Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૮
૩૩૯
પરંતુ તેના માલિક ત્યાં હાજર ન હોય તો તે સ્થાનમાં આજ્ઞા લીધા પહેલાં જ સાધુ રહે છે અને ત્યારપછી માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. આ અપવાદ માર્ગ છે. સામાન્ય રીતે સાધુ આજ્ઞા ગ્રહણ કર્યા પછી જ નિવાસ કરે છે, પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ આ અપવાદ માર્ગનો પ્રયોગ થાય છે.
ક્યારેક આજ્ઞા વિના રહેવાથી ગૃહસ્થ સાધુ પર ગુસ્સો કરે, દુર્વ્યવહાર કરે ત્યારે નાના સંતો ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં હોય, તો વિડલ સંત નાના સાધુને ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં રોકે અને અનુકૂળ વચનોથી માલિકને પ્રસન્ન કરે છે. આ પ્રકારના સર્વ્યવહારથી જ ગૃહસ્થનો સદ્ભાવ જળ વાઈ રહે છે અને તે ફરી ફરી સાધુને સ્થાન કે શય્યા-સંસ્તારક આપવા માટે તૈયાર થાય છે.
સંક્ષેપમાં સાધુના ગૃહસ્થ સાથેના વ્યવહારમાં ગૃહસ્થની ધર્મ શ્રદ્ધા કે સંતો પ્રત્યેના ભક્તિ ભાવમાં વૃદ્ધિ થાય તેવું વર્તન સાધુએ કરવું જોઈએ.
માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા ઃ
१३ | णिग्गंथस्स णं गाहावइकुल पिंडवाय पडियाए अणुपविट्ठस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया । तं च केई साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे अज्जो ! किं परिण्णाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाए यव्वे सिया ।
से य वएज्जा - णो परिण्णाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया ।
તે
ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી જાય, ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી ઉપકરણને ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળે) ત્યારે તેને આ રીતે કહે– હે આર્ય ! શું આ ઉપકરણને તમે ઓળખો છો ? અર્થાત્ આ ઉપકરણ આપનું છે ? તે કહે, હા ઓળખું છું અર્થાત્ આ મારું છે. તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે– હું ઓળખતો નથી, તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્ય કોઈને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે.
| १४ | णिग्गंथस्स णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया । तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाअज्ज ! किं परिण्णाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया । से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंज्जेज्जा णो अण्णमण्णस्स दावए एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया । ભાવાર્થ:
સાધુ સ્વાધ્યાય ભૂમિમાં અથવા સ્પંડિલ ભૂમિમાં જાય, ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી