________________
સ૦ અમને તો અમારા દોષ લાગતા જ નથી, પરિપૂર્ણ છીએ એવું લાગે. તમને તમારા દોષો દેખાતા નથી - એ જ મોટામાં મોટો દોષ છે. આપણી પાસે જે જ્ઞાન છે તે જ્ઞાન આપણી જાતને સુધારવા માટે છે, પારકાને સુધારવા માટે નહિ. આજે આપણો ધર્મ તારક બનતો નથી તે આપણી આસક્તિના કારણે. બાકી ધર્મ તો તારક છે. કર્મ કાપવા માટે ધર્મ કેવો જોઇએ ? તીક્ષ્ણ જોઇએ ને ? આ તીક્ષ્ણતા આસક્તિના કારણે બૂઠી થઇ ગઇ છે. આજે દાન આપનારને પૈસો ગમે છે, તપ કરનારને પણ ખાવાનું ગમે છે. શિયળ પાળનારને પણ વિષયો ગમે છે. એ જ રીતે મોક્ષ પણ ગમે છે અને સંસાર પણ ગમે છે : આથી જ આપણા દાનશીલતપ અને ભાવ : આ ચારે ધર્મ નકામા જ જાય છે. કૂવાનું પાણી ગંધાતું હોય ત્યારે પાણી ઉલેચવામાત્રથી ગંધાવાનું બંધ ન થાય, એ પાણી જેના કારણે ગંધાતું હોય તે મડદું કૂવામાંથી બહાર કાઢવું પડે ને ? એ જ રીતે આપણી પાસે પણ દોષનું મડદું પડ્યું છે માટે આપણો ધર્મ ગંધાય છે. આ દોષોને દૂર કરવા માટે તો ગુરુનું અનુશાસન છે. ગુરુનું અનુશાસન ઝીલ્યા વિના દોષો દૂર નહિ થાય. મનમાં ગુસ્સો ગમે તેટલો આવ્યો હોય તોપણ વચનમાં કે કાયામાં આવવા દેવો નથી. આપણું મન દોડે છે તે વચન, કાયાનો સાથ મળવાના કારણે દોડે છે. એક વાર વચનકાયાનો સાથ આપવાનું બંધ કરીએ તો મનની દોડ ઘટી જવાની, થાકી ગયેલું મન દોડાદોડ નહિ કરે, શાંત થઇ જશે. પરંતુ સૌથી પહેલાં દોષ કાઢવાનો સંકલ્પ કરવાની જરૂર છે.
સાધુભગવંતોને હિતશિક્ષાનો આશ્રવ હોય જ. જો આ હિતશિક્ષાનો આશ્રવ ન હોય તો સાધુનું ભાગ્ય પરવારી ગયું છે - એમ માનવું પડે. જ્ઞાન ઓછું હોય તો ચાલે, શ્રદ્ધા ઓછી હોય તો ચાલે, ચારિત્રનું પાલન ઓછું હોય તોય ચાલે, પણ હિતશિક્ષા વિના ન ચાલે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રની ખામીને પૂરવાનું કામ આ હિતશિક્ષા કરે છે. હિતશિક્ષા વિના સાધુપણાનું પાલન કરવાનું કામ શક્ય નથી. સાધુપણામાં ગુરુની જરૂર હિતશિક્ષા માટે જ છે. જેને માથે ગુરુ ન હોય તેના
દર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાધુપણામાં કોઇ માલ નથી. પહેલાના કાળમાં નામસ્થાપનને જ દીક્ષા માનતા હતા અને નામકરણવિધિમાં પણ સૌથી પહેલાં ગુરુનું નામ જણાવ્યા પછી સાધુનું પોતાનું નામ જણાવવામાં આવે છે. ભૂતકાળના પાપયુક્ત આત્માનો ત્યાગ કર્યા પછી એનું નામ પણ યાદ કરવાની જરૂર નથી. સાધુ મહાત્માને કોઇ ગૃહસ્થપણાનું નામ પૂછે તો તેઓ પ્રાયઃ જણાવે નહિ. કારણ કે સાધુભગવંતો પૂર્વસંયોગોનો ત્યાગ કરીને આવતા હોય છે. સંસાર છોડતી વખતે શરીરનો ત્યાગ કરી શકાય એવું ન હોવાથી શરીર સાથે લઇને આવીએ પણ તેનું પૂર્વનું નામ તો છોડી જ દેવાનું. જે નામ ભૂલી જવાનું છે - એ નામ યાદ કરવાનું કામ શું છે ? આ તો આચાર્યભગવંતના ગુણાનુવાદમાં પણ આ બધું બોલ્યા કરે કે અમુકની કુક્ષિએ જન્મ્યા, અમુક ગામના રતન... આપણે કહેવું પડે કે તેમના સાધુપણાના ગુણો ઓછા છે કે ગૃહસ્થપણાના યાદ કરવા પડે ? સર્વ ગૃહસ્થપણામાં પણ ઉત્તમ હતા - એમ કહેવાય ને ?
ગૃહસ્થપણામાં ઉત્તમતા ન હોય, સાધુપણામાં જ ઉત્તમતા હોય. ગૃહસ્થપણું છોડ્યું માટે જ તો ઉત્તમતા આવી. હવે ગૃહસ્થપણાને યાદ કરવાનું કામ શું છે ? આ તો સંસારીપણાનું ઘર જોવા પણ જાય અને બોલે કે - ‘આ સાહેબનું ઘર.’ આપણે કહેવું પડે કે ‘આ સાહેબનું ઘર નથી, સાહેબે જે છોડ્યું તે ઘર છે...' તમને તો ગુણાનુવાદ કરતા પણ નથી આવડતા. આપણી વાત તો એ છે કે - જે ગુરુની હિતશિક્ષાને સાંભળે નહિ તેઓ અનાશ્રવ છે અને આવા અનાશ્રવ જીવો સ્થૂલવ્રતવાળા હોય. જે ગુરુના વચનમાં રહે તે જ સૂક્ષ્મતાથી વ્રતનું પાલન કરી શકે. સાધુપણામાં આવ્યા પછી પણ જો સ્થૂલથી વ્રત પાળીએ તો અનંતગુણ હાનિ થઇ - એમ સમજવું. ઉપર ઉપરથી વ્રતનું પાલન કરવું તે સ્થૂલવ્રત. આ તો મુમુક્ષુ અમને પૂછવા આવે કે સાધુપણામાં ફરજિયાત કેટલું ? આવાને શું કહેવું ? તમારે ત્યાં પરણીને આવનાર પૂછે કે તમારા ઘરમાં ફરજિયાત કેટલું ? તો તમે શું જવાબ આપો ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૩