Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૪ ]
શ્રીવ્યવહાર સૂત્ર
३० भिक्खू य गणाओ अवक्कम संसत्तविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને સંસક્ત વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો સંસક્ત વિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત પાંચ સૂત્રોમાં ગચ્છમાંથી નીકળી ગયેલા પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના શિથિલાચારી સાધુઓને ગચ્છમાં પાછા લેવાની વિધિનું કથન છે. (૧) પ ત્થ–પાર્થસ્થ :- જે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ કરતાં નથી, જે અતિચારો તથા અનાચારોમાં પ્રવૃત્તિ કરે છે, તે પાર્થસ્થ કહેવાય છે. (૨) અહીંછ યથાઈદઃ- જે આગમ વિપરીત ઇચ્છિત પ્રરૂપણા અથવા આચરણ કરે છે, તે યથાવૃંદ કહેવાય છે. (૩) રીત-કશીલ - જે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની વિરાધના કરે છે, વિદ્યા, મંત્ર, નિમિત્ત કથન, ચિકિત્સા આદિ સંયમી જીવનથી વિપરીત કાર્ય કરે છે, તે કુશીલ કહેવાય છે. (૪) ઓક્ત-ઓસન્ન:- જે સંયમ સમાચારીના નિયમોથી વિપરીત, અલ્પ કે અધિક આચરણ કરે છે, તે ઓસન્ન કહેવાય છે. (૫) સં સત્ત-સંસક્ત શ્રેષ્ઠ આચારવાનની સાથે શ્રેષ્ઠ આચારનું પાલન કરે છે અને શિથિલાચારીઓની સાથે શિથિલાચારી થઈ જાય, જેને સંગનો રંગ લાગી જાય, તે સંસક્ત કહેવાય છે.
ત્યિ ૫ સે... - જો તે પાર્થસ્થ આદિ સાધુઓની દૂષિત પ્રવૃત્તિઓથી તેના સંયમ પર્યાયો પૂર્ણ નષ્ટ થયા ન હોય, સંયમ પર્યાયના કેટલાક અંશો શેષ હોય, તો જ તેની તપ કે છેદ પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થઈ શકે છે. જેના સંયમ પર્યાયો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હોય, તેની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થઈ શકતી નથી. આંશિક સંયમ પર્યાયો જ તેને આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવાની પ્રેરણા આપે છે અને તે ગચ્છમાં પુનઃ પ્રવેશ કરી શકે છે. કોઈપણ સાધુને ફરી ગચ્છમાં લેવા માટે તેના સંયમ પર્યાય કેટલા છે? તેની પરીક્ષા કરવી, જાણકારી મેળવવી, અત્યંત જરૂરી છે.
(૧) સ્વતંત્ર રહેનાર સાધુ ગચ્છના આચાર-વિચાર તથા અનુશાસનમાં રહી શકશે કે નહીં? (૨) તે પાર્થસ્થવિહાર આદિ છોડીને ફરી ગચ્છમાં શા માટે આવવા ઇચ્છે છે? તેના કારણો જાણવા જરૂરી છે. (૩) ભવિષ્ય માટે તેના કેવા પરિણામો છે? (૪) ગચ્છમાં રહેવાના તેના પરિણામ સ્થિર છે કે નહીં ? ઇત્યાદિ વિચારણાઓ પછી તેનું તથા ગચ્છનું હિત હોય તેવો નિર્ણય ગણનાયકે લેવો જોઈએ.
તે સાધુ ગચ્છનું અથવા ગચ્છના અન્ય સાધુ-સાધ્વીઓનું અથવા સંઘનું અહિત કરે, વાત વાતમાં