Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૩
[ ૧૬૯ ]
રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી, પરંતુ પહેલાં ગ્રહણ કરાયેલા વસ્ત્ર આદિને લઈ દીક્ષિત થવુંછેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવું) કલ્પ છે. | १५ णिग्गंथीए णं तप्पढमयाए संपव्वयमाणीए कप्पइ रयहरण-गोच्छगपडिग्गहमायाए चाहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। सा य पुव्वोवट्ठविया सिया, एवं से णो कप्पइ रयहरण-गोच्छग-पडिग्गहमायाए चउहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। कप्पइ से अहापरिग्गहियाई वत्थाइ गहाय आयाए संपव्वइत्तए। ભાવાર્થ :- ગૃહવાસનો ત્યાગ કરીને સર્વ પ્રથમ દીક્ષિત થનાર(સામાયિક ચારિત્ર સ્વીકાર કરનાર) સાધ્વીએ રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ચાર અખંડ વસ્ત્રો લઈને દીક્ષિત થવું કહ્યું છે. દીક્ષિત સાધ્વીએ (નવા) રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ચાર અખંડ વસ્ત્ર લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી પરંતુ પહેલા ગ્રહણ કરાયેલા વસ્ત્રને લઈ પ્રવ્રજિત થવું (છેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવું) કલ્પ છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરનાર સાધુની દીક્ષા સમયની ઉપધિનું કથન છે.
જે સર્વ પ્રથમ દીક્ષિત થઈ રહ્યા હોય તે સાધુએ પોતાના સગા-સંબંધી દ્વારા આપેલા રજોહરણ, ગુચ્છો, પાત્ર અને ત્રણ અખંડ વસ્ત્ર અને સાધ્વીએ ચાર અખંડ વસ્ત્ર લઈને દીક્ષા લેવી જોઈએ.
એક હાથ પહોળા અને ચોવીસ હાથ લાંબા વસ્ત્રને અખંડ વસ્ત્ર કહે છે, તેથી સાધુ રજોહરણ આદિ ઉપકરણો સાથે ત્રણ અખંડ વસ્ત્ર એટલે ૨૪ x ૩ = કુલ ૭૨ હાથ વસ્ત્ર અને સાધ્વી ચાર અખંડ વસ્ત્ર એટલે ૨૪ x ૪ = ૯૬ હાથ વસ્ત્ર સહિત દીક્ષિત થાય છે, ત્યાર પછી જ્યારે તેની વડી દીક્ષા થાય અથવા કોઈ વ્રત વિશેષમાં દૂષણ લાગવાથી અથવા મહાવ્રતની વિરાધના થવાથી દીક્ષાનો છેદ આપીને પુનઃ મહાવ્રતના આરોપણ માટે આચાર્ય સન્મુખ ઉપસ્થિત થાય ત્યારે તે પોતાના પૂર્વગૃહિત વસ્ત્ર, પાત્ર આદિની સાથે જ દીક્ષા ગ્રહણ કરે છે અર્થાતુ તેને પહેલાંના વસ્ત્ર પાત્રાદિને છોડીને નવા વસ્ત્ર-પાત્રાદિ લેવાની આવશ્યકતા નથી. ઉપધિ સંબંધી વિસ્તૃત જાણકારી નિશીથ સૂત્રમાં છે. વસ્ત્ર ગ્રહણની કાલ મર્યાદા:
१६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पढमसमोसरणुद्देसपत्ताइ चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણમાં(વર્ષાકાલમાં) વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પતા નથી. १७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा दोच्चसमोसरणुद्देसपत्ताई चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓને બીજા સમવસરણમાં(શેષકાલમાં) વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પે છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં સાધુ-સાધ્વીને માટે વસ્ત્રગ્રહણની કાલમર્યાદા પ્રદર્શિત કરી છે. સમવસરણ શબ્દનો