________________
સ૦ એ તો પોતાની શક્તિ તપાસવા માટે પૂછે !
જે પોતાની શક્તિ તપાસ્યા કરે તે સાધુ ન થઇ શકે, જે આજ્ઞા તપાસે તે સાધુ થઇ શકે. સ્કંધકાચાર્યે જ્યારે પૂછ્યું કે ‘અમે આરાધક થઇશું કે વિરાધક ?’ ત્યારે ભગવાને તેમને કહ્યું કે ‘તમારા સિવાય બધા જ આરાધક થશે.’ આટલું સાંભળીને સ્કંધકાચાર્યે વિચાર્યું કે જેમાં આ બધા જીવોને લાભ થાય એવું છે, ઘણાને લાભ થવાનો છે તે વિદ્યાર તો એકાંતે શુભ કહેવાય. જે મુહૂર્તો અનેકને લાભ થાય અને આપણને નુકસાન થાય, તે મુહૂર્ત ખરાબ કહેવાય કે આપણી ભવિતવ્યતા ખરાબ કહેવાય ? અહીં પણ સ્કંધકાચાર્ય વિહારને માંડી વાળવાનું વિચારતા નથી. સ૦ આપણો સ્વાર્થ સિદાતો હોય તેવો પરાર્થ કરવાની ના પાડી છે ને ?
જેને પોતાના કલ્યાણની ભાવના ન હોય અથવા તો જેને પોતાના કલ્યાણની ભાવના હોવા છતાં જે પોતાના કલ્યાણને ગૌણ કરે તેને બીજાનું કલ્યાણ કરવાનો અધિકાર નથી. પરંતુ પોતાના કલ્યાણની ભાવના હોવા છતાં ભવિતવ્યતા યોગે પોતાનું કલ્યાણ થવાનું ન હોય તો તેવા વખતે બીજાનું કલ્યાણ અટકાવવું એ ઉચિત નથી.
સ્કંધકાચાર્યે પોતાના કલ્યાણને ગૌણ નથી બનાવ્યું. જ્યારે આજનાં સાધુસાધ્વી પોતાની આરાધનાને ગૌણ બનાવી, પ્રભાવનાનાં કાર્યો કરે છે - તે વ્યાજબી નથી.
સ૦ પોતે આરાધક બનવાના નથી એ જાણ્યા પછી આરાધક બનવાનો ઉપાય કેમ ન પૂછ્યો ?
જે વસ્તુ બનવાની ન હોય તેનો ઉપાય કઇ રીતે પુછાય ? જો ભગવાન આરાધક ન બનવાના ભાવિભાવને જણાવે, ને બીજી બાજુ આરાધક બનવાનો ઉપાય બતાવે તો ભગવાને પોતાનું વચન પોતે જ કાપ્યું કહેવાય. અવશ્યભાવિભાવને ભગવાન પણ રોકી ન શકે. સ૦
ભગવાને શ્રેણિક મહારાજને નરક તોડવાનો ઉપાય બતાવેલો ને ? એ નરકને તોડવાના ઉપાય હતા કે બોધ આપવાના પ્રકાર હતા ? ભગવાને નરક તોડવાના જે ઉપાય બતાવ્યા તે ઉપાયો અશક્ય હતા અને
તેથી જ ભગવાનને એ જણાવવું હતું કે આ ઉપાયો જેમ અશક્ય છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૪
તેમ નરકને તોડવાનું કામ પણ હવે અશક્ય છે. આ રીતે શ્રેણિક મહારાજાની શ્રદ્ધાને મજબૂત કરવાનો જ આ પ્રયાસ હતો. એ ઉપાયો અજમાવ્યા પછી શ્રેણિક મહારાજાને ખાતરી થઇ કે આ નરક ટળે એવી નથી તો દુઃખ ભોગવવા તૈયાર થઇ ગયા. જે નરક ટાળવા તૈયાર થયેલા તે નરકનાં દુઃખો શાંતિથી ભોગવવા તૈયાર થઇ ગયા ઃ આ પ્રભાવ ભગવાનના વચનનો હતો.
વધપરીષહની કથા આપણે એ માટે શરૂ કરેલી કે કોઇને એવું ન લાગે કે ‘બોલવાનું સહેલું છે અને આચરવાનું અઘરું છે.’ શાસ્ત્રના પાને જે માર્ગ બતાવ્યો છે તેના કરતાં કંઇકગણો વિશુદ્ઘમાર્ગ પરમાત્માએ જાતે સેવ્યો છે, પછી આપણને બતાવ્યો છે. જે દુઃખોનું વર્ણન કર્યું છે તેના કરતાં કંઇકગણું દુ:ખ જાતે વેઠીને પછી આ દુ:ખ વેઠવાનો માર્ગ બતાવ્યો છે. આમ છતાં આપણે જો એમ કહીએ કે ‘બોલવાનું સહેલું છે’... તો માનવું પડે કે આપણને કશું કરવાનું મન જ નથી. પરીષહો વેઠી શકાય એવા નથી - એવું ભૂલેચૂકે માનવું કે બોલવું નહિ. આ અવસર્પિણી કાળમાં સુખનાં સાધનો નાશ પામવાનાં છે. દુઃખ તો આવવાનું જ છે. મરણાંત કષ્ટ આ કાળમાં ન આવે - એવું નથી ને ? ગાડી નીચે કચડાવાનું આ કાળમાં પણ બને ને ? સુખ ભોગવવા ઉંમર જોઇએ, દુઃખ ભોગવવા માટે તો કોઇ ઉંમર બાધક નથી. જનમતાંની સાથે અનેક પ્રકારના રોગોને લઇને આવનારા હોય છે ને ? દુઃખ ભોગવવા માટે કોઇ મુહૂર્ત જોવું નથી પડતું. સારામાં સારા મુહૂર્તે આદરેલા શુભ કાર્યમાં પણ મરણાંત દુઃખ આવે ને ? જેના તરફથી પ્રસંગ હોય તેને એટેક આવે અને હોસ્પિટલ ભેગા કરવા પડે - એવું ય બને ને ? તો દુઃખથી ભાગીને ક્યાં જઇ શકવાના હતા ? એના બદલે દુ:ખ સમભાવે શા માટે વેઠી ન લેવું ? અનંતાનંત આત્માઓ જે માર્ગે ચાલીને પોતાનું કલ્યાણ સાધીને ગયા એ માર્ગે જતાં આપણે શા માટે અચકાઇએ છીએ ? ધર્મ કરવાના કારણે દુઃખ નથી આવતું, પાપ કરેલું હોય તો જ દુઃખ આવે છે : આવી શ્રદ્ધા જેની મજબૂત હોય તે દુ:ખ મજેથી વેઠી શકે, કોઇ પણ પરીષહને જાકારો ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૫