Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૨૯
કોઈપણ નિમિત્તથી ચારિત્રમાં અલના થઈ હોય, તો તેની શુદ્ધિ છેદસૂત્રોના આધારે જ થાય છે, તેથી પૂર્વગત સૂત્રોને છોડીને શેષ સૂત્રમાં અર્થની દષ્ટિએ છેદ સૂત્ર બલવત્તર અને મહત્વપૂર્ણ છે.
છેદની પ્રક્રિયા સાધકની શુદ્ધિ માટે છે. જેમ શરીરના હાથ-પગ આદિ કોઈ એક વિભાગમાં સડો થયો હોય, તે અંગની શુદ્ધિ માટે મલમ વગેરે લગાડવા છતાં શુદ્ધિ થતી ન હોય, સડો ધીરે ધીરે આખા શરીરમાં ફેલાવાની શક્યતા હોય, ત્યારે ડોક્ટરો તે દર્દીને બચાવી લેવા માટે ઓપરેશન દ્વારા શરીરના સડી ગયેલા ભાગનું છેદન કરી નાખે છે. દર્દી પણ શરીરના એક ભાગના છેદનને સ્વીકારીને જીવન બચાવી લે છે. તેમ સાધકની સાધનામાં અતિચારોના, પાપ દોષના સેવનથી સડો થતો હોય, આલોચના આદિથી તેની શુદ્ધિ થઈ શકે તેમ ન હોય, વધતું જતું તે દોષ સેવન સમગ્ર સાધનાનો નાશ કરે તેમ હોય, ત્યારે આચાર્ય આદિ સાધકના સાધના માર્ગને સુરક્ષિત રાખવા માટે દોષ સેવનના દંડરૂપે તેને પ્રાયશ્ચિત્ત આપીને તેની શુદ્ધિ કરે છે.
દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમું છેદ પ્રાયશ્ચિત્ત છે. તેમાં અમુક દિવસની દીક્ષા પર્યાયનો છેદ કરીને સાધકની શુદ્ધિ કરાય છે. છેદ સૂત્રોમાં સંયમી જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં થતાં દોષ સેવન તથા તેની શુદ્ધિ માટેના ઉપાય રૂપ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સંક્ષેપમાં શ્રી દશવૈકાલિક સત્ર, શ્રી આચારાંગ સત્ર આદિ આગમો સાધ જીવનના આચારનું પ્રતિપાદન કરે છે, તો છેદ સૂત્રો ચારિત્ર શુદ્ધિના ઉપાયોનું દર્શન કરાવે છે.
નિશીથ ભાષ્યમાં કહ્યું છે કે છેદ સૂત્રોના આધારે જ ચારિત્રની શુદ્ધિ થતી હોવાથી તે છેયં-છે અર્થાત્ ઉત્તમ સૂત્ર છે. છેદ સૂત્ર રચના :- દશાશ્રુતસ્કંધ સૂત્રની નિયુક્તિના મંતવ્ય અનુસાર આ ત્રણે છેદ સૂત્રો ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા નવમાં પ્રત્યાખ્યાન પૂર્વમાંથી નિર્મૂઢ થયેલા
वंदामि भद्रबाहुं, पाईणं चरिय सयलसुयणाणिं । સો સુસ વેરિમિi () રસાસુ ખે વવારે II દશાશ્રુત નિર્યુક્તિ
56