________________
વ્યસન સેવવાની તેને રજા છે !! શાસ્ત્રકારો કહે છે કે સમકિતીને અલ્પ બંધ થાય છે તે તેના પરિણામ નિર્ધ્વસ ન હોવાના કારણે થાય છે. પરિણામે બંધ છે, એ પરિણામ જો નિર્ધ્વસ હોય તો તીવ્ર બંધ થાય. પરિણામ નિર્ધ્વસ ન હોય તો જ અલ્પબંધ થાય છે. પ્રવૃત્તિ ગમે તે કરવાની રજા નથી. એ પ્રવૃત્તિ ટળે નહિ તોપણ પરિણામ કુણા રાખવા છે - તે માટે આ બધું સમજવું છે. - સાધુને અરતિનો સંભવ પૂરેપૂરો છે. એ વખતે અરતિની ફરિયાદ ન કરવી – એ અરતિને જીતવાનો ઉપાય છે. આ ગામમાં વાતાવરણ સારું છે, બીજા ગામમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે, ગરમી પણ ઘણી છે... એમ સમજીને વિહાર માંડી ન વાળે - તે જણાવવા ‘ગામાનુગામ વિહાર કરતા” એ વિશેષણ આપ્યું. ત્યાર બાદ વિહારનાં ગામોમાં પણ પોતાનાં સ્થાન બનાવી રાખ્યાં હોય તેને કોઇ અરતિની સંભાવના ન હોય, તેથી સાધુભગવંતનું બીજું વિશેષણ ‘અણગાર' આપ્યું છે કે સાધુ કોઇ ઘર રાખે નહિ તેમ જ જેમણે કોઇ પૈસા વગેરે દ્રવ્ય પાસે રાખ્યું ન હોય એવા સાધુને ચારિત્રમોહનીયના ઉદયથી દુ:ખ અસહ્ય લાગે ને અરતિ થાય તો તે અરતિપરીષહને દીન બન્યા વિના સહેવો જોઇએ. જેની પાસે પૈસા હોય, ઘર હોય તેવાને મોટા ભાગે અરતિ થવાનું કોઇ કારણ નથી, માટે આટલાં વિશેષણ આપ્યાં છે. દુ:ખની અરતિ હોય તો દુ:ખ વેઠવાનો અધ્યવસાય પેદા કરાવીને દૂર કરાવી શકાય. પણ જેને સંયમની જ અરતિ હોય તેના માટે કોઇ ઉપાય નથી. તમને પણ આજે ધર્મ કરવો પડે છે - એની અરતિ છે કે ધર્મ કરતી વખતે દુ:ખ ભોગવવું પડે છે એની અરતિ છે ? ધર્મમાં અરતિ હોય તો તેને દૂર કરી શકાય, ધર્મની અરતિ કઇ રીતે દૂર કરી શકાય ? સાધુભગવંતને સંયમની અરતિ નથી – એ જણાવવા માટે સાધુનાં આટલાં વિશેષણો આપીને જણાવ્યું કે સંયમનું પાલન તો તે સારામાં સારું કરે છે. પરંતુ એવો ય સાધુ જો કોઇ ચારિત્રમોહનીયના ઉદયથી દુઃખ અકારું લાગવાથી આ અરતિમાં પેસે તો તેણે તે પરીષહ જીતવો જોઇએ. અહીં ‘સાધુના હૈયામાં અરતિ ૨૬૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પેસે છે” એમ કહેવાના બદલે ‘અરતિમાં સાધુ પેસે છે” – એ પ્રમાણે જણાવ્યું છે – એ વ્યવહારભાષા ઉપચારથી છે. જેમ જોડામાં પગ નાંખીએ છીએ છતાં ‘પગમાં જોડા પહેર્યા’ - એવું બોલાય છે, ટોપીમાં માથું નાંખવા છતાં “માથા ઉપર ટોપી પહેરી છે' એમ કહેવાય છે તે જ રીતે સાધુના હૈયામાં અરતિ ઉત્પન્ન થતી હોવા છતાં ‘સાધુ અરતિમાં પ્રવેશે તો...' આ પ્રમાણે જણાવ્યું. અહીં ‘પરીષહને સહે’ એમ ન કહેતાં તિતિવષે કહ્યું છે. તેનું કારણ એ છે કે સહન કરવું અને તિતિક્ષાપૂર્વક સહન કરવું : એ બેમાં ફરક છે. કોઇ પણ જાતની દીનતા ધારણ કર્યા વિના સહેવું તેને તિતિક્ષા કહેવાય છે. આ અરતિને જીતવાનો ઉપાય જણાવતાં કહે છે કે અરતિને પીઠ પાછળ કરવી. શાસ્ત્રકારોએ દુઃખને પાછળ કરવાની વાત નથી કરી. દુઃખના કારણે સાધુપણામાં ખામી નથી આવતી, દુ:ખમાં અરતિ થાય - તેના કારણે સાધુપણામાં ખામી આવે છે. જે આગળ આવતું હોય તેને પાછળ કરી નાંખીએ એટલે તેની નડતર દૂર થઈ જાય. આ અરતિને કોણ પીઠ પાછળ કરી શકે તે માટે જણાવે છે કે જે પાપથી વિરામ પામે, આત્માની રક્ષા કરે, ધર્મમાં જ આરામ કરનારા હોય એથદ્ રમનારા હોય, આરંભનો પરિત્યાગ કરનારા હોય અને કષાયથી ઉપશાંત હોય તે જ અરતિને પાછળ કરીને સાધુપણામાં વિચરી શકે છે. અરતિને આગળ કરનારા સાવદ્યયોગનો આરંભ કરનારા બને છે, આત્માની રક્ષા કરી શકતા નથી, સંસારમાં રમનારા બને છે, કષાયને આધીન થઇને આર્તધ્યાન કરવા દ્વારા દુર્ગતિનાં ભાજન બને છે.
- આચારનું વર્ણન કર્યા પછી પરીષહ અધ્યયન શરૂ કર્યું છે. તેનું કારણ એ છે કે આ જગતમાં જે કાંઇ દુ:ખ આવે છે તે ભોગવવાની તૈયારી ન હોય તો મહાવ્રતોનું પાલન કોઇ પણ રીતે શક્ય નથી. નિરવદ્ય એવા પણ સાધુપણાનું નિરતિચારપણે પાલન કરવું હોય તો તેના માટે આ સિવાય બીજો એક ઉપાય નથી. સાધુભગવંતો વર્તમાનમાં પાપ કરતા નથી પરંતુ ભૂતકાળના પાપના ઉદયે સાધુપણામાં દુ:ખ આવે તો તે સહન કર્યા વિના ચાલે એવું નથી. ધર્મ કરવાના કારણે દુ:ખ નથી આવતું,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૧