Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૪
[ ૧૮૧]
પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્થાન:
२ तओ पारंचिया पण्णत्ता, तं जहा- दुढे पारंचिए, पमत्ते पारंचिए, अण्णमण्णं करेमाणे पारचिए । ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, જેમ કે – (૧) દુષ્ટ પરિણામી(તીવ્રતમ કષાય દોષથી દૂષિત) પારાંચિત (૨) પ્રમત્ત(ત્યાનદ્ધિ નિદ્રાવાળા) પારાંચિત અને (૩) પરસ્પર(સ્વલિંગી સાથે) મૈથુનસેવી પારાંચિત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ-ત્રણ વ્યક્તિઓનું કથન છે. પારાચિત પ્રાયશ્ચિત્ત - જે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ કરાયેલા સાધુ સંસાર સમુદ્રને પાર કરી શકે છે. પ્રાયશ્ચિતના દશ ભેદોમાં અંતિમ અને સૌથી ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે, તેથી તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહે છે.
નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતથી પણ જેની શુદ્ધિ સંભવિત ન હોય તેવા વિષય-કષાયજન્ય દોષનું સેવન કરનારને અથવા પ્રમાદની તીવ્રતાથી દોષ સેવન કરનારને જઘન્ય એક વર્ષ અને ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી ગૃહસ્થવેશ ધારણ કરાવીને સાધુના બધા વ્રત-નિયમોનું પાલન કરાવ્યા પછી પુનઃ દીક્ષા આપવામાં આવે, તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં પારાંચિત પ્રાયશ્ચિત્તના ત્રણ સ્થાન કહ્યા છે(૧) દુષ્ટ પારચિત :- તેના બે ભેદ છે– કષાયષ્ટ અને વિષયદુષ્ટ. ૧. કષાયદુષ્ટ-ક્રોધાદિ કષાયોની પ્રબળતાને વશ થઈ સાધુ આદિની ઘાત કરે, તે કષાયદુષ્ટ છે. ૨. વિષયદુષ્ટ- ઇન્દ્રિયોના વિષયની આસક્તિથી સાધ્વી આદિ સ્ત્રીઓમાં આસક્ત થઈને તેની સાથે વિષય સેવન કરે છે, તે વિષયદુષ્ટ છે. (૨) પ્રમત પારાંચિત :- તેના પાંચ પ્રકાર છે– ૧. મધ પ્રમત્ત- દારૂ આદિ નશીલી વસ્તુઓનું સેવન કરનાર, ૨. વિષય પ્રમત- ઇન્દ્રિય વિષયના લોલુપી, ૩. કષાય પ્રમા– તીવ્ર ક્રોધ, માન, માયા કે લોભનું સેવન કરનાર છે. ૪. વિઠ્યા પ્રમત્ત- સ્ત્રીકથા, રાજકથા આદિ વિકથા કરનાર, ૫. નિદ્રા પ્રમત્ત– ચાનષ્ક્રિનિદ્રાવાળા- જે વ્યક્તિ ઘોર નિદ્રામાંથી ઉઠીને ન કરવા યોગ્ય ભયંકર કાર્યોને કરીને ફરી સૂઈ જાય છે અને જાગ્યા પછી કરેલા દુષ્કાર્યોની પોતાને સ્મૃતિ ન હોય, તેવી વ્યક્તિને નિદ્રાપ્રમત્ત કહે છે. (૩) પરસ્પર મૈથુન સેવી – સ્વલીંગી સાથે મૈથુન સેવન કરે છે, તે પારચિત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત સ્થાન :| ३ तओ अणवटुप्पा पण्णत्ता, तं जहा- साहम्मियाणं तेण्णं करेमाणे, अण्णधम्मियाणं तेण्णं करेमाणे, हत्थादालं दलमाणे ।। ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતને યોગ્ય છે, જેમ કે– (૧) સાધર્મિકોની વસ્તની ચોરી કરનાર. (૨) અન્ય ધાર્મિકોની વસ્તુની ચોરી કરનાર. (૩) પોતાના જ હાથે ઘાતક પ્રહાર કરનાર. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ વ્યક્તિનું કથન છે.