________________
હોય તો રોગીએ તો દવા વગર ન જિવાય. રાત-દિવસ મૌન પાળવું છે, તો જ ગુસ્સો નિષ્ફળ જશે. સુદર્શનશેઠને તો રાજા સામેથી પૂછે છે. પુરાવા બધા રાણીના પક્ષમાં છે છતાં રાજાને તેના પર વિશ્વાસ નથી, તેમને સુદર્શનશેઠના વચન ઉપર વિશ્વાસ છે, છતાં તેઓ મૌન રહે છે. કારણ કે વાસ્તવિકતા જણાવે તો રાણીને શૂળીએ ચઢવું પડે ને ? આથી સુદર્શનશેઠે તો વિચારી લીધું કે કોઇને શૂળી પર ચઢાવ્યા હશે તે પાપ ઉદયમાં આવ્યું છે, ભોગવી લેવું છે. સ0 ગુસ્સો કરવાની છૂટ ક્યાં ?
પોતાની જાત પર. આપણે ભગવાનનું ન માનીએ, સ્વાધ્યાયપ્રતિક્રમણ, પૂજા-સામાયિક ન કરીએ ત્યારે ગુસ્સો કરવો. ‘તમે કેમ નથી કરતા' એમ નહિ બોલવાનું. હું કેમ નથી કરતો – એ જોવાનું. કોઇ આપણું ન માને તો ગુસ્સો નથી કરવો. આપણે ભગવાનનું માનતા નથી તેનો ગુસ્સો કરવો છે. સામો તો આપણું જ માનતો નથી, આપણે તો અનંતજ્ઞાની ભગવાનનું માનતા નથી. પૂજા અનંતજ્ઞાનીની કરીએ અને માનીએ મોહ-અજ્ઞાનનાં પાત્રોનું : આ વિચિત્રતા નથી ? પાપ ચાલુ રાખી ભગવાનની પૂજા કરવી આ તો જાણે લાંચ આપવા જેવું છે. ભગવાનનું માનવું નથી છતાં ભગવાન બોલે નહિ એટલા માટે જ જાણે પૂજા કરીએ છીએ – એવું નથી લાગતું ? જે પાપ કરીએ છીએ તે માફ કરવા માટે જ આ પૂજા છે ને ? તમારો દીકરો તમારા પગ દબાવે અને તમારું કહ્યું ન માને તો તમે કહો કે “મારા પગ દબાવીને મને દબાવવાની જરૂર નથી.” ભગવાન આવું કશું બોલતા નથી માટે ફાવટ આવી છે ને ? જવાબદારીના સ્થાને રહ્યા હોઇએ ને ગુસ્સો કરવો પડે ત્યારે કરી લઇએ તો ય તરત દીકરાને મિચ્છામિ દુક્કડ આપીને કહી દેવાનું કે તારો બાપ પણ હું પાપના યોગે થયો છું માટે આટલું કહેવું પડે છે – બાકી ભગવાને ગુસ્સો કરવાની ના પાડી છે.
અહીં જણાવે છે કે આત્માનું જ દમન કરવું જોઇએ, આવું પણ એટલા માટે કહેવું પડે છે કે આત્મા દુર્ગાન્ત છે. દુઃખે કરીને તેનું દમન ૧૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કરી શકાય એવું છે. ગુસ્સો કરવો સહેલો કે ન કરવો સહેલો ? ગુસ્સો કરવાનું કામ સહેલું છે. ગુસ્સાને અટકાવવા માટે આત્માનું દમન કરવાનું કામ કપરું છે. ગુસ્સો કરવા માટે માત્ર હિંમત થોડી જોઇએ, બાકી તો નાના છોકરાને પણ ગુસ્સો કરતાં આવડે ને ? ગુસ્સો કરવાનું કોઇને શિખવાડવું પડે નહિ ને ? નાના છોકરાઓ પણ તમારી ગુસ્સાની પરિભાષા જાણે છે. તમે આંખો કાઢીને જુઓ તો રોવા માંડે, તમારી પાસેથી દૂર ભાગી જાય, બોલાવો તોય પાસે ન આવે. ગુસ્સાને રોકવાનું કામ કપરું છે - માટે તેની મહેનત શરૂ કરવી છે. તપ કરવાનું સહેલું કે ખાવાનું સહેલું છે ? તપમાં ગુસ્સો આવે છે તે તપના કારણે નહિ, દુ:ખ ભોગવતા નથી માટે આવે છે. દુ:ખ ભોગવવાની તૈયારી હોય તેને ગુસ્સો ન આવે. દુઃખ ભોગવવા માટે સુખની ઇચ્છાનું દમન કરવું જ પડે ને ? આ તો તપ કરે અને વાતચીત કરતો બેસે, ટી.વી. આગળ બેસે એટલે સમય પસાર થઇ જાય. આવો તપ કરવાની મજા પડે ને ? તપ કરીને દુઃખ ન ભોગવે અને અનુકૂળતા જ શોધ્યા કરે તેને કર્મનિર્જરા ન થાય. સ0 સ્વાધ્યાય અને તપમાં મહત્ત્વનું શું ?
બંન્ને મહત્ત્વના. ડાબો પગ અને જમણો પગ બેમાં મહત્ત્વનો પગ કયો ? એકે વિના ન ચાલે ને ? તેમ સ્વાધ્યાય અને તપ બંન્ને મહત્ત્વના છે. તેમાંથી પણ આપણને જે નડે તે આપણા માટે મહત્ત્વનું. જે ફાવે તે તો આપણે કરવાના જ છીએ. જે નથી ફાવતું તે આપણા માટે મહત્ત્વનું. જેને ગુસ્સો બહુ આવતો હોય તેના માટે ક્ષમા મહત્ત્વની છે. આ બધો આચાર સાધુનો છે. સાધુભગવંતથી ગુસ્સો ન જ કરાય. સાધુભગવંત જો આ રીતે આત્માનું દમન ન કરે તો કરશે કોણ ? શાસ્ત્રકારો આપણા હિતની ચિંતા જેટલી કરે છે - એટલી બીજી કોઇએ કરી નથી. અત્યાર સુધીમાં જેટલા દોષો બતાવ્યા તેમાંથી એકે દોષ એવો નહિ હોય કે જે આપણામાં ન હોય, એની સાથે એ પણ હકીકત છે કે દોષોને ટાળવાની જે વાત કરી છે તેમાંથી એક પણ વાત આપણે કાને ધરી નથી. સાધુપણામાં ગુસ્સો ન કરાય એનો અર્થ એ નથી કે ગૃહસ્થપણામાં કરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૩