________________
પરાભવ થયો - એના કારણે આ પાલક રાજપુરોહિત સ્કંધક પ્રત્યે વૈર ધારણ કરવા લાગ્યો. સ્કંધકે આ સારું કર્યું કે ખોટું કર્યું ? પોતાના બનેવી રાજાના રાજપુરોહિતને સન્માનપૂર્વક રાખવો જોઇએ ને ?! આ રીતે અપમાન કરાય ?! આચાર્યભગવંતની દેશના સાંભળીને જિનશાસનનાં તત્ત્વોનો જાણકાર બનીને આવું જાહેરમાં અપમાન કરે એ વ્યવહારનો જાણકા૨ નથી - એમ જ તમે કહો ને ? ધર્મના નામે આ રીતે વૈર બાંધવું એ યોગ્ય ગણાય ? આના કારણે તો આપણા પ્રાણ જોખમમાં મુકાય ને ?! સ૦ ધર્મ માટે પ્રાણ જાય તો વાંધો નહિ.
પ્રાણ જાય તો વાંધો નહિ, એમ બોલવું એટલું જ. બાકી પ્રાણ આપવાનો વખત આવે તો ખસી જવું છે ને ? આ ધર્મની રક્ષા કરવાનાં લક્ષણ નથી. તમારું અપમાન કરે તો જુદી વાત. પણ દેવગુરુધર્મ માટે જો એલફેલ બોલનારો હોય તો તેનો પ્રતિકાર કરો કે મૌન રહો ? સ૦ એ વખતે પેલાની ભાવદયા ચિંતવીએ.
અને તમારી પોતાની દ્રવ્યદયા ચિંતવીને બેસી રહો - એમ ને ? તમારે મરવું નથી માટે પેલાની ભાવદયા ચિંતવવી છે ? જે પોતાની ભાવદયા ન ચિંતવે તે બીજાની ભાવદયા કઇ રીતે ચિંતવી શકે ? જે આપણા દેવગુરુધર્મના વિરોધી હોય તેનો પ્રતિકાર કરવો જ જોઇએ. સ૦ એવાને જમાડીને પછી ન સમજાવાય ?
તમે તો જમાડીને મુખવાસ આપીને રવાના કરવાના.તમારી ક્યાં તેવડ છે એને સમજાવવાની ? એક વાર આચાર્યભગવંતે કહેલું કે દેવગુરુધર્મનો પ્રત્યેનીક જો નવકારશી - સાધર્મિકવાત્સલ્યમાં જમવા તમારે ત્યાં આવ્યો હોય તો તેને જમાડતાં કહેવાનું કે - ‘ઓહો ! તમે આવ્યા છો ? આ જૈન ધર્મમાં જન્મ્યા છો માટે અહીં સ્થાન પામ્યા. બાકી મારા દેવગુરુધર્મના પ્રત્યેનીકને હું જમાડું નહિ.’ તમે આટલું કહી શકો ખરા ? તમને પોતાને જ ધર્મનો ખપ ન હોય તો આવું જ બનવાનું. જે પોતે દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધા-બહુમાન ધરનારા હોય તેનામાં જ આવું સત્ત્વ પ્રગટે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૨
સ૦ રક્ષાનું કામ સાધુનું કે શ્રાવકનું ?
બંન્નેનું. શાસન તો બંન્નેનું છે ને ? શ્રાવક પાસે પણ શ્રદ્ધા અને સત્ત્વ હોય ને ? તકલીફ એક જ છે કે બધાને માન જોઇએ છે, નેતા થવું છે, પણ વડીલના કહ્યામાં નથી રહેવું. ક્યાંથી રક્ષા થાય ? લોકોમાં અળખા બનવાના ભયે ધર્મની કે સાધુની નિંદા સાંભળી લેવાનું કામ નથી કરવું. આથી જ સ્કંધકે આ રીતે પ્રતિકાર કર્યો.
ત્યાર બાદ સ્કંધકે પાંચ સો પુરુષો સાથે દીક્ષા લીધી અને ક્રમસર શ્રુતના પારગામી બન્યા અને એક વાર શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પાસે પોતાની બહેનના ગામમાં જવાની અનુજ્ઞા લેવા ગયા. ભગવાને કહ્યું કે ત્યાં તમને મરણાંત ઉપસર્ગ આવવાની સંભાવના છે. તેવા વખતે આ મહાત્મા એમ નથી પૂછતા કે આ ઉપસર્ગ ટળે કઇ રીતે ? અથવા તો એમ પણ નથી વિચારતા કે - ‘તો હવે જવું નથી.’ એ તો ઉપરથી એમ પૂછે છે કે ‘એ ઉપસર્ગ વેઠતી વખતે અમે આરાધક બનીશું કે વિરાધક બનીશું ?’ આને માર્ગાનુસારી પ્રજ્ઞા કહેવાય. ભગવાનનો સાધુ દુઃખથી ન ગભરાય, વિરાધનાથી ગભરાય. સ૦ આવો મરણાંત ઉપસર્ગ કઇ રીતે વેઠી શકાય ?
તેઓ એવું માનતા હતા કે આ ઉપસર્ગ વેઠીએ તો સંસારનો ઉપસર્ગ કાયમ માટે ટળી જાય એવું છે. મહાપુરુષો સંસારને જ ઉપસર્ગ માનતા હોય છે, તેથી સંસારમાં આવનાર એક પણ ઉપસર્ગથી તેઓ ગભરાતા હોતા નથી. આથી જ અહીં જણાવ્યું છે કે - આરાધનામાં સાધક એવો ઉપસર્ગ, તપસ્વી એવા સાધુ મહાત્મા માટે દુ:ખનું કારણ નથી બનતો, પરંતુ મહાનંદસ્વરૂપ મોક્ષને આપનારો હોવાથી મહાનંદનું કારણ બને છે. તેઓને તકલીફ પડશે - એવો વિચાર નથી આવતો, નિર્જરા થશે - એવો જ વિચાર આવે છે. આજે તો અમારા મુમુક્ષુ અમને પૂછવા આવે કે સાધુપણામાં ઓછામાં ઓછું કેટલું દુઃખ ભોગવવું આવશ્યક છે ?! કારણ કે દુ:ખ ભોગવવામાં નિર્જરા છે - એ વસ્તુ હજુ તેમને સમજાઇ જ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૩