________________
આર્યરક્ષિતને આલિંગન કર્યું અને તેની પ્રશંસા કરતાં કહ્યું કે “તું ધન્ય છે, કૃતપુણ્ય છે કે જે તે શૈવધર્મનો ત્યાગ કરીને જૈનધર્મનો સ્વીકાર કરીને આ રીતે સાધુપણામાં અગિયાર અંગ ભણ્યો અને દૃષ્ટિવાદ ભણવા નીકળ્યો છે.” ગુણાનુવાદ આ રીતે કરાય. ખોટું છોડીને સાચાનો સ્વીકાર કરે તેનો ગુણ પ્રશંસાપાત્ર છે. આમે ય આર્યરક્ષિતની માતાએ પણ તેમને કહ્યું હતું કે ‘હિંસાના ઉપદેશક એવાં શાસ્ત્રો તું ભણ્યો છે – એ તો નરકપ્રદ છે.” સ) આપણા સાધુઓ બ્રાહ્મણ પંડિતો પાસે ભણવા કેમ જાય ?
- એ તો બ્રાહ્મણો પાસે જે ભાષાકીય જ્ઞાન છે કે અન્યદર્શનનું જ્ઞાન છે તે ભણવા માટે જાય છે. જ્ઞાન એકે મિથ્યા નથી. મિથ્યાત્વ તો આત્મામાં પડેલું છે અને જ્ઞાન તો આત્માનો ગુણ છે. આથી જ કહ્યું છે કે સમકિતીના હાથમાં આવેલું મિથ્યાશ્રુત પણ સમ્યકરૂપે પરિણામ પામે છે. ભગવાને જે વેદનાં પદોનો અર્થ કર્યો તે મિથ્યાશ્રુત હતું કે સમ્યકુશ્રુત હતું ? વેદમાં જે યજ્ઞ વગેરેનો ઉપદેશ આપ્યો છે - એનો અર્થ વેદાંતીઓ જે રીતે કરે છે તે ખોટો છે તેથી જ તેને મિથ્યાશ્રુત કહ્યું છે. આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શ્રી આર્યરક્ષિતને કહ્યું કે “મારે અનશન લેવાની ભાવના છે તો તું મને સહાય કરીશ ?” શ્રી આર્યરક્ષિતસૂરિએ હા પાડી. ‘હું તો દૃષ્ટિવાદ ભણવા જઉં છું, શ્રી વજસ્વામી સિવાય કોઇ ભણાવવા સમર્થ નથી. તમે બીજા કોઇને સહાય માટે બોલાવો તો સારું, મારે નકામો વિલંબ થશે...' આવો કોઇ વિકલ્પ મનમાં પણ આવ્યો નથી. આપણે હોત તો આવું આવું કહેત ને ? મહાપુરુષો મહાપુરુષની વિનંતિનો અનાદર ક્યારે ય કરતા નથી. શ્રી આર્યરક્ષિતસૂરિએ તેમને અનશન કરાવ્યું. તે શ્રી ભદ્રગુપ્તસૂરિ કાળધર્મ પામી દેવલોકમાં ગયા. સ0 અનશનમાં શું સહાય જોઇએ ?
અનશન કર્યા પછી મનના પરિણામ પાછા બગડે તો કોઇ સેવા કરનાર જોઇએ ને ? આધ્યાન કરીને દુર્ગતિમાં જવાનું ન થાય તે માટે કોઇ નિર્ધામણા કરાવનાર જો ઇએ ને ? એટલાપૂરતી જ સહાય જોઇએ. કારણ કે છેલ્લી ઘડીએ પરિણામ બદલાય તો ત્યારે સ્વસ્થ બનાવનાર ૨૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કોઇ જોઇએ ને ? શ્રી આર્યરક્ષિતસૂરિ ત્યાંથી શ્રી વજસ્વામી મહારાજ પાસે ગયા. શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ તેમને જણાવ્યું હતું કે ‘શ્રી વજસ્વામીજી સાથે એક ઉપાશ્રયમાં રાતવાસો ન કરતા. અન્ય ઉપાશ્રયમાં રહીને ભણવા ત્યાં જો. કારણ કે સોપક્રમ આયુષ્યવાળો જો શ્રી વજસ્વામીજી સાથે રહે તો તેમના આયુષ્યની સાથે તેનું પણ આયુષ્ય પૂરું થઇ જાય એવું છે.” આથી તેમના સૂચનના અનુસાર તે શ્રી વજસ્વામીજી પાસે ગયા ત્યારે જુદા ઉપાશ્રયમાં રહ્યા. શ્રી વજસ્વામીજીને આગલી રાતે જ રૂમ આવેલું કે એમના ભાજનમાંથી કોઇ આવીને માત્ર થોડી બાકી રાખીને બીજી બધી ખીર વાપરી ગયું. ત્યારે તેમણે જાતે સ્વમના ફલાદેશરૂપે વિચાર્યું કે – “આજે કોઇક સાધુ મારી પાસે ભણવા આવશે અને મારી પાસેથી પોણા દસ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરશે.’ તેમના શિષ્યોને પણ આ રીતે જણાવ્યું. શ્રી આર્યરક્ષિતસૂરિ પધાર્યા ત્યારે શ્રી વજસ્વામીજીએ તેને આલિંગન સહિત આવકાર આપ્યો. તેમણે જયારે જુદા ઉપાશ્રયમાં રહેવાની વાત કરી ત્યારે શ્રી વજસ્વામીજીએ કહ્યું કે જુદા મકાનમાં રહીને ભણાય કઇ રીતે ? વાત તો સાચી છે ને ? એક મકાનમાં રહીએ તો અભ્યાસ સારો થાય. તમારે તો ગૃહસ્થપણામાં રહીને અને તે પણ ઘરે રહીને ભણવું છે ને ? અહીં જણાવે છે કે સાધુપણામાં અને તે પણ એક જ ઉપાશ્રયમાં રહીને ભણીએ તો સારો અભ્યાસ થાય. શ્રી આર્યરક્ષિતસૂરિએ જે હકીકત હતી તે જણાવી દીધી. ત્યારે શ્રી વજસ્વામીજીએ પણ કહ્યું કે શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ તો જ્ઞાનના સાગર હતા. તેઓ જે કહે તે યથાર્થ જ હોય. એક મહાપુરુષને બીજા મહાપુરુષ પ્રત્યે ઇષ્ય-અસૂયા ન હોય. શ્રી વજસ્વામીજી પાસે અભ્યાસ કરતાં શ્રી આર્યરક્ષિતસૂરિએ સાડા નવ પૂર્વ ઉપર જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેવામાં તેમનાં સંસારી માતા-પિતા વગેરે તેમને પ્રતિબોધવા માટે શ્રી આર્યરક્ષિતસૂરિને પોતાના ગામમાં આવવાનું જણાવે છે. માતા-પિતાને પ્રતિબોધવા એનાથી મોટો બીજો કયો પ્રત્યુપકાર માતા-પિતા પ્રત્યે હોઇ શકે ? છતાં શ્રી વજસ્વામીજી જણાવે છે કે – અત્યારે ભણવાનું સારું ચાલે છે. તારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૩