________________
ફળરૂપે સાધુપણું કે મોક્ષ પ્રાપ્ત કરવો તે ફલાવંચક યોગ છે. આજે ક્રિયાઓ સારામાં સારી કરવા છતાં આપણે ફળમાં ઠગાયા હોઇએ તો આ ક્રિયાઓ કરતી વખતે દુ:ખ વેઠી લેવાનો અભ્યાસ ન હોવાના કારણે ઠગાયા છીએ. ગુરુનો વિનય કરવો હશે તો દુઃખ વેઠી લેવું છે. ગુરુ કરતાં આસન કદમાં પણ ઊંચું ન હોવું જોઇએ અને મૂલ્યમાં પણ ઊંચું ન હોવું જોઇએ. માત્ર આસન જ નહિ કામળી, પેન, ચશ્મા વગેરે કોઇ પણ વસ્તુ મૂલ્યમાં ગુરુની વસ્તુ કરતાં ચઢિયાતી ન હોવી જોઇએ. ધર્મ કરતી વખતે દુ:ખ ભોગવવું જ જોઇએ અને દુઃખ ભોગવવાના અધ્યવસાય વિના ધર્મ થાય નહિ : આ વસ્તુ મગજમાંથી નીકળી ગઇ છે માટે આપણે ગુર્વાદિકનો વિનય સાચવી શકતા નથી. કોઇ પણ ક્રિયા કરતી વખતે સ્થાન-મુદ્રાની શુદ્ધિ જોઇએ. ગુરુ પાસે જે મુદ્રામાં બેસીએ તે મુદ્રા કામવર્ધક ન હોવી જોઇએ તેમ જ અસ્થિર પણ ન હોવી જોઇએ, તે માટે ‘અકુએ’ અને ‘થિરે’ જણાવ્યું છે. હીંચકા જેવા આસન પર ન બેસવું, તેમ જ શરીરના પણ અમુક અંગો હલાવવાં આ કામવર્ધક આસન છે, એવા આસને સાધુ ન બેસે. આપણી મુદ્રા એવી હોવી જોઇએ કે પોતે પણ શાંતરસમાં ઝીલે અને સામો પણ શાંતરસમાં ઝીલે. એના બદલે આપણું આસન જ એવું હોય કે આપણી અથવા તો બીજાની પણ અંદર પડેલી વાસનાઓ ઊભી થાય તો તેવું આસન કર્મબંધનું જ કારણ હોવાથી અવિનયનું આચરણ છે. આગળ જણાવે છે કે સાધુ સ્થિર આસને બેઠા પછી વારંવાર ઊઠવાનું કામ ન કરે તેથી ‘અપ્પુઢ્ઢાઇ' જણાવ્યું અને નિરર્થક- પ્રયોજન વિના-ઊઠે નહિ, તે જણાવવા માટે ‘નિરુદ્વાઇ’ જણાવ્યું. ગુરુની નિશ્રા મળ્યા પછી ત્યાં સ્થિરતાથી ચોંટી રહેવું છે, ત્યાંથી ખસવું નથી. તેમ જ સાધુની બેઠક સુખશીલતાની સૂચક ન હોય તે જણાવવા ‘અપ્પકુક્કુએ' જણાવ્યું. જાણે આરામ કરવા બેઠો હોય - એવું આસન ન જોઇએ. બેઠા પછી પગ ઊંચોનીચો કર્યા કરે, આજુબાજુ જોયા કરે, હાથ ઊંચોનીચો કરે, શરીરના કડાકા મોડે... આ બધા જ અવિનયને સૂચવનાર બેઠક સાધુની ન હોય. આ તો બેસે જ એ રીતે કે ઊંઘ ન આવતી હોય તો ય આવી જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ન
૧૭૪
શાસ્ત્રકારો કહે છે કે સાધુની બેઠક એવી અપ્રમત્તતાને સૂચવનારી હોય કે ઊંઘ આવતી હોય તોય ઊડી જાય. અહીં તમે તમારી ઇચ્છાથી આવ્યા છો ને ? સાંભળવા માટે જ આવ્યા છો ને ? તો ઊંઘ શેની આવે છે ? નાહીધોઇને ચા-નાસ્તો કરીને આવ્યા છો તો ઊંઘ ઉડાડીને જ આવ્યા છો ને ? તો શા માટે ઝોકાં ખાવાનાં ? આ તો ઊંઘે અને કોઇ જગાડે તો કહે કે ઊંઘતો નથી, ધ્યાનથી સાંભળું છું - આવાનું ઠેકાણું ક્યાંથી પડે ? આચાર્યભગવંત આપણું અનુશાસન કરવા તત્પર હોય તો આપણે અવિનય કરીને ઉપેક્ષા નથી કરવી. આમ પણ મરવાનું જ છે અને તેમ પણ મરવાનું જ છે તો ભગવાનનો ધર્મ કરીને મરવું શું ખોટું ? અધર્મ કરવા છતાં તકલીફ જતી ન હોય તો ધર્મ માટે તકલીફ વેઠી લેવામાં વાંધો શું ? અંતે તો જેટલું શરીરને કસીશું એટલું ફળ સારું મળશે. શાસ્ત્રમાં કહ્યું છે કે વેઠવુ:નું મહાતમ્ । શરીરને કષ્ટ આપીશું તો ઘણું ફળ મળશે . શરીરને જેટલું સાચવીશું એટલું ફળ દૂર જશે. ભગવાનના પરમતારક વચન સાથે તાદાત્મ્ય કેળવવા માટે શરીરને-મનને જેટલું કસવું પડે કે ઘસવું પડે તેમાં એકાંતે કલ્યાણ છે.
काण निक्खमे भिक्खू कालेण य पडिक्क मे । अकालं च विवज्जित्ता काले कालं समायरे ॥१-३१॥
સાધુભગવંતો ગુરુ પાસે કેવી રીતે બેસે તે વાત આપણે જોઇ ગયા. ગુરુ કરતાં બહુમૂલ્યવાળી વસ્તુ શિષ્ય ન વાપરે. ગુરુ પાસે અસ્થિર આસન ઉપર ન બેસે અને સ્થિર આસન ઉપર પણ પોતે અસ્થિર ન થાય તે આપણે જોયું. જે વસ્તુ ગુરુને કામ લાગે એવી ન હોય તેવી વસ્તુ આપણે વાપરીએ – એ જુદું પણ ગુરુને કામ લાગે એવી વસ્તુ એમના કરતાં આપણી ચઢિયાતી ન હોવી જોઇએ. તે જ રીતે ચલાયમાન આસન કે ચલિત એવી બેઠક કામવર્ધક છે. આસન પણ ચલાયમાન ન હોવું જોઇએ અને આપણે પણ ચલાયમાન ન થવું. સાધુને આઠ-દસ કલાક એક આસને બેસવું હોય તો મજેથી બેસી શકે એવું તેમનું શરીર કેળવાયેલું હોય. બે-ચાર કલાક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૫