________________
એક વાર મોક્ષનું અર્થીપણું પ્રગટે તો બીજા બધા ગુણો એમાં સમાઇ જવાના. મોક્ષાર્થી બન્યા વિના એકે ગુણ નહિ મળે. સાધુપણામાં પણ શિષ્ય મળે પુણ્યથી પણ શિષ્યની ઇચ્છા થાય એ પાપનો ઉદય છે. પુણ્ય પણ જો પાપના ઉદયમાં ભોગવાતું હોય, જે પુણ્ય બાંધ્યા પછી ભોગવવાનું ન હોય એવું પુણ્ય બાંધવાનું શું કામ છે ? જેને પુણ્ય બાંધવાની ઇચ્છા હશે તેને પુણ્યાનુબંધી પુણ્ય નહિ બંધાય. માટે પુણ્યની અપેક્ષા રાખ્યા વિના મોક્ષનું અર્થીપણું કેળવી નિર્જરા માટે પ્રયત્ન કરી લેવો છે.
निसन्ते सियाऽमहरी बुद्धाणं अन्तिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा निरट्ठाणि उ वज्जए ॥१-८॥
શાલિભદ્રજીએ પણ એક એકના ત્યાગનો પુરુષાર્થ કર્યો ને? પુણ્ય ભોગવે તેને ક્ષયોપશમભાવ ન મળે. અનુકૂળતાનું અર્થીપણું હોય તેને સમ્યકત્વ ન મળે, અનુકૂળતા છોડવા પુરુષાર્થ ન કરે તેને ચારિત્ર ન મળે. તમે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતાની વાત નકામી જ કરો છો. તમને તો પાપાનુબંધી પુણ્ય પણ ચાલે એવું જ છે ને ? તો પુણ્યાનુબંધી પુણ્યનું નામ નકામું શા માટે લો છો ? તમારે તો પુણ્યનું જ કામ છે ને ? શાસ્ત્રકારો કહે છે કે પાપ ભોગવીને પૂરું કરવું છે ને પુણ્ય ભોગવ્યા વગર પૂરું કરવું છે. સાધુ શાતા ન ભોગવે અને અશાતા ભોગવ્યા વિના ન રહે. આપણે કર્મ નથી બાંધવાં, નિર્જરા કરવી છે. સ0 પુણ્યની સહાય નિર્જરા માટે ખરી ને ?
નિર્જરા માટે તો પાપ પણ સહાયક છે. ખંધક મુનિ તો મનમાં આનંદ પામ્યા હતા કે કર્મ ખપાવવાનો આ અવસર આવ્યો છે. તેમને પાપ પણ નિર્જરામાં સહાયક બન્યું, તમને સહાય જોઇએ છે ને ? જે પુણ્ય નિકાચિત હોય ને ભોગવ્યા વગર ખપે એવું ન હોય તે રોગની જેમ ભોગવીને પૂરું કરવાનું. અમુક રોગ દવાથી ન જાય, ભોગવીને જ જાય, તેના જેવું નિકાચિત પુણ્ય છે. શ્રી પૃથ્વીચંદ્રજીની સજઝાયમાં જણાવ્યું છે કે ગીત તેમને વિલાપજેવા લાગતા હતા, અલંકાર શરીર ઉપરના ભાર જેવા લાગતા હતા, નાટક કાયક્લેશ જેવા લાગતા હતા અને વિષયભોગો રોગજેવા લાગતા હતા. પુણ્યથી મળનારી ચીજ મોક્ષમાં જવા માટે કામની નથી, તેને છોડયે જ છૂટકો થવાનો. જે દરિદ્ર હોય તે માંગે તો જરૂરિયાત ગણાય, જે શ્રીમંત હોય તે માંગે તો લોભ જ કહેવાય ને ? પુણ્યાનુબંધી પુણ્યના નામે પુણ્યની લાલચ પોષવી એ તો ધર્મના નામે અધર્મને પોષવાજેવું છે.
એક વાર મોક્ષનું અર્થીપણું પેદા થાય તો કોઇ પણ જાતના બાધક નડશે નહિ. સાધક પુણ્યને ઉપાદેય ન માને પોતાનો શત્રુ માને. કર્મમાત્રને શત્રુ માને તે જ કર્મરહિત થવાની સાધના કરી શકે. જે કર્મ વ્યાશી લાખ પૂર્વ સુધી આપણા ભગવાનને હેરાન કરે તે આપણને હેરાન નહિ કરે ?
આ પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ સમજાવતાં વચ્ચે અવિનયનું સ્વરૂપ પણ બે-ત્રણ ગાથાથી સમજાવી ફરી વિનયનું-વિનીતનું સ્વરૂપ સમજાવવાનું શરૂ કર્યું છે. આપણે જોઇ ગયા કે વિનીત સાધુ બુદ્ધઆચાર્યના પુત્રની જેમ સત્કારપૂજાને પાત્ર બને છે. પરંતુ આ વિનીત તે જ બની શકે કે જે મોક્ષાર્થી હોય. જેને મોક્ષમાં જવું હોય તેને આ સંસારમાં કશાની જરૂર ન પડે. આપણા ગુણો આપણી પાસે છે તેને પ્રગટ કરવા માટે આવરણ ખસેડવાની જરૂર છે. આ આવરણ ખસેડવા માટે વિનયનું આચરણ છે. તે કેવા પ્રકારનું છે તે જણાવવા સાથે આચાર્યભગવંતની પાસે કઈ રીતે, શેના માટે રહેવું તે આ ગાથામાં જણાવે છે. આચાર્યભગવંત ગમે ત્યારે હિતશિક્ષા આપે ત્યારે કાયમ માટે નિશાંત થઇને રહેવું. અંદરથી પણ ક્રોધ ન હોય અને બહારથી પણ ગુસ્સો ન હોય તે નિશાંત અવસ્થા છે. ગુરુભગવંત જ્યારે હિતશિક્ષા આપે ત્યારે આપણો સ્વભાવ આડો આવે તો ગુરુ આપણને કઇ રીતે હિતશિક્ષા આપે ? આપણને ગમે કે ન ગમે, પણ ગુરુ કહે છે માટે વાત સારી છે – એમ સમજીને શાંતચિત્તે સાંભળવું છે. ગુરુ પાસે હિતશિક્ષા સાંભળવા માટે રહેવાનું છે, હિતશિક્ષા આપવા માટે નહિ, આજે સમર્થ ગુરુ પાસે રહેનારા પણ ગુરુની વાત સમજવા માટે નહિ, ગુરુને પોતાની વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯
૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર