________________
હસ્તિમિત્ર શેઠે પોતાના હસ્તિભૂતિ નામના પુત્ર સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક અરણ્યમાંથી પસાર થતા હતા. તેવામાં પિતામુનિના પગમાં કાંટો વાગ્યો. તેઓ આગળ ચાલવા અસમર્થ બન્યા તેથી તેમણે અનશન સ્વીકારવાનું નક્કી કર્યું. સાથેના સાધુઓએ કહ્યું કે “અમે તમને ઉપાડીને લઇ જઇશું.’ કારણ કે આવો વૈયાવચ્ચનો અવસર પુણ્ય વિના પ્રાપ્ત થતો નથી. આજના સાધુ શું વિચારત ? વૈયાવચ્ચ કરવા મળે તે પુણ્યોદય કે વૈયાવચ્ચ કરનારા મળે તે પુણ્યોદય ? આપણે શું વિચારીએ? વૈયાવચ્ચ કરવાથી પુણ્ય બંધાશે – એમ ને ? વૈયાવચ્ચનો અવસર મળે એ જ પુણ્યોદય છે – આવું લાગે ખરું ? સુખ ભોગવવા મળે તે પુણ્યોદય કે જાતે દુઃખ વેઠીને સેવા કરવા મળે તે પુણ્યોદય ? આ પિતામુનિ કહે છે કે આમે ય મારું આયુષ્ય અલ્પ હોય - એવું મને લાગે છે, તો હવે વૈયાવચ્ચ લઇને જવું એના કરતાં દુ:ખ ભોગવીને જવું સારું ને ? એમ કહી તેઓ જંગલમાં જ રહી ગયા. પોતાના પુત્ર સાધુને પણ સાધુઓ સાથે મોકલી આપ્યો. પરંતુ તે તો થોડે સુધી જઇને બીજા જ દિવસે પાછો આવ્યો. પરંતુ સંયોગવશાત્ પિતામુનિ એક જ દિવસમાં કાળધર્મ પામ્યા. આ બાલસાધુ એકલા પડ્યા. જંગલમાં તેને આહારપાણી કોણ વહોરાવે ? પરંતુ આ પિતામુનિ દેવલોકમાં ગયા પછી પુત્રના મમત્વના યોગે ઉપયોગ મૂકીને જુએ છે અને પોતાના જ કલેવરમાં આવીને રહે છે. તેમ જ પુનમુનિને ભિક્ષા માટે વૃક્ષની બખોલમાંથી આહાર લેવાનું જણાવે છે : આ રીતે તે બાલમુનિએ અજાણપણે દેવપિંડ લીધો પરંતુ હનન, પંચન કે ક્રયણ : આ ત્રણમાંથી એકે દોષ ન લગાડ્યો. થોડા વખતમાં પેલા સાધુઓ ત્યાં દુકાળ પડવાથી પાછા ફર્યા. પેલા બાલમુનિને ત્યાં જોયા, પૂછ્યું કે ‘ભિક્ષા ક્યાંથી લાવે છે?’ તે મુનિએ વિગત જણાવી. સાધુઓ સમજી ગયા કે આ દેવાયા છે. એટલામાં તે દેવ ત્યાંથી નીકળી ગયા અને પિતામુનિનો મૃતદેહ ત્યાં પડ્યો. આ દૃષ્ટાંતમાં જે રીતે પિતામુનિએ સુધાપરીષહ વેઠ્યો એ કે દોષ ન સેવ્યો પણ અણસણ સ્વીકાર્યું
અને બાલમુનિએ પણ ફળાદિનું હનન વગેરે કર્યું નહિ. તે રીતે સાધુએ સુધાપરીષહ સહન કરવો જોઇએ.
- સાધુપણાનો આચાર જેને પાળવો હોય તેણે પરીષહ વેઠ્યા વિના નહિ ચાલે. દુઃખ આવ્યા પછી દુઃખને સહન ન કરીએ અને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ તો દુ:ખ તો કદાચ દૂર થાય કે ન થાય, સંયમ તો દૂર થઇ જ જશે. વર્તમાનમાં આપણે સંયમની સાધનાના નામે દુઃખ ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેના યોગે સંયમ ટળી રહ્યું છે : એની તરફ આપણી નજર જ નથી. વર્તમાનમાં ધર્મની સાધના ઘણી વધતી જોવા મળે છે પરંતુ ભગવાનની આજ્ઞાના દર્શન લગભગ લુપ્ત થવા માંડ્યા છે. જે દિવસે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાનું મન થાય તે દિવસે આપણો પુણ્યોદય જાગ્યો એમ સમજવું. અનુકૂળતા સારી હોય તો ધર્મ સારો થાય એમ સમજીને આપણે પ્રતિકૂળતા ટાળવાનું શરૂ કર્યું છે. આપણે એમ વિચારવું છે કે જો પ્રતિકૂળતાની હાજરીમાં ધર્મની આરાધના થતી હોય તો પ્રતિકૂળતા ટાળીને અનુકૂળતા માંગવાનું કામ શું છે ? સ0 અનુકૂળતા કે પ્રતિકૂળતા તો પુણ્ય પાપના આધારે છે ને ?
એ વાત બરાબર, પણ પાપનો ઉદય ભોગવી લેવો અને પુણ્યનો ઉદય ન ભોગવવો એ આપણા પુરુષાર્થનું ફળ છે. છોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે પુણ્ય આડું આવે છે - એવું માનવાની જરૂર જ નથી. પુણ્યયોગે સામગ્રી મળે, પણ તેનો ભોગવટો કરાવવાનું કામ પુણ્ય નથી કરતું, એ કામ તો સુખની લાલચનું છે. આ સંસારમાં આપણે જે કાંઇ પુણ્યનો ભોગવટો કરીએ છીએ તેમાં આપણો સુખનો રાગ કામ કરે છે. મળ્યું છે માટે ભોગવીએ છીએ એવું નથી, ભોગવવું છે માટે મેળવીએ છીએ – આ હકીકત છે. આજે મળ્યું માટે ભોગવ્યું, કાલે શોધવા માટે નીકળશે, પરમ દિવસે પાપ કરીને પણ લેવા તૈયાર થશે. તેથી ભગવાન ના પાડે છે માટે સુખ ભોગવવું નથી, પુણ્ય ભોગવવું નથી. પ્રતિકૂળતા ભોગવવાનો અધ્યવસાય કેળવ્યા વિના સંયમની સાધના કરી જ નહિ શકાય.
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૫