Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 159
________________ બાર પ્રકારના તપ કરીને શ્રમિત થાય છે, થાકી જાય છે તેને શ્રમણ કહેવાય, જેને સાધુપણું લઇને કર્મની નિર્જરા કરવી હોય તેણે તપ કર્યા વિના ન ચાલે. જે તપ કરે તે જ શ્રાન્ત થાય, જે જલસા કરે તેને શ્રમ ક્યાંથી પહોંચે ? તેથી નક્કી છે કે જે બાર પ્રકારનાં તપ કરીને શ્રમ પામે તે શ્રમણ છે. તેમ જ જે સંયત છે અર્થાત્ જે દરેક પ્રકારના પાપથી વિરામ પામેલા હોય છે તેઓ જ પરીષહ વેઠવા સમર્થ બને છે. ત્યાર બાદ જણાવે છે કે સાધુભગવંત દાન્ત હોય છે. ઘણા લોકો જીવદયાની પ્રવૃત્તિ શાખ જમાવવા માટે પણ કરતા હોય છે, માનપાન મેળવવા કરતા હોય છે, આવાઓનું ગ્રહણ ન થાય તે માટે અહીં દાન્ત વિશેષણ આપ્યું છે. જે મન અને ઇન્દ્રિયનું દમન કરવા દ્વારા હિંસાથી વિરામ પામેલા છે તેઓ જ ખરા સંયત છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું માનીએ તો હિંસા કર્યા વિના ન રહીએ. તેથી જ સાધુને દાન્ત કહ્યા છે. સાધુભગવંતો ઇન્દ્રિયો અને મનનું માનતા નથી. કારણ કે એક વસ્તુ નક્કી છે કે સુખ ગમે તેટલું ભોગવીએ તોપણ સંસાર નહિ જાય. પુષ્ય યારી આપે ત્યાં સુધી સુખ મળશે, પુણ્ય પૂરું થયા પછી સુખ જતું રહેશે પણ સંસાર નહિ જાય. જયારે દુ:ખ સમભાવથી વેઠી લઇએ તો સંસારનો અંત આવ્યા વિના નહિ રહે. આવા શ્રમણ, સંયત અને દાત્ત એવા સાધુને કોઇ હણી નાંખે તોપણ તેઓ એક જ વસ્તુ વિચારે છે કે જીવનો-આત્માનો નાશ થતો નથી. સાધુપણાની શરૂઆત અહીંથી કરવાની છે : આત્મા અને શરીર બંન્ને જુદા છે, ગમે તેટલું દુ:ખ સાધુપણામાં આવે તો પણ એ શરીરને હણશે, આત્માને હણી નહિ શકે. સ0 આવો અનુભવ થતો નથી. અનુભવ જ્ઞાન પહેલાં ક્યાંથી મળે ? જે રોગી હોય તેને આરોગ્યનો અનુભવ થયા પછી દવા લે ? કે દવા લીધા પછી તેને આરોગ્યનો અનુભવ થાય ? જેને સુખનો અનુભવ થાય તે ધંધો કરે કે ધંધો કર્યા પછી, પૈસા મળ્યા પછી સુખનો અનુભવ થાય ? તેમ અહીં પણ ઉપાય સેવો તો અનુભવ થાય. ૩૧૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સ) એટલે અહીં પણ ચારિત્ર લઇએ તો અનુભવ થાય એમ ને ? ચારિત્ર લઇએ તો નહિ, ચારિત્ર પાળીએ તો અનુભવજ્ઞાન મળે. સાધન સેવ્યા વિના સાધ્યની પ્રાપ્તિ ક્યાંથી થાય ? સાધન પર વિશ્વાસ કેળવીએ તો સાધ્યની અનુભૂતિ થઇ શકે, અનુભવજ્ઞાન સુધી પહોંચવાનું સાધન ભગવાનના વચનનું પાલન છે. આપણને વિશ્વાસ કોના ઉપર છે ? આપણી અક્કલ ઉપર કે ભગવાનના વચન ઉપર ? વધપરીષહમાં આપણે જોઇ ગયા કે શરીર અને આત્મા : બંન્ને જુદા છે. કોઇ હણે તોય શરીરને જ હણી શકે છે, આત્માનો નાશ થતો નથી. આટલું જેને સમજાય તેઓ શરીરની ચિંતા કરવાને બદલે આત્માની ચિંતા કરી પરલોકની સાધનામાં લાગી જાય છે. ‘બોલવાનું સહેલું છે, પણ કરવાનું અઘરું છે.” એમ કહીને આપણે ઊભા ન થઇ જઇએ તે માટે અહીં કથા જણાવી છે. જેઓ માત્ર વાતો કરે તેઓ કરી શકવાના નથી. જેઓ કરનારા હોય તેઓ બોલવા બેસતા નથી. કરવાનું સહેલું નથી – એવું બોલવાની જરૂર નથી. કરવાનું અઘરું જ હોત, અશક્ય જ હોત તો મહાપુરુષો આવું બોલ્યા જ ન હોત. અશક્ય વસ્તુનો ઉપદેશ સર્વજ્ઞ ભગવંત કે તેમના અનુયાયી આપે નહિ. કરવાનું શક્ય છે, સહેલું છે, આવશ્યક છે માટે જ મહાપુરુષોએ આ ઉપદેશ આપ્યો છે. પાંચ સો સાધુઓ ઘાણીમાં પિલાયા એ કથા તો પ્રસિદ્ધ છે. છતાં આપણે એ કથા વાંચી લેવી છે. કારણ કે મહાપુરુષોના શબ્દોમાં ચમત્કાર હોય છે. દુ:ખ આવે ત્યારે કઇ રીતે આત્મા કેળવવો એ આ કથાનો સારભૂત ભાગ છે. શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની ધારિણી નામની રાણીથી અંધક નામનો પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી જન્મેલી. રૂપયૌવનવતી તે પુત્રીને દંડક નામના રાજાને પરણાવી, કે જે રાજાને પાલક નામનો અભવ્ય એવો રાજપુરોહિત હતો. એક વાર જિતશત્રુની રાજસભામાં તે પાલક પુરોહિત આવ્યો હતો અને જૈનધર્મ માટે એલફેલ બોલવાનું શરૂ કર્યું. ત્યારે સ્કંધક નામના રાજપુત્રે તેનો પરાભવ કરીને રાજસભામાં જિનશાસનનો જયજયકાર ફેલાવ્યો. આ રીતે પારકી રાજસભામાં લોકો તરફથી પોતાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧૧

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222