Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૪ ]
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ:- સ્થવિરના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે– (૧) વયસ્થવિર (૨) શ્રતસ્થવિર અને (૩) પર્યાયસ્થવિરા ૧. સાઠ વર્ષની ઉંમરવાળા શ્રમણ નિગ્રંથ વયસ્થવિર છે. ૨. સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રને ધારણ કરનાર શ્રમણ નિગ્રંથ શ્રુતસ્થવિર છે. ૩. વીસ વર્ષની દીક્ષા પર્યાયના ધારક શ્રમણ નિગ્રંથ પર્યાયસ્થવિર છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર મુનિઓનું કથન છે. થરમ :- ભૂમિ શબ્દ અહીં અવસ્થા અર્થમાં પ્રયુક્ત છે. જેના ચિત્તની ચંચળતા નાશ પામીને સ્થિર થઈ જાય, સંયમ ભાવમાં પરિપક્વ થઈ જાય, તેને સ્થવિર કહે છે. (૧) વયસ્થવિર - સૂત્રમાં ગર્ભકાળ સહિત ૬૦ વર્ષની ઉંમરવાળાને વયસ્થવિર કહ્યા છે અને વ્યવહાર ભાષ્ય ઉદ્દે. ૩ સૂ. ૧૧માં ૭૦ વર્ષની વયવાળાને સ્થવિર કહ્યા છે. ત્યાં તેની પહેલાની અવસ્થાને પ્રૌઢ અવસ્થા કહી છે. આ બંન્ને કથન સાપેક્ષ છે. તેમાં વિરોધ ન સમજવો જોઈએ. વય સ્થવિરમાં ઉંમરની પરિપક્વતાથી સ્વભાવમાં પરિપક્વતા આવી જાય છે. (૨) શ્રતસ્થવિર :- સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગસૂત્રને કંઠસ્થ કરનાર અર્થાત્ આ બંને અંગ સૂત્રની પૂર્વના આચારાંગ આદિ ચાર અંગ સૂત્રો ઉપરાંત ચાર છેદ સૂત્રો અને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક સૂત્ર, આ અગિયાર શાસ્ત્રોને અર્થસહિત કંઠસ્થ કરનાર શ્રુતજ્ઞાનની અપેક્ષાએ શ્રુતસ્થવિર કહેવાય છે. શાસ્ત્ર જ્ઞાનથી અને તેના સ્વાધ્યાયથી તેની ચંચળતા નાશ પામતી જાય અને ક્રમશઃ તેના સમગ્ર વ્યવહારમાં સ્થિરતા આવતી જાય છે. (૩) પર્યાયસ્થવિર :- વીસ વર્ષના સંયમપર્યાયવાળા સાધુ પર્યાયસ્થવિર કહેવાય છે. સંયમી જીવનના વિશાળ અનુભવથી તે સંયમમાં પરિપક્વ થઈ જાય છે. આ ત્રણે પ્રકારના સ્થવિર પરસ્પર નિરપેક્ષ છે અર્થાત્ સ્વતંત્ર છે.
ભાષ્યકારે સ્થવિરો સાથે કેમ વ્યવહાર કરવો જોઈએ. તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
(૧) વયસ્થવિરને કાળ-સ્વભાવ અનુસાર આહાર દેવો, તેને યોગ્ય ઉપધિ, શય્યા-સંસ્તારક દેવા અર્થાત્ ઋતુને અનુકૂળ હવાવાળું કે નિર્વાત સ્થાન અને કોમળ, મુલાયમ સંસ્કારક દેવા તથા વિહારમાં તેના ઉપકરણ અને પાણી ઉપાડવા આદિમાં અનુકંપા કરવી જોઈએ.
(૨) શ્રતસ્થવિરનો આદર-સત્કાર, અભ્યત્થાન, કુતિકર્મ, આસનપ્રદાન, પગ પ્રમાર્જન કરવા, પ્રત્યક્ષ અથવા પરોક્ષમાં તેમના ગુણકીર્તન, પ્રશંસા કરવી. તેના નિર્દેશ અનુસાર કાર્ય કરવું.
| (૩) પર્યાયસ્થવિરનો આદર-સત્કાર, અભ્યત્થાન, વંદન કરવા, તેના માટે દંડ આદિ ઉપકરણ ગ્રહણ કરવા અને ઉચિત વિનય કરવો.
આ ત્રણે પ્રકારના સ્થવિર સાધુઓ ગણની ઋદ્ધિરૂપ છે. તેનો તિરસ્કાર, અભક્તિ, આશાતના આદિ વિરાધનાનું કારણ બને છે આ પ્રમાણે કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. શૈક્ષની કાલમર્યાદા:| १९ तओ सेहभूमीओ पण्णत्ताओ, तं जहा- जहण्णा मज्झिमा उक्कोसा