Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૪.
[ ૨૯૫ ]
२१ चरियापविढे भिक्खू परं चउरायाओ-पंचरायाओ थेरे पासेज्जा, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा ।
भिक्खुभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुण्णवेयव्वे सिया । कप्पइ से एवं वदित्तए, अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं धुवं णितियं वेउट्टियं, तओ पच्छा कायसफास । ભાવાર્થ :- ચર્યા પ્રવિષ્ટ અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરતાં સાધુ ચાર-પાંચ રાત કરતાં વધુ સમય પછી સ્થવિર પાસે આવે તો તેઓ પુનઃ આલોચના, પુનઃ પ્રતિક્રમણ કરીને દીક્ષા છેદ અથવા તારૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ભિભાવ- સંયમ સુરક્ષા અર્થે તેઓએ બીજીવાર આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા લેતાં તેઓ આ પ્રમાણે કહે છે– હે અંતે! આપના મિતાવગ્રહમાં વિચરવાની, યથાલંદ– યથાકલ્પની, ધ્રુવ-નિયત-નૈશ્ચયિક આવશ્યક કર્તવ્યોની તથા પાછા આવવાની આજ્ઞા આપો અર્થાત્ પુનઃ આપની આજ્ઞામાં રહેવાની અનુજ્ઞા આપો. આ પ્રમાણે કહીને ગુરુ ચરણનો સ્પર્શ કરી વંદન કરે. | २२ चरियाणियट्टे भिक्खू जाव चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, सच्चेव आलोयणा सच्चेव पडिक्कमणा सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ:- ચર્યા નિવૃત્ત અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરણ કરીને પાછા ફરતાં સાધુ (ગુરુ આજ્ઞાના સમયાવધિ પછીની) ચાર-પાંચ રાતની અવધિમાં જ સ્થવિર પાસે આવી જાય તો તે જ (પૂર્વની) આલોચના, તે જ પ્રતિક્રમણ અને તે જ પૂર્વે ગ્રહણ કરેલી અવગ્રહની આજ્ઞા રહે છે, (પુનઃ આજ્ઞાદિ લેવાની આવશ્યકતા નથી, કારણ કે તે યથાલંદકાળ-અલ્પ કાળ પણ અવગ્રહ (ગુરુ આજ્ઞા) વિના રહ્યા નથી. २३ चरियाणियट्टे भिक्खू परं चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा। भिक्खुभावस्स अट्ठाए दोच्चं पि ओग्गहे अणुण्णवेयव्वे सिया ।
कप्पइ से एवं वदित्तए- अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं धुवं णितियं वेउट्टियं, तओ पच्छा कायसंफासं । ભાવાર્થ - ચર્યા નિવૃત્ત અર્થાત્ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરણ કરીને પાછા ફરતાં સાધુ (ગુરુ આજ્ઞાના સમયાવધિ પછીની) ચાર-પાંચ રાત કરતાં વધુ સમય પછી સ્થવિર પાસે આવે, તો તેઓ પુનઃ આલોચના, પુનઃ પ્રતિક્રમણ કરીને દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ભિક્ષ ભાવની અર્થાત સંયમની સુરક્ષા અર્થે તેઓએ બીજીવાર આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા લેતાં તેઓ આ પ્રમાણે કહે છે– હે અંતે ! આપના મિતાવગ્રહમાં વિચરવાની, યથાકલ્પ, ધ્રુવ-નિયત-નૈશ્ચયિક આવશ્યક કાર્યો કરવાની તથા પાછા ફરવાની આજ્ઞા આપો અર્થાત્ પુનઃ આપની આજ્ઞામાં રહેવાની અનુજ્ઞા આપો. આ પ્રમાણે કહીને ગુરુ ચરણનો સ્પર્શ કરે છે.