Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૫૬ ]
શ્રીવ્યવહાર સૂત્ર
આ પ્રતિમાધારી સાધક રાત-દિવસ સુત્સર્ગતપમાં રહે છે. તેને માત્રાની હાજત થાય, ત્યારે કાયોત્સર્ગનો ત્યાગ કરી માત્રકમાં પ્રસવણ ત્યાગ કરીને તેનું પ્રતિલેખન કરીને આસપાસમાં કોઈ વ્યક્તિ ન જુએ તેવા વિવેકપૂર્વક તેનું પાન કરે છે અને ત્યાર પછી ફરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ જાય છે.
આ પ્રતિમાનું પાલન કરનાર મોક્ષમાર્ગની આરાધના કરે છે. આ પ્રતિમાની આરાધના કરનારા સાધક સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અથવા મહદ્ધિક દેવ થાય છે, તેમજ તેના શારીરિક રોગ દૂર થઈ જાય છે અને કાયા કંચનવર્ણ અને બળવાન થાય છે.
પ્રતિમા આરાધના પછી તે સાધક ફરી ઉપાશ્રયમાં આવી જાય છે. ભાષ્યમાં તેના પારણામાં આહારપાણીની ૪૯ દિવસની ક્રમિક વિધિ બતાવેલી છે. દત્તીનું સ્વરૂપ:४३ संखादत्तियस्स भिक्खुस्स पडिग्गहधारिस्स गाहावइकुलं पिंडवाय-पडियाए, अणुपविट्ठस्स जावइय-जावइयं केइ अंतो पडिग्गहसि उवइत्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया ।
तत्थ से केइ छव्वएण वा दुसरण वा वालएणं वा अंतो पडिग्गहसि उवइत्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया ।
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं साहणिय अंतो पडिग्गहसि उवइत्ता, दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया । ભાવાર્થ:- દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘરે આહારને માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલીવાર (કોઈપણ સાધનથી) ભરીને આહાર આપે તેટલી દત્તીઓ કહેવાય છે. (૨) આહાર દેનાર ગૃહસ્થ જો છાબડીથી, વસ્ત્રથી અથવા ચમચાથી રોકાયા વિના સાધુના પાત્રમાં આહાર આપે, તે બધી એકદત્તી કહેવાય છે. (૩) જ્યાં ઘણા ગૃહસ્થો ભોજન કરતા હોય અને તે બધા પોતપોતાનો આહાર ભેગો કરીને અટકયા વિના એક સાથે પાત્રમાં આપે, તે બધાને (મિશ્રણને) એક દત્તી કહેવાય છે. ४४ संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स, जावइयं-जावइयं केइ अंतो पाणिसि उवइत्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया ।
तत्थ से केइ छव्वएण वा दुसरण वा वालएण वा अंतो पाणिसि उवइत्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया ।
__ तत्थ से बहवे भुंजमाणे सव्वे ते सयं पिंडं साहणिय अंतो पाणिसि उवइत्ता दलएज्जा सव्वा वि णं सा एगा दत्ती वत्तवं सिया । ભાવાર્થ :- દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર કરપાત્રભોજી સાધુ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ કોઈપણ સાધનથી જેટલીવાર ભરીને સાધુના હાથમાં