________________
છે – એટલું માનવાની તૈયારી છે ? આપણે સાધુ ન થઇએ તો સુખી થઇએ ને ? આ પ્રશ્ન માર્મિક છે, ખૂબ શાંતિથી વિચારીને જવાબ આપજો . સાધુ થઇએ તો સુખી થઇએ કે ન થઇએ તો સુખી થઇએ ? સ0 સાધુ ન થયાનું દુઃખ છે.
સાચું છે કે બનાવટી ? સાધુ ન થયાનું દુઃખ હોય તો તમે અમારી પાછળ ફરો કે ઘરના લોકોની પાછળ ? તમારા કરતાં તો પેલો બ્રાહ્મણ સારો કે જે અડધું દેવદૂષ્ય લેવા માટે ભગવાનની પાછળ પાછળ જ ફર્યો. તમે તો સંયમ ન મળ્યું તોય ઘરભેગા થઇ ગયા ને ? સંયમ લઇએ તો દુઃખી થઇએ કે સુખી થઇએ ? એક વાર ભોયણીમાં સાહેબની નિશ્રામાં ઓળી, હતી. બપોરે બધા શ્રાવકો આયંબિલ કરવા જાય ત્યારે સાહેબને વાચના આપવાનું જણાવ્યું. સાહેબે વાચના શરૂ કરી. શરૂઆતમાં જ સાહેબે પ્રશ્ન પૂછ્યો “આ ઓઘો લીધાનો આનંદ છે ?” બે મિનિટ તો કોઇ કશું બોલ્યું નહિ. છેવટે એક પદસ્થ સાધુએ હિંમત કરીને કહ્યું કે – “હોય જ ને ?” તરત સાહેબે પૂછ્યું કે ‘પાપ કરવું પડતું નથી તેનો આનંદ છે કે પૈસા કમાવા જવું પડતું નથી – એનો ?' પ્રશ્ન માર્મિક છે ને ? સંયમમાં જે આનંદ છે તે પાપ નથી કરવું પડતું તેનો જ છે. સંયમમાં દુ:ખ છે કે સુખ ? સ0 સંયમ બહુ ભારે લાગે છે.
તમને લોઢાનો ભાર લાગે કે સોનાનો ? પાંચ કિલો સોનાનો પણ ભાર ન લાગે ને ? તો સંયમ ભારે ક્યાંથી લાગે ? સંયમ તો તમે કહો છો ને કે - સોના કરતાં ય મોંધું છે. જો સોનાનો ભાર ન લાગે તો સંયમનો ભાર ક્યાંથી લાગે ? સ0 સંયમમાં સાધુપણું જ આવે ?
એમાં શું પૂછવાનું ? પાંચ આશ્રવથી વિરામ પામવું તેનું નામ સંયમ. શ્રાવકપણામાં સર્વથા આ આશ્રવથી વિરામ પામવાનું શક્ય જ નથી. તમે બહુ બહુ તો દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને અભિગ્રહ લઇ શકો. દ્રવ્યને આશ્રયીને ભોગપભોગનાં દ્રવ્ય ઓછાં કરો, ક્ષેત્રને આશ્રયીને નગર કે દેશની બહાર ન જવાનો નિયમ લો. કાળથી રાત્રે ૧ ૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બહાર ન જવાનો નિયમ લો અને ભાવથી સંસારનો ભાવ ન રાખો તો એટલા પાપથી બચી શકો. બાકી એક પણ આશ્રવ ચાલુ હોય તો સંવરભાવ ક્યાંથી આવે ? શૂલથી વ્રત લીધાં હોય તો સૂક્ષ્મ પાપોનો આશ્રવ ચાલુ જ છે ને ? ઘરમાં એક સાપ નીકળે તો સાપ નથી એવું તો ન કહેવાય ને ? એમ એકાદ પણ પાપ જો હોય તો સંયમ ક્યાંથી કહેવાય ? આશ્રવ તો સાપથી પણ ભૂંડા છે. પાપનો ભય સાપ કરતાં વધુ ભયંકર છે. સાપ તો એક ભવ બગાડે. જયારે પાપ તો ભવોભવ બગાડે. તેથી પાપનો ત્યાગ સર્વથા કરવો જ પડે. સ0 અમે તો શક્તિ પ્રમાણે થોડો થોડો ત્યાગ કરીએ.
ઘરમાં એક ઉંદર, એક બિલાડી હોય તો ચાલે ને ? એક માંકણ હોય તો ય પાલવતો નથી, મચ્છર હોય તોય ધૂપ કરીને કાઢી મૂકો, નહિ તો છેવટે મચ્છરદાની બાંધીને રહે અને અહીં થોડો થોડો સંયમ હોય તો ચાલે ને ? સંયમ લઈએ તો દુ:ખી થઇ જઇએ - આ શ્રદ્ધા મજબૂત છે ને ? સ, સંયમ લઇએ તો સુખ ભોગવવા ન મળે.
સુખ ભોગવવા ભલે ન મળે પણ દુ:ખ તો કાયમનું ટળે ને ? આવવું છે ? તમે જમવા બેસો છો તે સુખ મેળવવા કે ભૂખનું દુ:ખ ટાળવા ? જે સુખ તમારે ભોગવવાનું નથી તેના માટે દોડધામ ચાલુ છે ને ? જે ભોગવવાનું નથી તે ભેગું કર્યા કરવું એ તો ગધ્ધામજૂરી છે. ધર્મ કરીશું તો દુઃખી થઈશું - આ ભય મગજમાંથી કાઢી નાંખો. મહાપુરુષોનાં વચનો પરમતારક છે. આપણે સુખ ભોગવીએ એનું જ્ઞાનીઓને દુ:ખ નથી, આપણે સુખ ભોગવીને દુ:ખી ન થઇએ - તેની એમને ચિંતા છે. સંયમમાં તમારી દૃષ્ટિએ જે સુખ છે તે નહિ મળે તોપણ દુ:ખ દુ:ખરૂપ તો નહિ જ લાગે.
જગતના જીવો સુખના અર્થી છે અને એ સુખની પ્રાપ્તિનો માર્ગ આત્મદમન છે અને આ આત્મદમન કરવા માટે સંયમ અને તપ કરવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આપણને ગમે કે ન ગમે – આ ઉપાય માન્યા વિના ચાલે એવું નથી. શાસ્ત્રકારોએ આપણને ગમે છે કે નથી ગમતું તેનો વિચાર કર્યા વિના માત્ર આપણા હિતને અનુલક્ષીને સુખનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૧