Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦ |
શ્રીવ્યવહાર સૂત્ર
અથવા વિશિષ્ટ તપસાધના માટે, અલ્પસમય માટે સંઘભારથી મુક્ત થવાનું હોય. (૨) વર્તમાન આચાર્યને અન્ય આચાર્ય કે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવા અથવા તેને અધ્યયન કરાવવા તેમજ સહયોગ આપવા જવાનું હોય. (૩) પદનિયુક્તિના સમયે યોગ્ય સાધુનું આવશ્યક અધ્યયન અપૂર્ણ હોય ઇત્યાદિ પરિસ્થિતિઓમાં અલ્પ સમય માટે પદ અપાય છે. જીવનપર્યંતની પદનિયુક્તિના કારણ :- (૧) આચાર્ય, ઉપાધ્યાયને પોતાનો મૃત્યુ સમય નજીક હોવાનું જ્ઞાન થાય. (૨) અતિવૃદ્ધાવસ્થા અથવા લાંબા સમયનો અસાધ્ય રોગ થાય. (૩) આચાર્ય, ઉપાધ્યાયને જિનકલ્પ આદિ કોઈ વિશિષ્ટ સાધના કરવી હોય. આ પરિસ્થિતિમાં આચાર્ય પદયોગ્ય સાધુને યાવજીવન માટે પદ આપી શકે છે.
આચાર્ય અને ઉપાધ્યાય પદની યોગ્યતા માટે અન્ય ગુણોની સાથે તે સાધુ એકપક્ષીય હોવા જરૂરી છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે એકપક્ષીયતાનું મુખ્યતાએ કથન કર્યું છે. જિલુસ fબહુસ - ભાષ્યકારે એકપાક્ષિક શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે
दुविहो य एगपक्खी, पवज्ज सुह य होई नायव्यो ।
સુત્તગ્નિ પાવાયા, પવનના સુસવાથી વ્ય. ભાષ્ય. ગા. ૩૨૫ ભાવાર્થ– એક પાક્ષિક બે પ્રકારના હોય છે. ૧. શ્રતથી ૨. પ્રવ્રજ્યાથી. જેણે એક ગુરુની પાસે વાચના ગ્રહણ કરી હોય અથવા જેનું શ્રુતજ્ઞાન તથા અર્થજ્ઞાન આચાર્યાદિની સમાન હોય, તેમાં ભિન્નતા ન હોય તે શ્રુતથી એકપાક્ષિક કહેવાય છે.
જે એક કુલ, ગણ તથા સંઘમાં પ્રવ્રજિત થઈ એક ગચ્છમાં જ સ્થિરતાથી રહેતા હોય અથવા જેણે એક ગચ્છવર્તી સાધુઓની સાથે નિવાસ, અધ્યયન, આદિ કર્યા હોય તે પ્રવજ્યાથી એકપાક્ષિક કહેવાય છે. ભાષ્યકારે આ બે પદના આધારે તેની ચૌભંગી કરી છે. (૧) શ્રુતથી એકપાક્ષિક અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક હોય (૨) શ્રુતથી એકપાક્ષિક અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક ન હોય (૩) શ્રુતથી એકપાક્ષિક ન હોય પણ પ્રવ્રજ્યાથી એકપાક્ષિક હોય (૪) શ્રુતથી એકપાક્ષિક ન હોય અને પ્રવ્રજ્યાથી પણ એકપાક્ષિક નહોય.
ઉપરોક્ત ચાર ભંગમાંથી પદ પ્રદાન માટે પ્રથમ ભંગ શ્રેષ્ઠ છે.
શ્રતથી એક પાક્ષિક સાધુ વાચના દ્વારા, તેમજ પૂર્વાચાર્યોની પરંપરાનુસાર પ્રરૂપણા દ્વારા શિષ્યોને સંતુષ્ટ કરી શકે છે અને પ્રવજ્યાથી એક પાક્ષિક સાધુને સહવર્તી અન્ય સાધુઓ સાથે આત્મીયતા હોવાથી અનુશાસન સહજ રીતે થાય છે, ગચ્છમાં પ્રેમભાવ અને સંગઠન બળ વધે છે અને ગચ્છના સર્વ સાધુઓનો સર્વાગી વિકાસ થઈ શકે છે.
જો તે સાધુ શ્રતથી એકપાક્ષિક ન હોય, તો અન્ય સાધુઓ સાથે તર્ક-વિતર્ક તેમજ વાદ-વિવાદ થયા કરે છે અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક ન હોય, તો તે સાધુ સાથે ગચ્છના અન્ય સાધુઓને આત્મીયતા ન હોવાથી, તેના વચન પર વિશ્વાસ રહેતો નથી અને વ્યવસ્થિત અનુશાસન થઈ શકતું નથી, તેથી શ્રુતથી અને પ્રવ્રયાથી એક પાક્ષિક સાધુને જ આચાર્ય, ઉપાધ્યાયનું પદ પ્રદાન કરાય છે. આપવાદિક પરિસ્થિતિમાં ગચ્છના સર્વ સાધુઓનું હિત થાય, તે પ્રમાણે પ્રસંગોચિત નિર્ણય આચાર્ય લઈ શકે છે. પારિવારિક અને અપારિવારિકોનો પરસ્પર વ્યવહાર:२६ बहवे पारिहारिया बहवे अपारिहारिया इच्छेज्जा एगयओ एगमासं वा