કહ્યું, અભક્ષ્ય નથી ગણાતો - એટલું જ કહ્યું છે. શાસ્ત્રકારો અવિરતિનો ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૧