________________
પોતાના દંડથી તે સાધુના તાજા લોચ કરાયેલા માથા ઉપર માર્યું. શિષ્યના માથામાંથી લોહીની ધારા વહેવા માંડી. આવા વખતે શિષ્ય શું કરવું જોઇએ ? આવા ગુરુને મૂકીને ઘરભેગા થવું જોઇએ ને? આજે તો ગુરુનો સ્વભાવ થોડો માફક ન આવે તો ત્યાંથી છોડીને બીજાને પકડે. બીજા સાથે ન ફાવે તો ત્રીજા સાથે વિચરે. આ રીતે ગુરુ છોડવાની છૂટ થઇ ગઇ છે. એના બદલે એવો નિયમ કરવામાં આવે કે જે ગુરુની પાસે દીક્ષા લીધી હોય તેને ઓઘો પાછો સોંપી ઘરભેગા થઇને નવેસરથી બીજા ગુરુ પાસે દીક્ષા લેવી... તો વાતવાતમાં ગુરુને છોડવાનું ન બને. આ શિષ્ય તો આવા દંડપ્રહારથી ભાગી તો નથી જતો, ઉપરથી ગુરુની નજીક આવીને ગુરુની સાથે ચાલે છે કે જેથી તેમને સ્કુલના ન થાય. મોઢેથી એકે દુર્વચન બોલતો નથી અને મનથી પણ આ રીતે શુભચિંતન કરે છે કે - “તે શિષ્યોને ધન્ય છે કે જેઓ કાયમ માટે ગુરુને પ્રસન્ન કરે છે. પોતાના શિષ્યસમુદાય સાથે શાંતિથી સ્વાધ્યાય કરતા આ ગુરુને મેં નકામા સંતાપિત કર્યા. હું અધન્યમાં પણ અધન્ય છું કે – દીક્ષા લેતાંની સાથે ગુરુને આટલા સંતાપવાનું કામ કરું છું...’ આ વિચારધારા કેવી છે ? મહાપુરુષોએ તેમના પરિણામની ઝીણામાં ઝીણી નોંધ લઇને બતાવી છે. ગુરુ દંડનો માર મારે ત્યારે પોતે મારથી બચવા દૂર નથી ચાલતા, ગુરુને પીડાથી બચાવવા પાસે આવે છે. ગુરુના ગુસ્સાનો વિચાર નથી કરતા, પોતે ગુસ્સો કરાવ્યાનો પશ્ચાત્તાપ કરે છે. આ પશ્ચાત્તાપ એ કર્મનિર્જરાનું અદ્ભુત સાધન છે. આ શુભ ભાવમાં આરૂઢ થયેલા તે શિષ્યને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેને કેવળજ્ઞાન જોઇએ તેને ગમે ત્યાં ગમે ત્યાંથી મળી જાય. જેને જોઇતું નથી તેને ક્યાંય ન મળે.
આપણો સ્વભાવ એવો ન હોવો જોઇએ કે શાંત સ્વભાવવાળા પણ ગુસ્સે થઇ જાય. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે શાંત રહેવા માંગીએ તોપણ સામો માણસ એવું વર્તન કરે કે આપણને ગુસ્સો આવી જાય અને ઘણી વાર એવું ય બને કે સામો શાંત હોય તોપણ આપણા દુર્વર્તનના કારણે આપણે તેને પરાણે ગુસ્સે કરીએ છીએ. આ બંન્ને ૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ્રકારની વિચિત્રતામાંથી આપણે પસાર થતા હોઇએ છીએ. આ વિચિત્રતામાંથી બહાર નીકળવું હોય તો ઉભયથા આપણો સ્વભાવ જ સુધારવાની જરૂર છે. કોઇ ગમે તેટલાં નિમિત્ત આપે તોપણ તેમાં તેનો વાંક નથી, આપણા જ કર્મનો દોષ છે આટલું વિચારીએ તો આપણો શાંતસ્વભાવ ચલાયમાન થાય નહિ. જો રસ્તામાં પથ્થર આવે ને ઠેસ વાગે તો પથ્થર ઉપર ગુસ્સો ન આવે ને ? તેમ આપણને જેટલાં પણ નિમિત્તો મળે છે તે પથ્થર જેવાં છે, તેના ઉપર ગુસ્સો કરવાનું શું કામ છે ? એ જ રીતે આપણું વર્તન, આપણો સ્વભાવ એવો હોવો જોઇએ કે સામાના સંતપ્ત સ્વભાવને પણ તે ઠારે. આવા જ સ્વભાવવાળા શિષ્યનું દૃષ્ટાંત આપણે જોઇ રહ્યા છીએ. તેમાં ગુરુ તરફથી જે આક્રોશપરિષહ આવ્યો તેને પણ સમતાથી સહન કરી લીધો તો ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામી ગયા. હજુ તો દીક્ષા લઇને આઠદસ કલાક જ થયા છે. છતાં જે રીતે પરિષહ વેઠ્યો તેના યોગે સહજમાં કેવળજ્ઞાન પામી ગયા. એવામાં રાત્રિ પૂરી થવા આવી. સવાર પડી, અજવાળું થયું. એટલે ગુરુએ લોહીથી રંગાયેલું શિષ્યનું માથું જોયું. એ જોતાંની સાથે જ કોપાયમાન થયેલા ગુરુ પણ શાંતરસમાં ઝીલવા માંડ્યા. સામાને શાંત કરવા માટે આપણે કશું બોલવાની જરૂર નથી, માત્ર પરિષહ સમતાથી વેઠી લઇએ તો સામો પણ યોગ્ય હોય તો શાંતરસમાં ઝીલવા માંડે. અહીં પણ શાંત થયેલા ગુરુ વિચારે છે કે - “આ નવીનશિષ્યની ક્ષમા અદ્ભુત છે. મારો ગુનો પણ પરાકાષ્ઠાએ છે અને આની ક્ષમા પણ પરાકાષ્ઠાએ છે. મારો ગુનો મોટામાં મોટો છે અને આની ક્ષમા ઉત્તમમાં ઉત્તમ છે. દંડથી હણાયા પછી આ શિષ્ય મોઢેથી એક હરફ પણ ઉચ્ચારતો નથી, એના શરીરમાં કોઇ વિકાર. પણ દેખાતો નથી અને મુખ ઉપરની પ્રસન્નતા પણ એવી ને એવી જ છે...” આ પણ એક વિશેષતા છે ને ? આજે આપણે કદાચ ખાનદાન હોવાથી સામું ન બોલીએ તોપણ પહેલાની જેમ કામ કરીએ – એવું તો ન બને ને ? વેઠવાના અભ્યાસ વિના સાધુપણું સુલભ નથી. જેને વેઠવું છે તેને કોઈ જાતની તકલીફ નથી. અને જેને સુખ ભોગવવું છે તેને ડગલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર