________________
આપણે એક વાર એ વાત કાને ધરી નથી. જ્ઞાનીઓએ જે માર્ગ બતાવ્યો છે તેમાં તો કોઇ જાતની કચાશ નથી જ. જે ખામી છે તે આપણી આ સુખની લાલચની છે. સ0 અમે સુખ ભોગવીએ એમાં જ્ઞાનીઓને શું વાંધો છે ?
તમે સુખ ભોગવો એમાં જ્ઞાનીને કોઈ વાંધો નથી પણ એ સુખની સાથે જે દુ:ખ રહેલું છે તેની જ્ઞાનીઓને ચિંતા છે. તમને સુખ જોઇએ છે, પણ એની સાથે દુ:ખ પણ આવે છે – માટે જ્ઞાનીઓએ આ માર્ગ બતાવ્યો છે. આ સંસાર મોહના અંધકારથી વ્યાપ્ત છે. બે કલાક લાઇટ જાય તો લોકો રાડારાડ કરી મૂકે અને લાઇટ આવે તો ચીચીયારી મારે. થોડા સમય માટે અંધારું પાલવતું નથી તો સંસાર તો મોહના અંધકારથી વ્યાપ્ત છે. તેમાં કઈ રીતે પાલવે ? ભગવાને આપણા દુ:ખની ચિંતા કરી, તેમાંથી ભગવાન ભગવાન થયા. મોહથી ભરેલા આ સંસારમાં ધર્મરૂપી તેજ-પ્રકાશ વિદ્યમાન હોવા છતાં પણ લોકો કેમ અથડાયા કરે છે - એવી ચિંતા કરવાના કારણે ભગવાને તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી. ભગવાને માત્ર પોતાના જ દુઃખની ચિંતા કરી હોત તો ભગવાન સિદ્ધ થયા હોત. એના બદલે ભગવાને આપણા પણ દુઃખની ચિંતા કરી તેમાંથી તો ભગવાન અરિહંત થયા. આ સંસારમાં તમને સુખ દેખાય છે, જ્ઞાનીઓને દુઃખ જ દેખાય છે. તમને તો થોડું સુખ મળતું હોય તો થોડું દુ:ખ પણ ચાલે એવું છે ને ? થોડું સુખ મળતું હોય તો પૂરું સુખ નથી જો ઇતું ને ? સ0 આશા તો અમર છે ને ?
આશા તમે મૂકી નથી દેતા માટે મરતી નથી. એક વાર મૂકી દો તો કામ થઇ જાય. આશા અમર છે - એનો અર્થ એટલો જ છે કે આપણે મર્યા પછી પણ આશા મરતી નથી માટે આશા અમર છે. આ આશાને મૂક્યા વિના તૃષ્ણા નહિ જાય. આપણા કરતાં તો પેલું શિયાળ સારું. શિયાળ એક વાર દ્રાક્ષ લેવા માટે ઘણો પ્રયત્ન કર્યો, કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન મળી તો છેવટે દ્રાક્ષ ખાટી છે, નથી જોઇતી – એમ કહીને શિયાળ ચાલવા માંડ્યું. આપણે તો ન મળવા છતાં પણ આશામાં ને આશામાં જ બેઠા
છીએ - તો શિયાળ કરતાં મૂરખ છીએ ને ? આ સંસારમાં જે કાંઇ દુ:ખ છે તે ઇચ્છાના યોગમાં છે અને ઇચ્છાના વિયોગમાં સુખ છે. આજે ઘણા ફરિયાદ કરે છે કે સમાધિ નથી રહેતી, પણ સાથે અસમાધિનું કારણ દૂર નથી કરવું. કોઇ રોગી એવો જોયો કે રોગની ફરિયાદ કરે અને દવા ન લે ? અસમાધિ સુખ ભોગવવાની ઇચ્છામાંથી પેદા થાય છે. રોગ આવે ને એ રોગ સહન કરી લઇએ તો અસમાધિ થવાનો પ્રસંગ જ ન આવે. સ0 સાધુસાધ્વી દવા કરે ને ?
- સાધુસાધ્વી દવા ન કરે. દવા કરે તો પણ સાધુપણામાં કરાય છે - માટે દવા ન કરે, પોતાનાથી સહન થતું નથી માટે દવા કરે છે. સાધુસાધ્વીને દવા કરવાની છૂટ છે - એવું નથી. સુખ ભોગવવું અને દુ:ખ ટાળવું - એ પાપ છે, એની રજા ભગવાનના શાસનમાં ન મળે. તમને એકાસણાનું પચ્ચખ્ખાણ આપીએ તેમાં એક વાર ખાવાનું પચ્ચખ્ખાણ નથી આપ્યું, એકથી વધારે વાર ન ખાવાનું, બે વાર ન ખાવાનું પચ્ચખ્ખાણ આપ્યું છે. બેસણામાં ત્રણ વાર ન ખાવાનું પચ્ચખાણ છે. નવકારશીમાં સૂર્યોદય પછી બે ઘડી સુધી ન ખાવાનું પચ્ચખાણ છે. વિરતિનું પચ્ચખ્ખાણ હોય, અવિરતિનું પચ્ચખાણ ન હોય. સુખ ભોગવનારા ભગવાનના શાસનમાં મળે પણ સુખ ભોગવવાની વાત કરનારા ભગવાનના શાસનમાં ન હોય. સુખ ભોગવવાના કારણે વિરતિનો નાશ થાય છે, માટે સુખ નથી ભોગવવું. મોક્ષની ઇચ્છા પેદા કરવાનું કામ કપરું છે. એક વાર સંસારની ઇચ્છા મરે તો મોક્ષની ઇચ્છા પ્રગટશે. આવેલા વિરતિ જેવા ગુણનો નાશ કરવાનું કામ તૃષ્ણા કરે છે. તેથી જ શાસ્ત્રકારોએ સાધુસાધ્વીને પણ તૃષ્ણાથી દૂર રાખ્યા છે. આ તૃષ્ણાને દૂર કરવાનો ઉપાય બીજી લીટીમાં જણાવ્યો છે કે આત્મીયગ્રહના કારણે તૃષ્ણા થાય છે. “આ મારું છે' એવો આગ્રહ જ તૃષ્ણાને જીવતી રાખે છે. જો આ આત્મીયગ્રહ છૂટે તો તૃષ્ણા મરી જાય, પુણ્યથી મળેલી ચીજ પણ પુણ્યની છે, મારી નથી.
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ૯