Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 427
________________ ઉદ્દેશક ૩૫૫ आरुभइ सोलसमेणं पारेइ अभोच्चा आरुभइ, अट्ठारसमेणं पारेइ । जाए जाए मोए आगच्छ, ताए-ताए आईयव्वे । दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ जो आईयव्वे जाव एवं खलु एसा महल्लिया मोयपडिमा अहासुतं जाव आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- મોટી મોક(પ્રસ્રવણ) પ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર વનમાં, વનદુર્ગમાં, પર્વત પર, પર્વતદુર્ગમાં અણગારે ધારણ કરવી કલ્પે છે. જો તે ભોજન કરીને આ પ્રતિમાને ધારણ કરે તો તેને સાત ઉપવાસથી પૂર્ણ કરે છે અને ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો આઠ ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રશ્રવણ થાય તે પીવું જોઈએ, રાત્રે પ્રશ્રવા તે પીવું ન જોઈએ યાવતુ આ રીતે તે મોટી પ્રસવળ પ્રતિમાનું સૂત્ર અનુસાર યાવતુ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુની બે મોક પ્રતિમાઓનું વર્ણન છે. મોક પ્રતિમા ઃ– ટીકાકારોએ તેનો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે કર્યો છે- મોપતિ પાપમધ્ય સાપુમિતિ મોવા તાપાના પ્રતિમા મોપ્રતિમા । જે પ્રતિમાની આરાધના સાધને પાપકર્મથી મુક્ત કરાવે છે, તેવી મોક-મૂત્રની પ્રધાનતાવાળી પ્રતિમાને મોક પ્રતિમા કહે છે અથવા નિર્ધારિત દિવસો સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને દિવસના ભાગમાં કેવળ સ્વમૂત્રપાનના વિશિષ્ટ પ્રકારના અભિગ્રહને મોક પ્રતિમા કહે છે. તેના બે ભેદ છે. (૧) લઘુ-નાની મોક પ્રતિમા (ર) મોટી મોક પ્રતિમા. આરાધકની યોગ્યતાઃ– સૂત્રકારે તદ્વિષયક કથન કર્યું નથી પરંતુ ભાષ્ય ગ્રંથોના આધારે તેના આરાધકની યોગ્યતા જાણી શકાય છે. પ્રથમ ત્રણ સંહનનના ધારક પૂર્વધર, ધૈર્યવાન, સમર્થ સાધુઓ જ તેની આરાધના કરી શકે છે. ગ્રામાદિની બહાર જંગલમાં, પર્વતોમાં સાત-આઠ દિવસ સુધી રહીને રાત-દિવસ કાર્યોત્સર્ગમાં જ સ્થિત થવાનું હોવાથી સાધ્વીઓ આ પ્રતિમાને ધારણ કરી શકતી નથી. આરાધના વિધિ – આ પ્રતિમાઓ શરદ કાલના પ્રારંભમાં અર્થાત્ માગસર માસમાં અથવા ગ્રીષ્મકાલના અંતમાં અર્થાત્ અષાઢ માસમાં ધારણ કરાય છે. બંન્ને પ્રસ્રવણ પ્રતિમાઓમાંથી એક પ્રતિમા સાત રાત્રિના કાર્યોત્સર્ગની હોય છે તેને નાની પ્રવણ પ્રતિમા કહેવાય છે. બીજી આઠ રાત્રિના કાર્યોત્સર્ગની હોય છે તેને મોટી પ્રવણ પ્રતિમા કહે છે. આ બંને પ્રતિમાઓના પ્રથમ દિવસે ઉપવાસ તપ કરીને પ્રારંભ કરી શકાય છે અથવા એકવાર ભોજન કરીને પણ પ્રારંભ કરી શકાય છે. ભોજન કરનારને એક દિવસની તપસ્યા ઓછી થાય છે પરંતુ કાર્યોત્સર્ગ કરવાનો સમય તો બધાનો સમાન જ હોય છે. આ પ્રતિમાઓને ધારણ કર્યા પછી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો હોય છે. તે સાધકને ફક્ત સ્વમૂત્રપાન કરવાનું રહે છે અર્થાત્ તે દિવસોમાં જ્યારે જેટલું પ્રસવણ થાય તેટલું સૂત્રોક્ત નિયમોનું પાલન કરીને પીવામાં આવે છે. તેના નિયમ આ પ્રમાણે છે (૧) દિવસે પીવું, રાત્રે પીવું નહિ (૨) કૃમિ, વીર્ય, રજ કે ચિકાશ યુક્ત પ્રસવા હોય તો ન પીવું, શુદ્ધ હોય તો જ પીવું.

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462