________________
એકાગ્રતા ખંડિત થાય એવી રીતે કોઇની આરાધનાની ચિંતા કરવી નથી. આપણે પ્રભાવના કરવાની ઉતાવળ નથી કરવી. પ્રભાવના થાય તો સારી વાત છે, ન થાય તો પણ આરાધના કર્યા વિના નથી રહેવું.
અર્જુનમાળીએ આ રીતે વિચાર કર્યો કે જો યક્ષ હોત તો ભક્ત એવા મને સહાય કરત... આ સાંભળીને યક્ષે અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ કર્યો. એટલે તરત અર્જુનમાળીએ બંધન તોડી નાંખ્યાં. તે છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારી નાંખી. હવે તો આ રોજનો ક્રમ થયો કે છ પુરુષ અને સાતમી સ્ત્રીને મારીને પછી જ જંપીને બેસવું. આથી નગરના લોકો સાતના મૃત્યુ થયા વિના ઘરની બહાર નીકળતા જ નથી. એવામાં ત્યાં શ્રી મહાવીરપરમાત્મા સમવસર્યા. છતાં અર્જુનમાળીના ભયથી કોઇ ભગવાનને વંદન કરવા જતું નથી. આપણે હોઇએ તો જઇએ ? સુદર્શનશ્રેષ્ઠી વિચારે છે કે ત્રણે લોકને તારવા માટે સમર્થ એવા જિનેશ્વરભગવંતો હોતે છતે લોકો યક્ષથી કેમ ડરે છે?... આ વાત સાચી ને ? આવી કોઇ હિંમત આપે તો જઇએ ? સ0 નહિ જનારામાં સમકિતી પણ હશે ને ?
હતા. તેમની શ્રદ્ધામાં ખામી ન હોય, પણ સત્ત્વમાં ખામી હોય ને ? તમારી પાસે પણ ‘દીક્ષા લેવા જેવી છે” આ શ્રદ્ધા પાકી છે, પરંતુ સત્ત્વ કેવું છે ? શ્રદ્ધાની સાથે જે સત્ત્વની ખામી છે તેને પૂરી કરવી જ પડશે. સુદર્શનશેઠ તો વિચારે છે કે ભલે જે થવું હોય તે થાય હું ભગવાનને વંદન કર્યા વિના નહિ રહું. આથી તેઓ ભગવાનને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં પેલો અર્જુનમાળી યક્ષ તેમને મારવા માટે મુગરને દડાની જેમ ઉછાળીને તેમની તરફ ધસ્યો. આ બાજુ સુદર્શનશેઠ ચાર શરણાં સ્વીકારીને અને ઉપસર્ગ ન ટળે ત્યાં સુધી ચાર આહારનો ત્યાગ કરી કાઉસ્સગ્રુધ્યાનમાં ઊભા રહી ગયા. ‘શરીર સારું હોત તો ધર્મ સારો થાત, અકાળે અનશન કરવાનું શું કામ હતું, ભાવથી જ વંદન કરી લીધું હોત તો ચાલત, દ્રવ્યવંદન કરતાં પણ ભાવવંદન શ્રેષ્ઠ છે, થોડું સમજીને કામ કરવું જોઇએ...' આવું આવું આપણે વિચારીએ ને ? ધર્મ, શરીર ૩00
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સારું હોય તો થાય કે શરીરની મમતા ઉતારીએ તો થાય ? સુદર્શનશ્રેષ્ઠી ભગવાનના અતિશયને યાદ કરીને રક્ષા ઇચ્છતા નથી, સ્વયં ઉપસર્ગ સહન કરવા દુ:ખ ભોગવવા તૈયાર થઇ ગયા. તેમના આ તપના તેજના પ્રભાવે યક્ષ તેમની આજુબાજુ ફર્યા કરે છે પણ મુદ્રગર ઉપાડી શકતો નથી. સિંહની આજુબાજુ જેમ સસલું ફરે તેમ આ યક્ષ ફર્યા કરે છે. અંતે તેમની સમતાના તેજને સહન કરી ન શકવાથી કંટાળેલો યક્ષ મુગર લઇને અર્જુનમાળીના શરીરમાંથી નીકળીને જતો રહ્યો. આથી નક્કી છે ને કે દેવબળ કરતાં પણ ધર્મબળ અધિક છે. અર્જુનમાળી મૂચ્છ ખાઇને નિચેષ્ટપણે ત્યાં પડ્યો. થોડી વારમાં ચૈતન્ય આવ્યું. સામે સુદર્શનશ્રેષ્ઠીને જોયા. સુદર્શનશ્રેષ્ઠીએ પણ જોયું કે ઉપસર્ગ ટળી ગયો છે એટલે કાઉસ્સગ્ન પાર્યો. અર્જુનમાળીએ પૂછ્યું કે – તમે કોણ છો ? સુદર્શનશ્રેષ્ઠીએ પોતાનો પરિચય આપી બધો વૃત્તાંત જણાવ્યો. નિદ્રામાંથી જાગેલો જેમ સ્વપ્રને યાદ કરે તેમ તેણે બધું યાદ કર્યું અને પોતે યક્ષના કારણે કરેલી હત્યાને જાણી લજજાને પામ્યો. સુદર્શનશ્રેષ્ઠીને પૂછ્યું કે તમે આવા ઉપદ્રવમાં ક્યાં જવા નીકળ્યા છો ? તેમણે કહ્યું કે ભગવાનને વંદન કરવા જઉં છું. આથી અર્જુનમાળી પણ તેમની સાથે ભગવાનના સમવસરણમાં આવ્યો, ત્યાં ક્લેશના નાશના કારણભૂત એવી ભગવાનની દેશના સાંભળી. દેશના સાંભળીને તેણે ભગવાનને પૂછ્યું કે “મારી શુદ્ધિ કેવી રીતે થશે ?? આપણે શું વિચારીએ ? મારી દુર્ગતિ કઇ રીતે ટળશે ? – એવું જ પૂછીએ ને ? ભગવાને તેને જણાવ્યું કે આ ઘોર પાપોની શુદ્ધિનો ઉપાય એક જ છે કે સંયમ આરાધીને દુષ્કર તપ કરવો. આવી આલોચના આપે તો આપણે સ્વીકારીએ કે વિકલ્પ માંગીએ ? અર્જુનમાળી સંયમ લઇને ઉપસર્ગ વેઠવા માટે રાજગૃહનગરમાં જ રહ્યા. આ બાજુ તેઓને કાઉસ્સગ્રુધ્યાનમાં ઊભા રહેલા જોઇને લોકો તેમની ઉપર અનેક જાતના આક્રોશ કરવા લાગ્યા.
આણે મારા ભાઇને માર્યો, આણે મારી બહેનને મારી નાંખી...' એમ કહીને કોઇ ઢેફાં મારે છે, કોઇ વાળ ખેંચે છે, કોઇ મુઠ્ઠીથી પ્રહાર કરે છે. આ રીતે અનેક જાતની નિંદા અને આક્રોશને સમભાવથી સહન કરતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૧