________________
હવે બળદેવ શું કરે ? પાંડવો પાસે જાય કે દીક્ષા લે ? જે સ્થિતિમાં મુકાઇએ એ સ્વીકારી લેવી જોઇએ ને ? બળદેવે એવો વિચાર ન કર્યો. તેઓ વિરક્ત બની દીક્ષા લેવા તૈયાર થયા. તેથી કેવળી એવા શ્રી નેમનાથ ભગવાને તેમની પાસે ચારણમુનિને આકાશમાર્ગે મોકલ્યા અને તેઓ તેમને દીક્ષા આપીને જતા રહ્યા. આ રીતે બળદેવમુનિ દીક્ષિત બન્યા. હવે આપણી કથા શરૂ થાય છે. બળદેવ સાધુ થયા છે – એ જાણી શત્રુરાજા તેમને હણવા માટે આવ્યો. રાજ્ય લેવા માટે સાધુ થઇને તપ કરે છે - એવી કલ્પના કરીને તેમની સામે આવ્યો પણ જંગલમાં આવીને જોયું તો બળદેવમુનિની આજુબાજુમાં સિંહ ફરી રહ્યા હતા. આ જોઇને પેલો શત્રુરાજા તો ગભરાઇને ભાગી ગયો. ત્યારથી લોકો તેમને નૃસિંહ કહેવા લાગ્યા, જે નરની આસપાસ સિંહ ફરે તેનું નામ નૃસિંહ. એ કાળમાં પણ સાધુ માટે દુર્ભાવ રાખનારા માણસો હતા. આજે પણ જે કાંઇ અવદશા બેઠી છે તે સાધુ પ્રત્યે બહુમાન ન હોવાથી બેઠી છે, જો બહુમાન એક વાર પ્રગટી જાય તો આપણી દશા સુધરી જાય. એક વાર બળદેવમુનિ નગરમાં ભિક્ષા માટે આવ્યા. ત્યારે તેમના રૂપમાં આસક્ત થઇને એક સ્ત્રીએ ઘડાના બદલે પોતાના છોકરાના ગળામાં દોરડું નાંખીને તેને કૂવામાં નાંખવાની તૈયારી કરી, છોકરું રડવા લાગ્યું એટલે પેલીનું ધ્યાન ગયું. આ દશ્ય જોઇને બળદેવમુનિને થયું કે આ રૂપને ધિક્કાર થાઓ અને ત્યારથી નિયમ લીધો કે નગરમાં ગોચરીએ ન જવું. આપણા નિમિત્તે કોઇને પણ દુઃખ થાય એવું હોય તો ત્યાંથી સાધુ ખસી જાય. સ૦ નગરમાં જાય તો લોકોને ધર્મ પમાડી શકે ને ?
લોકોને ધર્મ પમાડવાની પ્રતિજ્ઞા લઇને અમે સાધુ નથી થયા, કોઇને પણ દુ:ખ ન આપવાની પ્રતિજ્ઞા લઇને અમે સાધુ થયા છીએ. લોકોને પ્રતિબોધવા નગરમાં જઇએ, પણ ત્યાં જો એકને પણ અપ્રીતિ થાય તો પ્રતિજ્ઞાભંગ થાય. કોઇને પ્રતિબોધ ન કરીએ તો પ્રતિજ્ઞાભંગ ન થાય. ભગવાને પણ નિયમ લીધેલો કે જેને અપ્રીતિ થાય તેને ત્યાં ન રહેવું. અમે વહોરવા ગયા હોઇએ અને ચારમાંથી ત્રણ જણ રાજી હોય પરંતુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૪
એક પણ નારાજ હોય કે અસંમત હોય ત્યારે સાધુ વહોર્યા વિના પાછા ફરે. આજે અમે લોકો તમને પ્રતિબોધવા તમારી પાછળ ફરીએ છીએ - એ અમારા સત્ત્વની ખામી છે, બાકી અમારે કોઇને દુઃખ ન થાય તે રીતે પ્રતિજ્ઞા પાળવાની છે. અહીં જણાવે છે કે ત્યાં જંગલમાં રહેલા સિંહ, હરણિયાં વગેરે પણ તેમની દેશના સાંભળવા આવતા હતા. નગરમાંથી લોકો પણ દેશના સાંભળવા આવતા. કેટલાક સિંહો પ્રતિબોધ પામી દેશવિરતિધર બન્યા, કેટલાક પશુઓ સમકિતી, માર્ગાનુસારી બની ગયા. જેને પામવું હોય તે ગમે ત્યાં પામ્યા વિના રહેતા નથી. તેથી બળદેવમુનિએ કર્યું તે બરાબર કર્યું ને ? એક હરણિયું આ રીતે પ્રતિબોધ પામી ત્યાં
ને ત્યાં જ રહેતું. કોઇ કઠિયારા વગેરે ત્યાં જંગલમાં આવે તો તેને પકડીને મુનિ પાસે લઇ આવે. તે વખતે મુનિ કઠિયારા પાસેથી પોતે આહાર યાચીને પોતાનો નિર્વાહ કરતા. આમ તો માસક્ષમણના પારણે માસક્ષમણ જ કરતા હતા. છતાં જ્યારે આ રીતે કઠિયારા પાસે વહોરવાનો પ્રસંગ આવે ત્યારે એવો વિચાર નથી કરતા કે - ‘હું ત્રણ ખંડના અધિપતિનો ભાઇ અનેકોને દાન આપીને આવેલો અને આજે મારે એક કઠિયારા પાસેથી ભિક્ષા લેવાનો
વખત આવ્યો.’ આ પ્રમાણે જેમ બળદેવમુનિએ યાચનાપરીષહ સારી રીતે સહન કર્યો એમ બધા સાધુઓએ આ પરીષહ વેઠવો જોઇએ. એક વાર આ જ રીતે હરણિયું કઠિયારાને લઇને આવ્યું. કઠિયારો ભાવથી વહોરાવતો હતો, બળદેવમુનિ એષણાના ઉપયોગપૂર્વક આહાર વહોરતા હતા અને પેલું હરણિયું ત્યાં ઊભું ઊભું બંન્નેની અનુમોદના કરતું હતું. એવામાં અચાનક ત્યાં વીજળી પડી અને ત્રણે જણા કરણ કરાવણ અને અનુમોદનના સમાન પરિણામથી કાળ કરી દેવલોકમાં ગયા.
(૧૫) અલાભપરીષહ : જ્યાં સુધી શરીરસંબંધી કે મનસંબંધી દુઃખ વેઠતાં નહિ આવડે ત્યાં સુધી કર્મની નિર્જરા કરવાનું શક્ય નહિ બને. આથી આપણે પરીષહ અધ્યયનની વાત શરૂ કરી છે. યાચનાપરીષહ વેઠ્યા પછી ગોચરીએ જવા નીકળેલા સાધુને આહાર મળી જ જાય એવો એકાંતે નિયમ નથી. કોઇ વાર તેવા પ્રકારનો લાભાંતરાય કર્મનો ઉદય હોય તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૫