________________
એવો છે ને ? તમારે શાસ્ત્રબહારનું બધું ચાલે એવું છે ને ? આપણને ફાવે એવો ધર્મ કરવો છે ને ? શાસ્ત્ર મુજબ ક્યાં કરવો છે ? સ૦ સિદ્ધગિરિનો પથ્થર લાવીને પૂજે એ બરાબર છે ?
એક બાજુ ચૌદે ક્ષેત્રમાં તીરથ ન એહવો બોલે અને બીજી બાજુ અહીં પથ્થર લાવીને પૂજે. પથ્થર ઉપર બહુ પ્રેમ હોય તો સિદ્ધગિરિમાં જ ન રહી જાય. સિદ્ધગિરિના પથ્થરનું મહત્ત્વ ત્યાંના ક્ષેત્રના કારણે છે - એટલું યાદ રાખવું. જો પથ્થરનું જ મહત્ત્વ હોત તો અન્ય ક્ષેત્રમાં પણ લોકો દેવો પાસે સિદ્ધગિરિના પથ્થરો મંગાવીને તેની પૂજા કરત. આપણી તો એ વાત ચાલે છે કે - ગુરુભગવંતે બોલાવ્યા પછી શિષ્ય મોક્ષનો અર્થી હોવાથી મારી પર ગુરુભગવંતે કૃપા કરી એવું એને લાગે. ‘આપણે એમની પાસે બેસીએ એટલે ગુનો થયો કે જેથી મને જ વારંવાર બોલાવે છે’ – એવું વિચારે એ મોક્ષાર્થી નથી. તમને પણ આચાર્યભગવંત બોલાવે ત્યારે આનંદ થાય કે ઘરના લોકો બોલાવે તો આનંદ થાય ? ઉપાશ્રયમાં ઘરના લોકોનો મોબાઇલ આવે તો ગમે કે ઘરે આચાર્યભગવંતે બોલાવ્યાના સમાચાર આવ્યા હોય તો ગમે ? આચાર્યભગવંતે એક વાર બોલાવ્યા હોય કે વારંવાર બોલાવ્યા હોય ત્યારે બેઠા હોય તો ઊભા થઇ જવું. ઊભા હોય તો એક-બે ડગલાં આગળ ખસવું. મોક્ષમાં જવાની તક મને આપી - એમ વિચારવું. ‘હજુ હમણાં તો ઊભો હતો ત્યારે કેમ મને ન કીધું. જરાક બેઠો કે તરત ઊભો કર્યો' - એવું વિચારે પણ નહિ અને બોલે પણ નહિ. આવા ગ્રંથોનું અધ્યયન કરીએ તો એવું લાગ્યા વગર ન રહે કે - આ મહાપુરુષોમાં એટલું બધું સામર્થ્ય છે કે - આપણી પાસે શ્રદ્ધાનો છાંટો ન હોય તો શ્રદ્ધાનું ઝરણું વહેતું કરી આપે.
आसणगओ न पुच्छिज्जा नेव सेज्जागओ सया । आगमुक्कुडुओ संतो, पुच्छिज्जा पंजलिउडो ॥१-२२ ॥
જેને સાધુપણાની સાચી ઇચ્છા હોય એને સાધુપણાનો આચાર કપરો લાગે જ નહિ. જેની જરૂરિયાત લાગે એ વસ્તુ અઘરી હોવા છતાં અઘરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૬
ન લાગે. દીક્ષા તમને મળી જાય : એવો જ પ્રયત્ન મહાપુરુષોએ કર્યો. આપણે એની ઉપેક્ષા કરી. દીક્ષા મળી જાય તો સારું પણ મેળવી લેવી છે – એવું નહિ ને ? આચાર્યભગવંતને કામ પડે ત્યારે શિષ્ય શું કરવું – એનો વિધિ બતાવ્યો. હવે શિષ્યને આચાર્યભગવંતનું કામ પડે ત્યારે શું કરવું એ બતાવે છે. શિષ્યને આચાર્યભગવંતનું કામ માત્ર સૂત્ર-અર્થ કે તદુભયનું જ્ઞાન મેળવવા માટે જ પડે. આજે અમારે ત્યાં આના સિવાય, પોતે કરેલા કામ પર મહોર-છાપ મરાવવા માટે આવે. ડૉટરને ત્યાં રોગી જાય તો શેના માટે જાય ? રોગનું જ્ઞાન મેળવવા, દવાનું જ્ઞાન મેળવવા માટે જ જાય ને ?
સ૦ દેરાસર વગેરેની સૂચના મેળવવા માટે શ્રાવકો આવે તો ?
તાજમહાલજેવાં દર્શનીયસ્થાનો અમારી સલાહ વગર જ થયાં છે ને ? તમારા કામમાં અમને જોડો નહિ. સૂત્ર અને અર્થ આચાર્યભગવંતને જ આધીન છે. તમે બોલો છો ને કે - ગુરુ વગર જ્ઞાન નહિ. બીજા પાસે જે મળે એ ગુરુ પાસે ન મળે અને ગુરુ પાસે જે મળે એ બીજા પાસે ન મળે. ગુરુ પાસે જ્ઞાન સિવાય બીજું કશું મેળવવું નથી. પૈસાટકા, માન-સન્માન ગુરુ પાસે ન મળે. એક કવિએ ગાયું છે કે અપ્રાપ્તપ્રાપાર્થ મહતાં પરીયાન્ પ્રયાસ: । ‘જે વસ્તુ પ્રાપ્ત થઇ નથી તે પ્રાપ્ત કરાવવા માટે મહાપુરુષોનો મોટો પ્રયત્ન હોય છે.’ ગુરુભગવંત પાસે જ્ઞાન મેળવવું હોય ત્યારે એના માટે મિટીંગ કે સિટીંગની જરૂર જ નથી. મિટીંગનો અર્થ જ છે કે - ભગવાનની વાતને આઘી-પાછી કરવી. સાચું બોલો - વકીલોને કેસ માટે તમે રાખો તો શેના માટે ? તમે નિર્દોષ છો - એવું પુરવાર કરવા માટે જ ને ? જે નિર્દોષ હોય એને પુરવાર કરવાની જરૂર ન પડે. નિર્દોષ ન હોય એને નિર્દોષ પુરવાર કરવાની જરૂર પડે. શિષ્ય આચાર્યભગવંત પાસે જ્યારે જ્ઞાન લેવા માટે જાય ત્યારે આસને બેસીને ન પૂછે. જ્યાં આચાર્યભગવંત બેઠા હોય ત્યાં જાય. આચાર્યભગવંત ઊભા હોય ત્યારે કશું પૂછવું નહિ. સાધુભગવંતો ઊંચા સાદે બોલે નહિ. જેનું કામ પડે, એની પાસે જઇને વાત કરવી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૭