________________
माय चंडालीयं कासी बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता तओ झाएज्ज एगगो ॥१- १०॥
જેને ગુરુકુળવાસમાં રહેવું હોય તેમણે ગુરુ પાસે રહીને ગુરુનું અનુશાસન ઝીલવા તૈયાર થવું જ જોઇએ. શાસન મળવાના કારણે આપણને ગુરુભગવંત સુધી પહોંચવાનું સદ્ભાગ્ય મળે છે. એ ગુરુની પાસે રહીને પણ અનુશાસન સ્વીકારવાનું છે. ગુરુ અનુશાસન કરે ત્યારે ગુસ્સો તો કરવાનો નહિ, ઉપરથી પંડિત થઇને ક્ષમા ધારણ કરવી તેમ જ ક્ષુદ્ર પુરુષોની સંગતિ ન કરવી. હાસ્ય અને ક્રીડાનો ત્યાગ કરવો. આ આપણે જોઇ ગયા. હવે જો હાંસી-મશ્કરી ન કરવાની હોય તો આખો દિવસ કરવું શું – તે આગળની ગાથાથી જણાવે છે. ગુરુ જ્યારે અનુશાસન કરે ત્યારે ગુસ્સો ન ક૨વો તેમ જ ગુસ્સાથી જૂઠું પણ ન બોલવું. ગુસ્સો આવે એટલે ગુસ્સામાં જૂઠું બોલવાનું શરૂ થાય છે તેથી તે બોલવાની ના પાડી છે. ગુરુ કહે કે ‘તમે આવું કેમ કર્યું ?’ તો તરત કહે કે - મેં આવું કર્યું જ નથી, હું ત્યાં ગયો જ નથી. હું આવું કરતો હોઇશ, મારાં મા-બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા...' આ બધું અલીકજૂઠું કહેવાય. આપણે કહેવું પડે કે તારાં મા-બાપે તને સંસ્કાર નથી આપ્યા, પણ તારા મોહે તને સંસ્કાર આપ્યા છે, માટે તને કહેવું પડે છે. આપણાં મા-બાપે આપણને ખોટા સંસ્કાર નથી આપ્યા. આપણે કોઇના સંસ્કાર નથી ઝીલતા, આપણા મોહના સંસ્કાર જ ઝીલીએ છીએ. ગુરુ એમાંથી બહાર નીકળવા માટે આપણને હિતશિક્ષા આપે એમાં ખોટું શું છે ? ભગવાન જ્યારે દીક્ષા લેવા નીકળે છે ત્યારે કુલમહત્તરા પણ ભગવાનને હિતશિક્ષા આપે છે, તો આપણે કોણ મોટા થયા ? ગુરુભગવંત હિતશિક્ષા ન આપે તો કોણ આપે ? કલ્પસૂત્રમાં આ હિતશિક્ષા પણ જણાવેલી છે. છતાં કલ્પસૂત્ર સાંભળતી વખતે કોઇ ઉપયોગ જ નથી હોતો. માત્ર સાંભળવા ખાતર જ સાંભળીએ છીએ ને ? એકવીસ વાર સાંભળીએ તો સંસાર તરી જવાય. માટે સાંભળીએ ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૬૪
સ૦ એ વાત સાચી તો ખરી ને ?
સાચી તો છે જ. પણ સાંભળવાનો અર્થ શું ? તમે તમારા છોકરાને કહો છો ને કે ‘સાંભળતો કેમ નથી ?' તેનો અર્થ શું ? માત્ર સાંભળવાનું કે સાંભળીને માનવું ને કરવું ? સાંભળવાનું એટલે માનવાનું. સ૦ માનવાનું તો એક જ વારમાં ય થઇ જાય ને ?
એક વારમાં થાય તો એક વારમાં નિસ્તાર થઇ જશે. પણ એક વારમાં થોડું મનાય પછી થોડું મનાય... આ રીતે એકવીસ વારમાં બધું મનાય ને ? એક વારમાં માનવાનું સહેલું નથી. દીક્ષા લેવાજેવી છે - એવું કેટલી વાર સાંભળ્યું છતાં ન માન્યું ને ? સ॰ દીક્ષા લેવાની શક્તિ નથી.
શક્તિ નથી - આવું ખોટું નહિ બોલવાનું. આપણે શક્તિના અભાવે નહિ, આસક્તિના પ્રભાવે સંસારમાં રહ્યા છીએ. સાધુપણામાં એવું કોઇ કષ્ટ નથી કે જે તમે ગૃહસ્થપણામાં ભોગવતા ન હો અને ગૃહસ્થપણામાં એવું કોઇ સુખ નથી કે સાધુપણામાં ન ભોગવાય. જે તકલીફ છે તે આસક્તિની છે. ખાવાપીવાનું, પહેરવા-ઓઢવાનું કે હરવા-ફરવાનું સુખ માત્ર ગૃહસ્થપણામાં જ છે - એવું નથી. સાધુ કાંઇ ભૂખ્યાતરસ્યા નથી રહેતા. વિહારમાં ફર્યા વિના નથી રહેતા. સાધુપણામાં સુખ તો દરેક પ્રકારનું છે, પણ સાધુપણાનો પ્રભાવ એ છે કે સુખ ભોગવવાનું મન નથી થતું. ગુરુભગવંતની કૃપા અને શાસ્ત્રકારોની છાયા આપણી ઉપર પડી છે. તેથી ગમે તેટલાં સાધન મળ્યા પછી પણ ભોગવવાનું મન થતું નથી - તેનું નામ સાધુપણું, ન હોય એને ભેગું કરવાનું મન થાય તેનું નામ ગૃહસ્થપણું. આસક્તિના યોગે જ હિતશિક્ષા સાંભળવાનું ગમતું નથી. અનુશાસન જેને ન ગમે તે આચાર્યભગવંતનું મોઢું તોડી પાડવા માટે જૂઠું બોલવાના જ. તેથી અહીં જણાવે છે કે ગુસ્સામાં જૂઠું બોલવું નહિ. ગુસ્સો વેઠ્યા વિના ચાલવાનું નથી. આપણે ત્યાં મહાપુરુષો અને મહાસતીઓને ઘણાં અસહ્ય દુઃખો આવ્યાં, છતાં તેમણે પ્રતિકાર નથી કર્યો. કારણ કે તેઓ માનતા હતા કે આપણી ભૂલ વિના સજા મળે એવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૫