________________
સહન કરવાનું આપણને આવતું જ નથી.' ગુરુભગવંત આપણને સંસારથી પાર ઉતારવા માટે તૈયાર હોય ત્યારે આપણે ઉપેક્ષા કર્યા વિના સહન કરી લેવું છે. ગુરુભગવંત ઠપકો આપે ત્યારે ‘ભૂલ છે જ’ એમ સ્વીકારી લેવું છે. શરીરના રોગો પણ ભૂતકાળનાં કર્મના કારણે જ આવે છે ને ? ત્યારે કોઇને ઠપકો આપવાનું કામ કર્યું ખરું ? સ0 ભૂતકાળનું આ ભવમાં ભોગવવું પડે, આ ભવનું પણ આ ભવમાં
ભોગવવું પડે ને ?
ભૂતકાળનું જ નહિ, આ ભવનું પણ આ ભવમાં ભોગવી લઇએ તો પૂરું થઇ જાય. શ્રીદઢપ્રહારીએ આયુષ્ય નહોતું બાંધ્યું તો આ ભવનું આ ભવમાં ભોગવ્યું ને ? ચારિત્ર લઇ લઇએ તો બધા ભવોનું અને આ ભવનું બધું ભોગવાઇ જશે, પણ પાપ ખપાવવા જેવું લાગે છે ખરું? પાપ ઉપાદેય લાગતું હોય તો પાપ છૂટે ખરું ? સ, દુ:ખ આપનારાં પાપ ખપાવવાજેવાં લાગે છે.
એ પણ સાચું છે ? દુ:ખ આપનારાં પાપ ખરાબ લાગતાં હોય એણે સૌથી પહેલાં સુખ ભોગવવાનું છોડવું પડે એવું છે. છઠ્ઠા ગુણઠાણે સાધુભગવંતો દુ:ખ ભોગવીને શાતાનો બંધ કરે અને પહેલે ગુણઠાણે રાચીમાચીને સુખ ભોગવીને અશાતાનો બંધ કરે. સુખને ઉપાદેય માને અને દુઃખને હેય માને : એ મિથ્યાત્વનો પરિણામ છે. સુખ હેય છે અને દુ:ખ ઉપાદેય છે : આ સમ્યકત્વનો પરિણામ છે. સુખ ગમે છે પણ એનું દુ:ખ છે – આવું જે કહે તેનું સમ્યકત્વ મંદ છે. સુખ ભોગવવું તે પાપ છે અને તે પાપનું ફળ દુ:ખ છે એમ લાગે છે ખરું ? સ0 સાંભળ્યા પછી લાગે છે.
ખરેખર સાંભળ્યું છે ખરું ? સાપ આવ્યો છે : એમ કહું તો તરત ઊભા થઇ જાઓ ને ? અને સુખ ભોગવવાથી પાપ આવે છે : એમ કહું તો પાપથી ખસી જાઓ ખરા ? જે કાંઇ થોડુંઘણું પાપ ન ગમતું હોય તે દુઃખ આપે છે માટે જ ને ? કે સંસાર વધે છે માટે નથી ગમતું ?
આચાર્યભગવંત કહેતા હતા કે – જેને દેવલોકમાં જવું હોય એણે નરકમાં જવા તૈયાર થઇ જવાનું. જેને દેવગતિ ન ગમે એની નરકગતિ તૂટે. સ0 પુણ્ય દેવલોક અપાવે.
પુણ્ય દીક્ષા પણ અપાવે છે, લેવી છે ? નાના છોકરાને સંસ્કાર આપો કે - પાપથી નરકમાં જવાય, રાત્રિભોજન એ નરકનું દ્વાર છે પણ રાત્રિભોજન એ સંસારનું દ્વાર છે – એમ કહ્યું ખરું? ભય તો સંસારનો જોઇએ, દુઃખનો નહિ, ભગવાને દુ:ખ હસતા મોઢે ભોગવ્યું, સુખ હસતે મોઢે નથી ભોગવ્યું, દુ:ખમાં પ્રસન્નતા હતી, સુખમાં નહિ, આપણે દુ:ખ નથી ભોગવ્યું એવું નથી. નાના હતા ત્યારે જમીન પર પણ સૂઇ જતા. મોટા થયા પછી ન ફાવે ને ? સ0 મળી ગયું એટલે શક્તિ ખૂટી ગઇ.
ખૂટેલી શક્તિને મેળવવી હોય તો મળેલું છોડી દો. પુણ્ય છૂટશે એટલે શક્તિ મળી જશે. જે કારણસર શક્તિ ગઇ છે એ કારણ જશે એટલે શક્તિ પાછી આવી જશે. પહેલાંના કાળમાં ઘરમાં પંખો આવે એને લોકો છાકટા કહેતા હતા. મળ્યું છે માટે ભોગવો છો કે ગમે છે માટે ? ભગવાને દુઃખ ભોગવ્યું, આપણા ગુરુઓ દુ:ખ ભોગવે માટે ચઢિયાતા છે અને એમના અનુયાયી થઇને આપણે સુખ ભોગવીએ : આપણને શરમ ન આવે ? સ0 સામે ભરતચક્રવર્તીનું દૃષ્ટાંત આવે છે.
તમને તો દૃષ્ટાંત લેતાં પણ નથી આવડતું. એમણે માંગીને ભોગવ્યું કે ભોગવવું પડયું ? જ્યારે ભરત-બાહુબલીજીનું યુદ્ધ થયું ત્યારે, જ્યારે શ્રી ભરતજી હારી ગયા ત્યારે ‘હું હારી ગયો છું માટે આ બધું તમે લઇ લો’ આ પ્રમાણે કહ્યું. હારી ગયા પછી પણ રાજ્ય બાહુબલીજીને સોંપવા તૈયાર થયા. સુખ છોડતાં આવડે એને સુખ ભોગવવાનો અધિકાર અપાય. તમે પણ ગાડી ચલાવતાં આવડે એને ગાડી સોંપો ને ? ચક્રવર્તીને કોઇ જાતનો ભય ન હોવા છતાં “સંસારનો ભય વધે છે, આત્માની કતલ ન કરો” એવું સંભળાવનારા માણસો રાખ્યા હતા. તમે કોઇને રાખ્યા છે ખરા ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર