Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૨
| ૨૩ ]
કલ્પતા નથી તે સામાન્ય વિધાન છે પરંતુ પારિવારિક સાધુ તપ કરતા અશક્ત થઈ જાય, પોતાના આહાર-પાણી લાવી શકવા સમર્થ ન હોય, તો સ્થવિર મુનિની આજ્ઞાથી અન્ય અપારિહારિક સાધુ તેને આહાર-પાણી લાવી આપે છે અને પોતે લાવેલા આહાર-પાણીનું નિમંત્રણ કરી શકે છે. પારિવારિક સાધુને ઘી આદિ વિગયની જરૂર હોય તો સ્થવિર મુનિની આજ્ઞાથી વિગય સેવન કરી શકે છે.
ક્યારેક કોઈ પારિવારિક સાધુ સ્થવિર મુનિની આજ્ઞાથી કોઈ અપારિવારિક સ્થવિર સાધુની સેવા માટે ગયા હોય, તો પણ સામાન્ય રીતે પોતાનો અને અપારિવારિક સાધુનો આહાર અલગ-અલગ લાવે છે. કયારેક સ્થવિર મુનિ માટે આહાર લેવા જતાં સમયે જો સ્થવિર મુનિ આજ્ઞા આપે તો સ્થવિર મુનિના પાત્રમાં તેમના આહારની સાથે પોતાના પણ આહારાદિ લાવી શકે છે. અથવા પોતાના પાત્રામાં સ્થવિરની આજ્ઞાથી સ્થવિર માટે આહાર-પાણી લાવી શકે છે. આ રીતે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પારિવારિકઅપારિવારિક સાધુઓ આહાર સાથે લાવે છે, પરંતુ તેઓ પોત-પોતાના પાત્રમાં અથવા પોતાના હાથમાં પોતાનો આહાર ગ્રહણ કરીને સ્વતંત્ર રીતે વાપરે છે, તેઓ એકબીજાના પાત્રમાં આહાર વાપરતા નથી.
અન્ય સાધુઓ માટે સાથે આહાર લાવતાં પોતાના રૂક્ષ આહારને કોઈ વિગયનો લેપ લાગી જાય, તો તે સ્થવિરની આજ્ઞાથી વાપરી શકે છે.
છે ઉદ્દેશક-ર સંપૂર્ણ છે