________________
તેને છાત્ર કહેવાય. દોષો ગુરુના તો શું, કોઇના પણ ગાવાના નથી. સામાન્ય માણસની પણ નિંદા ન કરવાની હોય તો ઉપકારી એવા વડીલજનોની નિંદા તો કોઇ સંયોગોમાં ન કરાય. દોષ ગાવાના કારણે દોષ આપણામાં આવે, ગુણ ગાવાના કારણે ગુણ આપણામાં આવે છે. આપણે ગુણ-દોષ જોવાના બદલે ભગવાનનું વચન જોઇને ચાલવા માંડવું છે.
ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે જયારે પણ જઇએ ત્યારે ગુરુ અનુશાસન કરે તો ગુસ્સો ન કરવો : એમ આચાર્યભગવંત આપણને ફ૨માવે છે. કારણ કે ભણાવનાર માણસ ભણાવવા બેસે ત્યારે ભણનાર પ્રમાદ કરે તો ગુસ્સો કરવો પડે ને ? ગુરુભગવંત ભણાવશે ત્યારે અનુશાસન કરશે જ – એ પ્રમાણે સમજીને જ આવી હિતશિક્ષા આપી છે. ગુરુભગવંત કઠોર અનુશાસન કરે ત્યારે પણ ગુસ્સો ન કરવો. સ0 અનાદિનો સ્વભાવ પડી ગયો હોય તો ગુસ્સો આવી જાય.
આવી જાય તોપણ કરવો નથી. ધીમે ચાલવાનો સ્વભાવ હોય અને આગ લાગે તો સ્વભાવ જાય ને ? તો ગુસ્સાનો સ્વભાવ પણ જાય. ગુસ્સાના સ્વભાવવાળાને એક વાર હૃદયરોગનો હુમલો આવે તો ગુસ્સાનો સ્વભાવ કાબૂમાં આવે ને ? સંસાર દાવાનળજેવો લાગે તો દુષ્ટ સ્વભાવ પણ બદલાતાં વાર ન લાગે. એક કાકાએ વ્યાખ્યાનમાં ગુસ્સાની ભયંકરતા સાંભળીને ગુસ્સો ન કરવાનો નિયમ લીધો હતો. એ વાતની ભત્રીજાને ખબર પડી એટલે એણે કાકાની પરીક્ષા માટે જમણવારનો પ્રસંગ ગોઠવ્યો, કાકા સિવાય બધાને ઘેર જઇને આમંત્રણ આપ્યું. કાકીએ ના પાડવા છતાં કાકા તો ઘરનો જ પ્રસંગ છે માટે આમંત્રણ ન હોય એમ કહીને જમણવારમાં પહોંચી ગયા. ત્યાં ગયા પછી ભત્રીજો સામે ય જોતો નથી, આવકાર આપતો નથી, વગર આવકારે આવી ગયા તોપણ જમવા બેસાડતો નથી, જાતે જમવા બેસી ગયા તોય પીરસતો નથી. કાકી ઇશારાથી ના પાડ્યા કરે છે અને કાકા તો ઘરનો પ્રસંગ સમજીને ગુસ્સો કર્યા વિના જાતે થાળી પીરસવા ઊઠ્યા. કાકાને આ નિમિત્તો કેવાં મળ્યાં હતાં ? ભલભલાને ગુસ્સો આવે એવાં ને ? નિમિત્તો તો મળે , આપણે ટાળવાં પડે. છેવટે ભત્રીજાએ
કાકાના પગમાં પડીને માફી માંગી કે આપની પરીક્ષા માટે આ બધું નાટક હતું. કાકા પરીક્ષામાં પાસ થયા. આપણી પરીક્ષા કોઇ કરે તો ? ગુસ્સો ખરાબ લાગે, નુકસાનકારક લાગે તો કાઢતાં વાર ન લાગે. શિષ્યને જ્ઞાન આપવું હોય તો તે પ્રમાદ કરે નહિ તેની કાળજી તો રાખવી પડે. શિષ્યના પ્રમાદને દૂર કરવા ગુસ્સો-કડકાઇ કરવી પડે. તેવા વખતે સામે ગુસ્સો ન કરાય. અનુશાસન જેવી, ખરાબમાં ખરાબ લાગે એવી ચીજ બીજી એકે નહિ હોય પણ સાથે ઉપયોગીમાં ઉપયોગી પણ આ જ ચીજ છે. જો ગુરુ અનુશાસન ન કરે તો ગુરુ ભણાવવાના બદલે વેઠ ઉતારે છે – એમ માનવું પડે. વિનયી શિષ્યને ગુરુની હિતશિક્ષા ન મળે તો દુ:ખ થાય કે મને આટલો અયોગ્ય કેમ ધારી લીધો ?” સ0 એટલે ગુરુ પાસે વાત્સલ્યની અપેક્ષા ન રખાય ?
વાત્સલ્ય જ જોઇતું હોય તેણે સાધુ ન થવું. ઘરમાં પત્ની તથા માતા વગેરે વાત્સલ્ય આપનારા હતા જ. તેમનું વાત્સલ્ય છોડીને આવ્યા પછી અહીં તેની અપેક્ષા શા માટે રાખવી ? ઘરમાં તો લગભગ વાત્સલ્યનું પૂર એટલું વહે છે કે તમે એમાં તણાઇ જાઓ. ઘરમાં જે નથી મળતું તે લેવા માટે અહીં આવવાનું. પંપાળીને મોક્ષમાર્ગે ન ચડાવાય. શિષ્યની ભૂલ સુધરે – એવો માર્ગ કડકાઇથી પણ બતાવવો પડે. ગુરુ પાસે ભણતી વખતે ગુરુ ઠપકો આપે કે ધ્યાન નથી આપતા, ત્યારે એવું ન કહેવું કે
હું તો ધ્યાનથી સાંભળું છું” આવું બોલવું એ અવિનય છે. સ0 ખોટી ભૂલ બતાવે તોય સ્વીકારી લેવાની ?
એમાં પૂછવાનું? આની કબૂલાત તો અભુઢિઓ ખામતી વખતે કરેલી જ છે. ‘તુર્ભે જાણહ અહં ન જાણામિ' બોલો છો - એનો અર્થ શું ? આપણી દૃષ્ટિએ જે ભૂલ ન હોય અને ગુરુની દૃષ્ટિએ ભૂલ થઈ હોય તેનું પણ મિચ્છામિ દુક્કડ આપવાની વાત ત્યાં છે. તેથી ગુરુ ભૂલ ન હોવા છતાં બતાવે તો સ્વીકારી લેવી, ગુસ્સો ન કરવો. હવે જણાવે છે કે ગુસ્સો ન કરવો તો શું કરવું ? તો કહે છે કે ગુસ્સો તો ન કરવો સાથે ઉપેક્ષા પણે ન કરવી પરંતુ ક્ષમા ધારણ કરવી. મારા ગુરુમહારાજ કહેતા હતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪પ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર