Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 175
________________ ન આપે, વિરતિનો જ ઉપદેશ આપે. અભક્ષ્ય ન વાપરવાનો નિયમ આપે, ભક્ષ્ય વાપરવાનો નિયમ ન આપે. સ0 અભક્ષ્ય ન વાપરવાથી અવિરતિ તોડવાનો અભ્યાસ પડે. અને ભક્ષ્ય વાપરવાના કારણે વિરતિને તોડવાનો અભ્યાસ પડે. ભક્ષ્ય જેટલું હોય એટલું વાપરે તો વિરતિનો અભ્યાસ ક્યાંથી પડે ? બળાત્કારે વિરતિ નથી આપવી, પરંતુ અવિરતિ ભોગવવાની છૂટ નહિ મળે. ભક્ષ્યનો પણ રાગ જેટલો હશે એટલી હેરાનગતિ થવાની જ છે. સાધુસાધ્વીએ તો ખાસ સાવધાની રાખવાની. કાર્તિક ચોમાસી આવે અને હોંશે હોંશે મેવો-ભાજીપાલો ખાવાનું મન થાય, શોધવાનું મન થાય, મંગાવવાનું મન થાય એમાં આપણા સાધુપણાની શોભા નથી.. સ0 આ ન ખાવું, તે ન ખાવું તો ખાવું શું ? જે વસ્તુ બાર મહિના ખપે એવી હોય તે જ વાપરવી, રોટલી, દાળ, ભાત, શાક વાપરવાનાં. આ ચાર આહાર વાપરીએ તો ચારે ય ગતિનો અંત આવે. આપણે વિરતિનો સ્વાદ લેવા દુ:ખ ભોગવતાં થવું છે માટે જ આપણે પરીષહની વાત શરૂ કરી છે. અલાભપરીષહમાં અહીં ઢંઢણઋષિની કથા જણાવી છે. મગધદેશના એક ગામમાં રાજાના કહેવાથી એક માણસ ખેતી કરતો હતો તેનું નામ પારાશર હતું. રોજ ખેતીમાં છસો હળ ચલાવે. એક એક હળ પાછળ બે બે, એમ બારસો બળદ હતા. આ હળ ચલાવવા માટે માણસો પણ રાખેલા. પરંતુ તે માણસો કે બળદોને સમયસર પૂરતું ખાવા આપતો ન હતો. કામ પૂરતું અને સમયસર કરાવતો હતો. આવા નિષ્ફર પરિણામના કારણે તેણે અંતરાયકર્મ ઘણું બાંધ્યું પરંતુ સાથે થોડુંક પુણ્યોપાર્જન થવાથી કૃષ્ણમહારાજાની ઢંઢણારાણીની કુક્ષિથી ઢંઢણકુમાર તરીકે જન્મ્યો. ત્યાં શ્રી નેમનાથ ભગવાન પાસે પ્રતિબોધ પામી તેણે દીક્ષા લીધી, પરંતુ ભૂતકાળમાં બાંધેલા અંતરાયકર્મનો ઉદય થવાથી કોઇ ઠેકાણે ભિક્ષા પામી શકતા નથી. આથી તેમણે ભગવાનને પૂછ્યું તો ભગવાને જણાવ્યું કે ભૂતકાળનું અંતરાયકર્મ ઉદયમાં આવ્યું છે માટે ભિક્ષા નથી મળતી. એ વખતે તેમણે ૩૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અભિગ્રહ ધારણ કર્યો કે ‘પોતાની લબ્ધિથી, પુણ્યથી મળે તો જ આહાર લેવો, બીજાના પુણ્યથી મળનારો આહાર ન લેવો.’ આ અભિગ્રહનું પાલન કરતાં છ મહિના થયા પરંતુ ભિક્ષા મળી નહિ, આ બાજુ એક વાર શ્રી કૃષ્ણમહારાજા ભગવાનને વંદન કરવા ગયા. દેશના સાંભળીને ભગવાનને પૂછ્યું કે – ‘ભગવાન આપના સાધુઓમાં દુષ્કરકારક કોણ છે ?” ત્યારે ભગવાને કહ્યું કે “આમ તો બધા જ સાધુઓ દુષ્કરકારક છે.’ વાત પણ સાચી છે ને ? ભગવાનના સાધુ દુષ્કરકારક જ હોય ને ? છતાં ભગવાન કહે છે કે “પરંતુ તારી ઢંઢણારાણીનો પુત્ર જે ઢંઢણત્રઋષિ છે તે અત્યંત દુષ્કરકારક છે.” આ સાંભળીને સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ તેમના દર્શનના ભાવથી ઉત્સુક બનેલા કૃષ્ણમહારાજા તેમના દર્શન માટે દ્વારિકાનગરીમાં ગયા. ત્યાં નગરના દ્વારે જ ઢંઢણઋષિ મળ્યા તેમને હાથી ઉપરથી ઊતરીને વંદન કર્યું, શાતા પૂછી. આ જોઇને બાજુમાં રહેલા એક ગૃહસ્થને એમ થયું કે કૃષ્ણમહારાજા જેમને વંદન કરે એ તો એમનાથી પણ ચઢિયાતા હોય - એમ સમજીને તેમને આગ્રહપૂર્વક વહોરાવવા માટે લઇ ગયા અને ભાવપૂર્વક લાડવા વહોરાવ્યા. તે વહોરીને ઢંઢણત્રઋષિ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પૂછ્યું કે - “મારું અંતરાયકર્મ પૂરું થયું ?' ત્યારે ભગવાને ના પાડી અને કહ્યું કે “આ આહાર તારી લબ્ધિથી નથી મળ્યો, કૃષ્ણમહારાજના પ્રભાવે મળ્યો છે.” આ સાંભળીને ઢંઢણઋષિએ કોઇ પણ જાતના ખેદને ધારણ કર્યા વિના ભગવાનને કહ્યું કે ‘તો તો આ આહાર મારે લેવો ન કહ્યું, કારણ કે મારો અભિગ્રહ પૂર્ણ નથી થયો.’ આમ કહી ભગવાનની અનુજ્ઞા લઇને એ લાડવા પરઠવવા માટે કુંભશાળાએ ગયા. ત્યાં લાડવા ચૂરતાં ચૂરતાં શુભ ભાવમાંથી ક્ષપકશ્રેણીએ આરૂઢ થયા અને કર્મો (ધાતિકર્મો) ચૂરી નાંખ્યાં. આ રીતે કેવળજ્ઞાન પામી ઘણો કાળ પૃથ્વી પર વિચરી ઘણા જીવોને પ્રતિબોધીને મોક્ષે ગયા. આ પ્રમાણે શ્રી ઢંઢણઋષિએ જેમ અલાભપરીષહ જીત્યો તે રીતે સર્વ જીવોએ અલાભપરીષહ જીતવો જોઇએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪૩

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222