________________
=
સ૦ એટલે ગૃહસ્થપણામાં પણ વડીલની આગળ માથું નહિ ચલાવવાનું ! આટલું હૈયાના કોઇ ખૂણામાં છે ખરું ? આ તો ભણવા માટે તૈયાર થઇ ગયા. માતાને પૂછે છે કે દૃષ્ટિવાદ ક્યાં ભણવા મળશે ? માતાએ કહ્યું કે - ‘સાધુઓ ભણાવશે.’ આ સાધુભગવંતો ક્યાં છે તે જણાવતાં માતાએ કહ્યું કે - ઇસુવાટિકામાં અર્થાર્ શેલડીના ખેતરમાં તોસલિપુત્ર નામના આચાર્ય બિરાજમાન છે, તે તને દષ્ટિવાદ ભણાવશે. બીજા દિવસે દૃષ્ટિવાદ ભણવાની તૈયારી કરી લીધી. તે દૃષ્ટિવાદ નામ સાંભળતાંની સાથે જ આર્યરક્ષિતને આનંદ થયો. તે વિદ્યાનો જાણકાર હોવાથી વિચારે છે કે દૃષ્ટિ એટલે દર્શન અને છ દર્શનનો વિચાર જેમાં છે એવો આ ગ્રંથ હશે - એટલું સમજાઇ ગયું. આથી વિચારે છે કે ‘જેનું નામ આટલું સુંદર છે તે ગ્રંથ કેટલો સુંદર હશે.’ આ રીતે પુત્ર દષ્ટિવાદ ભણવા તૈયાર થયો એ જાણીને માતા અત્યંત આનંદિત થઇ અને કહેવા લાગી કે ‘સુંદર પુત્રને જન્મ આપનારી માતાઓમાં હું આજે અગ્રેસર બની.’ મિથ્યાશ્રુત ભણેલો હોવા છતાં ગ્રંથના નામના આધારે પણ તે ગ્રંથનું મહત્ત્વ સમજી ગયો. એ વખતના કાળમાં મિથ્યાજ્ઞાનને ભણનારા પણ વસ્તુતઃ જ્ઞાનના અર્થી હતા. આજે તો તમે ધનના અર્થી છો ને ? ‘ભણશો નહિ તો ખાશો શું ?' એમ કહીને તમે ભણવા મોકલો ને ?
સ૦ ભણે નહિ તો છોકરી પણ ન આપે.
એટલે તમારું જ્ઞાન અર્થકામ માટે જ છે ને ? માટે જ તો એ મિથ્યા જ્ઞાન છે. તમને જ્ઞાનનો ખપ જ નથી, અર્થકામનો ખપ છે. જ્યારે પહેલાના કાળમાં જૈનેતર પણ જ્ઞાનના અર્થી હતા. સ૦ એ લોકો ચૌદ વિદ્યા ભણીને પરણે જ છે ને ?
ચૌદ વિદ્યા ભણેલો તો સંન્યાસાશ્રમ સ્વીકારવા તૈયાર થઇ જાય. સંન્યાસાશ્રમ સ્વીકારી ન શકે ત્યારે પરણવા જતા. તેમના વેદમાં પણ લખ્યું છે કે સધીચૈવ સ્રાયાર્ અહીં ધ્રુવ કાર સધીત્વ પછી આપ્યો છે. ‘ભણીને જ પરણવું’ એમ વેદવાક્ય છે. ‘ભણીને પરણવું જ’ એવી વાત નથી કરી, પણ પરણવું હોય તોય ભણ્યા વિના ન જ પરણવું - એટલું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૮
નક્કી. આજે તમને પણ નિયમ આપી દઉં કે જીવવિચાર અને નવતત્ત્વ ભણ્યા વિના પરણવું નહિ. મિથ્યાજ્ઞાન જેની પાસે હોય તેના જ્ઞાનમાંથી માત્ર મિથ્યાત્વ ટાળવાનું બાકી રહે, જ્ઞાન તો પાસે છે જ. તમારી પાસે તો જ્ઞાન પણ નથી રહ્યું ને ?
ન
આર્યરક્ષિતને દષ્ટિવાદના શબ્દાર્થના વિચારમાં ને વિચારમાં રાત્રે ઊંઘ પણ આવતી નથી. તમને પણ પૈસા મળશે એ વિચારમાં ઊંઘ આવતી નથી ને ? એવી જ રીતે જ્ઞાનના રસવાળાને પણ ઊંઘ ન આવે. બીજા દિવસે સવારે પરોઢિયે જ આર્યરક્ષિત ઇક્ષુવાટિકામાં જવા નીકળી પડ્યા. રસ્તામાં તેમના પિતાનો મિત્ર કે જે તેમના સામૈયા વખતે હાજર રહી શક્યો ન હતો તેથી તેના સન્માન માટે શેલડીના થોડા સાંઠા લઇને સામે આવતો હતો. તેના શકનને લઇને આર્યરક્ષિત હર્ષપૂર્વક ત્યાંથી નીકળ્યા. તે સાંઠા ગણ્યા તો નવ આખા અને દસમો અડધા ઉપર એટલા સાંઠા હતા. આથી તેમણે નક્કી કર્યું કે જે ગ્રંથ હું ભણવા જઉં છું તેના ।। ભાગથી થોડું વધારે જ્ઞાન મને મળશે.’ એને ખબર નથી કે દૃષ્ટિવાદમાં ચૌદ પૂર્વ છે છતાં સાડા નવ પૂર્વ ઉપરનું પોણા દસ પૂર્વ સુધીનું જ્ઞાન મળશે એવો અંદાજ આવી ગયો. ત્યાં ગયા એટલે ઉપાશ્રયમાં પેસવાનો વિધિ જાણતા ન હતા તેથી ઉપાશ્રયના દ્વારે કોઇ આવે એની રાહ જોતા ઊભા રહ્યા. એક ઢડ્ડર શ્રાવક ત્યાં આવ્યા અને મોટેથી નિસીહિ બોલીને અંદર પેઠા તેમ જ અંદર જઇને ઇરિયાવહી કરીને પછી ત્યાં રહેલા
આચાર્યભગવંતને વિધિપૂર્વક ઉચ્ચ સ્વરે વંદન કર્યું. આ બધું જ એક વારમાં સાંભળીને આર્યરક્ષિતે કંઠસ્થ કરી લીધું અને એ જ રીતે તે પણ ઉપાશ્રયમાં આચાર્યભગવંત પાસે આવીને વિધિપૂર્વક વંદન કરીને ઊભા રહ્યા. પરંતુ ઢંઢેર શ્રાવક એકલો હોવાથી તેણે શ્રાવક શ્રાવકને પ્રણામ કરે એ વિધિ કર્યો ન હતો. તેથી આર્યરક્ષિતે પણ ન કર્યો. પરંતુ આના ઉપરથી આચાર્યભગવંત સમજી ગયા કે આ નવો લાગે છે. બાકી તેની બીજી વિધિ તો એક જ વારમાં એવી આત્મસાત્ કરી લીધી હતી કે જાણે કોઇ વરસોથી ક્રિયાનો અભ્યાસુ બોલતો ન હોય - એ રીતે વંદન કર્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૯