Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧
૧૪૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને રાત્રે કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાની બાબતનો વિવેક પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન- દિવસનો અંત અને રાત્રિના પ્રારંભ વચ્ચેનો સંધિકાલ અર્થાત સંધ્યાસમય અથવા રાત્રિનો અંત અને દિવસના પ્રારંભ વચ્ચેનો સંધિકાલ અર્થાત્ ઉષાકાલને વિકાલ કહે છે.
સામાન્ય રીતે અહિંસાના ઉપાસક સાધ-સાધ્વીને અશન આદિ ચારે પ્રકારનો આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રĒછન, શય્યા-સંસ્તારક આદિ કોઈ પણ વસ્તુ સૂર્યોદય પૂર્વે અને સૂર્યાસ્ત પછી તથા સંધ્યા સમયે ગ્રહણ કરવી કલ્પતી નથી.
સંધ્યા સમયે કે રાત્રે ગોચરીને માટે ગમનાગમન કરવાથી ષટ્કાયિક-છકાયના જીવોની વિરાધના, સંયમની વિરાધના થાય છે અને સંયમની વિરાધનાથી આત્મવિરાધના થાય છે, તે સિવાય રાત્રે આવતા-જતા સાધુને કોઈ ચોર સમજી પકડી લે, ગૃહસ્થના ઘરે જવાથી ત્યાં અનેક પ્રકારની આશંકાઓ થઈ શકે ઇત્યાદિ કારણોથી રાત્રે ભોજન પાણી આદિ ગ્રહણ કરવા કલ્પતા નથી.
ખળત્વ પોળ પુષકિોહિનું સેન્ગાસંબાળ- આ તેનું અપવાદ સૂત્ર છે. ક્યારેક સાધુ વિહાર કરતાં રસ્તો ભૂલી ગયા હોય, રસ્તો લાંબો નીકળ્યો હોય વગેરે કારણોથી સ્થવિરકલ્પી સાધુ સૂર્યાસ્ત પછી યથાયોગ્ય સ્થાને પહોંચે, તો તેને રહેવા માટે મકાન અને જીવરક્ષા આદિના કારણે પાટ, સંસ્તારક વગેરે રાત્રે કે વિકાલમાં ગ્રહણ કરવા જરૂરી બની જાય છે.
સૂર્યાસ્ત પહેલા મકાન મળી ગયા પછી પણ ક્યારેક આવશ્યક પાટ ગૃહસ્થની દુકાન આદિથી, રાત્રે એક-બે કલાક પછી મળે તેવી સંભાવના હોય તો સાધુ તેની દુકાને જઈને પહેલાં તે પાટ આદિનું પ્રતિલેખન કરી લે, તો રાત્રે ગ્રહણ કરી શકાય છે.
ગળત્ય Üાર્ હરિયાહડિયાપ્ :- હત + આહ્વતિા- હરણ કરાયેલી, ચોરોયેલી વસ્તુ પાછી ગ્રહણ કરવી. સામાન્ય રીતે સાધુ-સાધ્વીને સંધ્યા સમયે કે રાત્રે વસ્ત્રાદિ ગ્રહણ કરવાનો નિષેધ છે પરંતુ ગ્રામાનુજ્ઞામ વિહાર કરતાં હોય ત્યારે કોઈ ચોર આદિ સાધુ અથવા સાધ્વીના વસ્ત્ર આદિને ચીરીને લઈ જાય, થોડા સમય પછી લઈ જનારને સદ્ગુદ્ધિ આવે કે મારે સાધુ અથવા સાધ્વીના આ વસ્ત્ર આદિ ચોરી લેવા કે ઝૂંટવી લેવા ન જોઈએ અને તે સંધ્યા સમયે અથવા રાત્રિના સમયે સાધુના ચોરેલા વસ્ત્રાદિ પાછા આપવા આવે અથવા સાધુ જોઈ શકે તેવા યોગ્ય સ્થાને મૂકી જાય, તો તે વસ્ત્ર આદિને ગ્રહણ કરવા, તેને હૃતાકૃતિકા કહે છે. તે વસ્ત્ર આદિને સાધુ રાત્રે લઈ શકે છે.
તે ‘“હૃતાહૃતિકા” વસ્ત્ર ચોર પાસે જેટલો સમય રહ્યા હોય, તે સમય દરમ્યાન ચોરે તેમાં કેટલાક ફેરફારો કર્યા હોય, સૂત્રકારે તત્સંબંધી પાંચ ક્રિયાઓ બતાવી છે– પભુત્ત્ત– તે વસ્ત્રને લઈ જનારે ઓઢવા આદિના ઉપયોગમાં લીધું હોય. પૌત– પાણીથી ધોયું હોય. વા– પાંચ પ્રકારના રંગમાંથી કોઈ રંગથી રંગ્યું હોય. ધૃષ્ટ– વસ્ત્ર આદિ પરના ચિન્હ, ઘસીને કાઢી નાખ્યા હોય. સૃષ્ટ– જાડા અથવા ખરબચડા કપડાં આદિને કોઈ દ્રવ્ય નાંખીને સુંવાળું બનાવ્યું હોય. સન્ત્રપૂમિત– સુંગધિત ધૂપ આદિથી સુવાસિત કર્યું હોય. ઉપરોક્ત પ્રક્રિયા કરીને ચોર વગેરે વસ્ત્રાદિ પાછા આપવા આવે, તો સાધુ અને સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે. પોતાના ચોરાયેલા વસ્ત્ર સિવાયના નવા વસ્ત્ર, પાત્ર, પાદપ્રોંછન વગેરે સંધ્યાકાળે અથવા રાત્રે સાધુ-સાધ્વીને તે લેવા કલ્પતા નથી.