Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪
શ્રીવ્યવહાર સૂત્ર
णिट्ठिए णिसट्टे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, મૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે, તો તે આહાર સાધુને લેવો કલ્પે છે.
७ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसट्टे पाडिहारिए, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ:- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી.
८ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा बाहिं वगडाए भुंजइ, णिट्ठिए णिसट्टे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે આપી દીધો હોય, તે તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે, તો તે આહાર સાધુને લેવો ક૨ે છે.
९ सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स एगपयाए, सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરના સ્વજનો, શય્યાતરના ઘરની અંદરના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે, તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી.
१० सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની અંદરના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહારાદિબનાવી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી.
११ सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી.
१२ सागर णायए सिया सागारियस्स एगवगडाए बाहिं सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए ।