Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 440
________________ ૩૬૮ ] શ્રીવ્યવહાર સૂત્ર અને ગુઢભાષામાં કહેલી અથવા લખેલી આલોચના સાંભળીને અથવા જાણીને તે ગીતાર્થ મુનિ પણ સંદેશવાહકના માધ્યમથી તેનું પ્રાયશ્ચિત્ત આગમની ગૂઢભાષામાં કહીને અથવા લખીને આપે છે. આ પ્રકારે થતો પ્રાયશ્ચિત્તનો વ્યવહાર આજ્ઞા વ્યવહાર છે. (૪) ધારણા વ્યવહાર – કોઈ ગીતાર્થ મુનિએ અથવા ગુરુદેવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ તથાપ્રકારના દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તેની ધારણાથી, તેવા અપરાધને માટે તે પ્રાયશ્ચિત્તનો પ્રયોગ કરવો તે ધારણા વ્યવહાર છે. ગચ્છના ઉપકારી વડીલ સાધુ જો સંપૂર્ણ છેદ સૂત્રના અભ્યાસને યોગ્ય ન હોય, તો ગુરુદેવ તેને દીર્ઘ દૃષ્ટિથી મહત્વના પ્રાયશ્ચિત્ત પદો શીખવે છે, તે સાધુ પ્રાયશ્ચિત્ત પદોને ધારણ કરી રાખે છે અને તે ધારણા અનુસાર વ્યવહાર કરે છે, તેને ધારણા વ્યવહાર કહે છે. (૫) જીત વ્યવહાર :- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ, પ્રતિસેવના, સંહનન, ધૃતિ આદિની હાનિનો વિચાર કરીને, જે પ્રાયશ્ચિત્ત અપાય છે, તે જીત વ્યવહાર છે. અથવા કોઈ ગચ્છમાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં સૂત્ર સિવાયની પ્રાયશ્ચિત્ત પ્રદાનની પ્રવૃત્તિ થઈ હોય અને અન્ય સંતો તેનું અનુકરણ કરે તે “જીત વ્યવહાર” છે અથવા અનેક ગીતાર્થ મુનિઓ દ્વારા કરેલી મર્યાદાને “જીત વ્યવહાર” કહે છે. જે અનેક ગીતાર્થ દ્વારા આચરિત હોય, અસાવધ હોય અને આગમથી અબાધિત હોય, તે જીત વ્યવહાર છે. પાંચ પ્રકારના વ્યવહારના ક્રમની સાર્થકતા:- મૂળ પાઠમાં જ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે પાંચ પ્રકારના વ્યવહારમાંથી મુમુક્ષુ પાસે જો આગમ હોય તો તેણે આગમથી, તેમાં પણ કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન આદિ પૂર્વ-પૂર્વના જ્ઞાનના અભાવમાં ઉત્તરોત્તર જ્ઞાનથી વ્યવહાર કરવો જોઈએ અર્થાત્ કેવળ જ્ઞાની હોય, તો તેમના જ્ઞાનના આધારે સર્વ નિર્ણય કરવા જોઈએ. કેવળજ્ઞાની ન હોય અને મન:પર્યવજ્ઞાની હોય, તો તેમના જ્ઞાનના આધારે નિર્ણય કરવા. આ રીતે ક્રમશઃ અવધિજ્ઞાની આદિને પ્રધાનતા આપવી. આગમના અભાવમાં શ્રુતથી, શ્રતના અભાવમાં આજ્ઞાથી, આજ્ઞાના અભાવમાં ધારણાથી અને ધારણાના અભાવમાં જીત વ્યવહારથી સંયમ સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારનો નિર્ણય કરવો જોઈએ. સિસોસિયે(નિશ્રિોપશિત) :- જ્યારે, જે પરિસ્થિતિમાં, જે પ્રયોજન હોય અથવા જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હોય, તે વ્યવહારનો પ્રયોગ કરવો. અનિશ્રિત એટલે સમસ્ત આશંસા, યશ-કીર્તિ, આહારાદિની લિપ્સાથી રહિત થઈને તથા અનુપાશ્રિત- એટલે વૈયાવચ્ચ કરનાર શિષ્યાદિ પ્રતિ સર્વથા પક્ષપાત રહિત થઈને વ્યવહાર કરવો જોઈએ અર્થાતુ રાગ દ્વેષ રહિત, સંપૂર્ણ રીતે તટસ્થપણે વ્યવહાર કરવો જોઈએ. તેમજ કોઈ પણ તત્ત્વના નિર્ણયમાં અથવા પ્રાયશ્ચિત્તમાં શ્રત પ્રમાણ ઉપલબ્ધ હોય, તો ધારણા કે જીત વ્યવહારનો પ્રયોગ ન કરવો જોઈએ. પાંચ પ્રકારના વ્યવહારના ક્રમનો યથોચિત પ્રયોગ કરનાર સાધુ આશાના આરાધક થાય છે. પક્ષપાત આદિને આધીન થઈ, યથોચિત ક્રમનું ઉલ્લંઘન કરી, નિર્ણય કરનાર પ્રભુની આજ્ઞાના વિરાધક થાય છે. ગણની વૈયાવચ્ચ કરનાર સાધુના ચાર પ્રકાર : ६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अट्ठकरे णामं एगे णो माणकरे,

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462