________________
૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બે નગરો જોવાયાં. તેને બે નગરને, કર્મપરિણામ રાજા વડે આને મહામોહને, ભટભક્તિ દ્વારા આપેલ છે. ll૪૦IL. શ્લોક :
अतः पुरद्वये तत्र, सैन्यमस्य सुभक्तिकम् ।
तथाऽटव्यां च निःशेषमास्ते विग्रहतत्परम् ।।४१।। શ્લોકાર્ચ -
આથી તે પુરદ્વયમાં આનું સૈન્ય મહામોહનું સૈન્ય, સુભક્તિવાળું છે. અને અટવીમાં=ચિતરૂપી અટવીમાં, નિઃશેષ વિગ્રહમાં તત્પર બધા પ્રકારના ઉપદ્રવોમાં તત્પર રહે છે. ll૪૧૫ શ્લોક :
प्रकर्षः प्राह मामेदमनयोः किं क्रमागतम् ।
राज्यम् ? किं वाऽन्यसम्बन्धि, गृहीतं बलवत्तया? ।।४२।। શ્લોકાર્ય :
પ્રકર્ષ કહે છે – હે મામા ! આ=અંતરંગ સામ્રાજ્ય, શું આ બંનેનું કર્મપરિણામ રાજા અને મહામોહ બંનેનું, માગત રાજ્ય છે ?=પૂર્વ પૂર્વની પરંપરાથી પ્રાપ્ત થયેલ છે ? અથવા અન્ય સંબંધી બલવાનપણાથી ગ્રહણ કરાયું છે ? l૪રા શ્લોક :
विमर्शेनोदितं वत्स! नानयोः क्रमपूर्वकम् ।
परसत्कमिदं राज्यं, हठादाभ्यां विनिर्जितम् ।।४३।। શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું - હે વત્સ!આ બેનું કર્મપરિણામ અને મહામોહનું, ક્રમપૂર્વક નથી=ક્રમપૂર્વક પ્રાપ્ત થયેલું રાજ્ય નથી. પર સંબંધી આ રાજ્ય હઠથી આ બંને દ્વારા જિતાયું છે. ll૪all શ્લોક :
યત:जीवः सकर्मको यस्ते, बहिरङ्गजनस्तथा ।
संसारिजीव इत्येवं, मया पूर्वं निवेदितः ।।४४।। શ્લોકાર્ચ -
જે કારણથી જે જીવ સકર્મવાળો, બહિરંગજન અને સંસારી જીવ છે એ પ્રકારે તને મારા વડે પૂર્વમાં નિવેદન કરાયું. ll૪૪ll