Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૦
[ ૩૭૯ ]
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં દીક્ષાપર્યાયની અપેક્ષાએ ક્રમશઃ આગમોના અધ્યયનનું કથન કર્યું છે. આ અધ્યયનક્રમ આ સૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીના સમયે ઉપલબ્ધ શ્રુત અનુસાર છે. ત્યાર પછી રચાયેલા અને નિયંઢ સુત્રોનો આ અધ્યયનક્રમમાં ઉલ્લેખ નથી, તેથી ઉવવાઈ સૂત્ર આદિ ૧૨ ઉપાંગસુત્ર અને મૂળસૂત્રોની અધ્યયનક્રમમાં અહીં વિવક્ષા કરી નથી. તેમ છતાં આચારશાસ્ત્રનું અર્થાત્ છેદસૂત્રોનું અધ્યયન કર્યા પછી અને ઠાણાંગ, સમવાયાંગ, તથા ભગવતીસૂત્રના અધ્યયન પહેલાં અથવા પછી, ગમે ત્યારે શેષ સૂત્રોનું અધ્યયન કરવું, તે સમજી શકાય છે.
આવશ્યકસુત્રનું અધ્યયન તો ઉપસ્થાપના પહેલાં જ કરાવાય છે તથા ભાષ્યમાં આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રની પૂર્વે દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન કરવાનો નિર્દેશ છે. તત્સંબંધિત વિસ્તૃત વિવેચન નિશીથ ઉ. ૧૯માં છે.
પ્રસ્તુત સૂત્રોમાં જે ત્રણ વર્ષના દીક્ષા પર્યાય આદિનું કથન છે, તેનો અર્થ એ રીતે કરી શકાય છે.
(૧) દીક્ષાપર્યાયના ત્રણ વર્ષ પૂરા થયા પછી આ આગમોનું અધ્યયન કરવું અને (૨) ત્રણ વર્ષના દીક્ષપર્યાયમાં યોગ્ય સાધુએ ઓછામાં ઓછા આ આગમોનું અધ્યયન કરાવી દેવું જોઈએ.
દશવર્ષના દીક્ષા પર્યાય પછી અધ્યયન કરવા માટે કહેલા સુત્રોમાંથી ક્યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ આદિ પ્રાયઃ બધા સૂત્ર નંદીસૂત્રની રચના સમયે કાલિક ધૃતરૂપમાં ઉપલબ્ધ હતા, પરંતુ વર્તમાને તે સૂત્રો ઉપલબ્ધ નથી ફક્ત તેજોનિસર્ગ નામનું અધ્યયન ભગવતીસૂત્રના પંદરમા શતકરૂપે ઉપલબ્ધ છે.
જ્ઞાતાસુત્ર આદિ અંગસૂત્રોનો પ્રસ્તુત અધ્યયનમાં નિર્દેશ નથી કારણ કે તે સૂત્રોમાં ઘણું કરીને ધર્મકથાનું વર્ણન છે. જેમાં ક્રમની કોઈ આવશ્યકતા રહેતી નથી. ગમે તે સમયે તેનું અધ્યયન કરાવી શકાય છે.
આ સુત્રોમાં સૂચિત કરેલા આગમોના નામ આ પ્રમાણે છે– (૧૨) આચારાંગસુત્ર અને નિશીથસૂત્ર (૩) સૂયગડાંગસૂત્ર (૪,૫,૬,) દશાશ્રુતસ્કંધસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર (૭,૮) ઠાણાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર (૯) ભગવતીસૂત્ર (૧૦, ૧૪) શુલિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા-વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વ્યાખ્યા ચૂલિકા (૧૫, ૨૦) અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત (૨૧-૨૪) ઉત્થાનશ્રત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્રપરિયાપનિકા, નાગપરિયાપનિકા (૫) સ્વપ્નભાવના અધ્યયન (ર૬) ચાર ભાવના અધ્યયન (૨૭) તેજનિસર્ગ અધ્યયન (૨૮) આશીવિષભાવના અધ્યયન (૨૯) દષ્ટિ વિષભાવના અધ્યયન (૩૦) દષ્ટિવાદ અંગ
સૂત્રાંક ૧૦ થી ૧૯ સુધીના આગમ દષ્ટિવાદ નામના અંગના જ અધ્યયન હતા અથવા તેમાંથી જૂદા નિર્મૂઢ કરાયેલા સૂત્રો હતા. આ બધા નામ નંદીસૂત્રમાં કાલિકસૂત્રની સૂચિમાં આપેલા છે.
વીસ વર્ષના દીક્ષાપર્યાય સુધી સંપૂર્ણશ્રુતનું અધ્યયન કરી લેવું જોઈએ, તે પ્રમાણે વર્તમાનમાં પણ પ્રત્યેક યોગ્ય સાધુએ ઉપલબ્ધ બધા આગમકૃતનું અધ્યયન વીસ વર્ષમાં પરિપૂર્ણ કરી લેવું જોઈએ.
પ્રસ્તુત આગમ સૂચિમાં ભગવતી સૂત્ર પછીના સૂત્રોના નામ વર્તમાનમાં અલ્પ પ્રસિદ્ધ છે. પૂ. શ્રી ઘાસીલાલજી મ.સા. એ તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે.
ક્ષલિકા વિમાન પ્રવિભક્તિમાં કલ્પપપન્નક દેવ વિમાનોનું સંક્ષિપ્ત વર્ણન છે. મહલિકા