________________
સ0 પુણ્ય તો અમારું ને ?
પુણ્ય જો તમારું હોય તો તમને મૂકીને ન જાય. જે તમને મૂકી જાય તે તમારું ન હોય. આપણું કોઇ નથી અને કોઇના આપણે નથી. નમિ રાજર્ષિએ દીક્ષા લીધી ત્યારે ઇન્દ્રમહારાજાએ તેમની મિથિલાનગરી બળતી દેખાડી. ત્યારે નમિરાજર્ષિ કહે છે કે મારું કાંઇ બળતું નથી. એક વૃક્ષ ભાંગી ગયું ત્યારે તે વૃક્ષ ઉપરના પક્ષીઓ રડવા લાગ્યા, કાગારોળ કરવા લાગ્યા. આ દુ:ખ વૃક્ષ ભાંગી ગયાનું હતું કે પોતાનો આશ્રય ગયાનું હતું ? આપણા જવાના કારણે કોઇ દુઃખી નથી થતું, પોતાનો સ્વાર્થ હણાવાના કારણે લોકો દુઃખી થાય છે. શાસ્ત્રમાં એક વાત આવે છે. એક મા-બાપને તેમના પુત્ર ઉપર બહુ જ રાગ હતો. એક વાર તે પુત્ર ભગવાનની દેશના સાંભળી ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા લેતાંની સાથે તે કાળધર્મ પામી દેવલોકમાં ગયા. એવામાં તેનાં માતા-પિતા ત્યાં આવી રોકકળ કરવા લાગ્યાં. તે વખતે તે દેવ થયેલ પુત્ર ત્યાં આવ્યો અને તેમને રોવાનું કારણ પૂછવા લાગ્યો. માતા-પિતાએ પુત્ર કાળધર્મ પામ્યાથી રુદન કર્યાનું જણાવ્યું. ત્યારે દેવે પૂછ્યું કે ‘તમારે તમારા પુત્રના શરીરનું કામ છે કે આત્માનું ? જો શરીરનું કામ હોય તો આ મડદું પડ્યું છે ઘરે લઇ જાઓ અને આત્માનું કામ હોય તો આ હું ઊભો છું.’ હવે મા-બાપ શું કરે ? એ માતા-પિતા તો ત્યાં પ્રતિબોધ પામ્યા અને તેમણે દીક્ષા લીધી. તૃષ્ણા છે મારવી હશે તો મારાપણાની બુદ્ધિ કાઢવી પડશે. ‘મારું, મારા કામનું અને મારા માણસોનું...' આ ત્રણે વૃત્તિ તૃષ્ણાને જીવતી રાખે છે. આ ત્રણ પરિણામનો મોક્ષ થાય, ત્રણ પરિણામ છૂટે તો તૃષ્ણા શાંત થઇ જાય.
કરે. કારણ કે સાધુપણા સિવાય મોક્ષ મળી શકે એવું નથી. સાધુપણામાં સૌથી મુખ્ય ગુણ વિનય છે. વિનય વિના કોઇ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મળતી નથી. આ વિનય આત્મા ઉપર લાગેલાં આઠે કર્મોને દૂર લઈ જવાનું કામ કરે છે. આ વિનય-અધ્યયનની આપણે શરૂઆત કરી છે. થોડું દુઃખ વેઠીને પણ કાયમ માટે દુ:ખનો અંત આવે તેવી આ સાધુપણાની ચર્ચા છે. સાધુપણામાં સૌથી પહેલો વિનય બતાવ્યો છે કે ગુરુની પાસે રહીને ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવો. ગુરુની પાસે રહેવાનું છે તે ગુરુનું અનુશાસન ઝીલવા માટે રહેવાનું છે. દુનિયામાં બીજી વસ્તુ બીજાની પાસેથી મળી જાય પણ અનુશાસન તો માત્ર ગુરુ પાસે જ મળે છે. સ0 અનુશાસનનો અર્થ શું ?
વ્યક્તિગત હિતશિક્ષા તેનું નામ અનુશાસન. બધાને સમષ્ટિગત હિતશિક્ષા આપવી તે શાસન અને વ્યક્તિગત હિતશિક્ષા આપવી તે અનુશાસન, તમારી ભાષામાં કહીએ તો પેપરમાં રોગની દવા બતાવેલી હોય તે શાસન અને કોઈ ડૉક્ટર આપણું નિદાન કરીને દવા આપે તેનું નામ અનુશાસન. રોગ કેટલા પ્રકારના હોય તે પુસ્તકમાં બતાવેલું હોય તેનું નામ શાસન. આપણને કયો રોગ નડે છે તે ડૉક્ટર જણાવે તેનું નામ અનુશાસન. તમારી ભાષામાં બીજી રીતે કહેવું હોય તો દુ:ખતી નસ દબાવવી તેનું નામ અનુશાસન. પહેલાં શાસન હોય અને શાસન મળ્યા પછી અનુશાસન મળે. અને એટલે પશ્ચાતુ-પાછળથી. આપણને જૈન શાસન તો મળી ગયું છે, અનુશાસન મેળવવાનું બાકી છે. શાસન તો પુણ્યથી મળી જાય. અનુશાસન યોગ્યતા વિના ન મળે. સ, અનુશાસન યોગ્યતાથી મળે કે તેના માટેના પુરુષાર્થથી ?
જે પુરુષાર્થ કરે તેનામાં યોગ્યતા છે – એમ સમજી લેવું. પુણ્યથી મળેલું શાસન પણ ફળે ક્યારે ? જ્યારે અનુશાસન ઝીલીએ ત્યારે. આજે શાસનમાં જે કાંઇ અંધાધૂંધી ફેલાઈ છે તે અનુશાસનના અભાવના કારણે ફેલાઇ છે. ગુરુભગવંત જો અનુશાસન કરતા રહ્યા હોત તો આપણે આ સંસારમાં રહ્યા ન હોત. આપણે દીક્ષા લેવાની યોગ્યતા આપણી પાસે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
अणुसासिओ न कुप्पिज्जा०
આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાધુસાધ્વીને ઉદ્દેશીને રચાયું છે. મહાપુરુષો જ્યારે પણ વાત કરે, ત્યારે મુખ્યપણે સાધુપણાની જ વાત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
દ0