________________
કેવી હોય તે સમજવું હોય તો અરણિકમુનિની માતાને યાદ કરી લેવાની. દીક્ષા લીધી, પણ ગોચરીએ જતા ન હતા. સહવર્તી મુનિએ બે દિવસ ગોચરી લાવી આપી. પણ ત્રીજે દિવસે મોકલ્યા. ગરમી સહન ન થઇ તો કરમાઇ ગયેલા ચહેરે વેશ્યાના ઘર નીચે ઊભા, વેશ્યાએ જોઈને બોલાવ્યા, પતન પામ્યા. માતાને ખબર પડી તો તે ગાંડી થઇ ગઇ અને
અરણિક અરણિક’ કહીને રસ્તે દોડવા લાગી, પાછળ હજાર લોક ફરતું હતું. એક વાર ઝરૂખામાંથી અરણિકમુનિએ જોયું તો તરત લજજા પામ્યા. નીચે ઊતરી માતાના પગે પડ્યા. માતાનું ગાંડપણ શાંત થયું. ત્યારે માતાએ શું કહ્યું. “વત્સ ! તુજ ન ઘટે ચારિત્રથી ચૂકવું, જેથી શિવસુખ સારો જી.’ વત્સ તરીકે સંબોધીને પણ એક જ વાત કરી કે ‘જેનાથી શિવસુખ મળે એવું છે તે ચારિત્રને તે આ સંસારના સુખ માટે છોડી દીધું ?!' ત્યારે અરણિકમુનિએ ‘ચારિત્રમાં ઉષ્ણપરિષહ સહન નહિ થાય, કહો તો અનશન કરું.’ એવું કહ્યું તો તરત માતાએ અનશનની રજા આપી. આવો માતા-પુત્રનો વ્યવહાર હોય. પુત્રને અનશન કરવાની રજા આપે, પણ સંસારનું સુખ ભોગવવા ન દે એનું નામ માતાની નિરવઘભાષા. આજે આપણે જે કાંઇ પણ નુકસાન પામ્યા છીએ તે સ્વજનોના રાગદ્વેષના કારણે જ પામ્યા છીએ. સ્વજનોનો રાગ, પછી ભલે તે બનાવટી હોય છતાં તે રાગ આપણને દીક્ષા લેતાં આડે આવે ને ? શ્રી અનાથી મુનિને જ્યારે રોગ થયો ને માથાની સખત પીડા થઇ ત્યારે તેમની પત્ની ત્યાંને ત્યાં જ બેસેલી હતી. પોતાના આંસુથી પતિના વક્ષ:સ્થળને સીંચવાનું કામ જે પત્નીએ કર્યું, એક ક્ષણ માટે પણ જેણે પડખું નથી મૂક્યું તેવી પણ પત્નીને છોડીને બીજા દિવસે સવારે દીક્ષા લીધી. તેમણે પત્નીની લાગણી કે પત્નીની સેવા સામે ન જોયું, પોતાની આત્મરક્ષા સામે નજર કરીને ચાલી નીકળ્યા. સલામતી શેમાં છે ? બીજા આપણી સેવા કરે એમાં ? કે આપણે આપણા આત્માની રક્ષા કરીએ એમાં ?
આગળ જણાવે છે કે સાવદ્ય ન બોલવું તેની સાથે નિરર્થક પણ ન બોલવું. જેનો કોઇ અર્થ ન હોય તેવું પણ ન બોલવું અને જેનું કોઈ ૧૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ્રયોજન ન હોય તેવું પણ ન બોલવું. સાધુભગવંતો નકામી વાત ન કરે. અહીં દૃષ્ટાંત તરીકે જણાવ્યું છે કે “પ વચ્યાયુતો યાતિ પુષ્પાશેજીર: 1 TITUTwfક ત્રાતઃ શશશુધનુર્ધર: ' આ વંધ્યાનો પુત્ર જાય છે કે જેણે આકાશપુષ્પનો મુગટ બનાવ્યો છે, જેણે મૃગજળમાં સ્નાન કર્યું છે અને સસલાના શિંગડાનું ધનુષ્ય જેણે ધારણ કર્યું છે. અહીં જેમ વંધ્યાને પુત્ર નથી હોતો, આકાશમાં પુષ્પ ઊગતું નથી, મૃગતૃષ્ણાનું જળ હોતું નથી અને સસલાને શિંગડાં હોતાં નથી, તેમ અર્થ વગરના શબ્દોનો પ્રયોગ હાંસીમશ્કરીમાં પણ કરવો નહિ. એ જ રીતે સાધુ મર્મઘાતી વચન પણ ન બોલે, સામા માણસને હાડોહાડ લાગી જાય – એવાં વચન સાધુનાં ન હોય. સાધુનું વચન હૃદયને વીંધી નાંખે એવું હોય, પણ મર્મને ભેદી નાંખે એવું ન હોય. કોઇને મરવાજેવું થાય એવાં વચન ન બોલે પણ સામાનું જીવન સુધરે, હૈયું પલટાય એવાં વચન સાધુનાં હોય.
समरेस अगारेस संधिस य महापहे । एगो एगित्थिए सद्धिं नेव चिट्ठे न संलवे ॥१-२६॥
અત્યાર સુધીમાં સાધુભગવંતો ગુરુ સાથે કેવો વિનય જાળવે તે જોઇ ગયા. હવે ગોચરી વગેરે માટે બહાર જાય ત્યારે ક્યાં કોની સાથે ઊભા રહેવાય કે ન ઊભા રહેવાય તે આગળની ગાથાથી જણાવે છે. જેઓ ગૃહસ્થપણામાં કુટુંબની સાથે રહીને આવ્યા છે, અનેકની સાથે પરિચયમાં રહીને આવ્યા હોય તેમ જ ત્યાં રહીને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પેદા કર્યો હોય તેવા સાધુનું પણ અનુશાસન કરવાનું કામ આચાર્યભગવંતો કરતા હોય તો તેની પાછળ કોઇ વિશેષ કારણ છે - એવું માન્યા વગર ચાલે એમ નથી. આચાર્યભગવંત જયારે આ બધા આચાર બતાવે ત્યારે ‘આમાં શું ?’ આ બડબડાટ મનમાં પણ થવો ન જોઇએ. ગૃહસ્થપણામાં પાપથી છૂટવાના અધ્યવસાયથી રહેલા ન હતા, જયારે સાધુપણામાં તો પાપથી છૂટવા, બચવા માટે આવ્યા છીએ તેથી આપણી નાની નાની ચેષ્ટામાં પણ પાપ પેસી ન જાય તેની ચિંતા કરી છે. સાધુ ગોચરીએ જાય ત્યારે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૭