Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૬
૨૨૫
આર્તધ્યાનને પોષણ આપે છે. ઋદ્ધિ, પદવી કે વિષયસુખની પ્રાપ્તિ માટે પોતાના સંયમના ફળને માંગવાથી મોક્ષમાર્ગનો ઘાત થાય છે. આ રીતે ઉપરોક્ત છ એ પ્રવૃત્તિથી સંયમ માર્ગની વિરાધના થાય છે, તેથી સાધુએ તથાપ્રકારની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
છ પ્રકારની કલ્પસ્થિતિઃ
૨૦ ઇષ્વિહા-ટ્ઠિર્ં પળત્તા, તં નહીં- સામાય-સંનય-કૢિર્દૂ, छेओवट्ठावणिय-संजय कप्पट्ठिई, णिव्विसमाण- कप्पट्ठिई, णिव्विट्ठकाइय-कप्पट्ठिई, નિપપ્પનાિરૂં, થેપ્પટ્ટિ।તિ જેમિ ।
ભાવાર્થ :કલ્પ સ્થિતિ-આચારની મર્યાદાઓ છ પ્રકારની કહી છે, જેમ કે – (૧) સામાયિક ચારિત્રની મર્યાદાઓ. (૨) છેદોપસ્થાપનીય ચારિત્રની મર્યાદાઓ. (૩) નિર્વિશમાન-પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં પારિહારિક-તપ વહન કરનારની મર્યાદાઓ. (૪) નિર્વિષ્ટકાયિક-પરિહારવિશુદ્ધ ચારિત્રમાં, અનુપરિહારિક-વૈયાવચ્ચ કરનાર ભિક્ષુઓની મર્યાદાઓ. (૫) ગચ્છનિર્ગત, વિશિષ્ટ તપસ્વી જીવન જીવનાર જિનકલ્પી સાધુઓની મર્યાદાઓ. (૬) સ્થવિરકલ્પી અર્થાત્ ગચ્છવાસી સાધુઓની મર્યાદાઓ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારની કલ્પસ્થિતિનું કથન છે.
વનાિર્ફ ઃ- ‘કલ્પ’ એટલે સાધુનો આચાર. તેમાં સ્થિર રહેવું, તેને કલ્પસ્થિતિ કહે છે અથવા સાધુ– સાધ્વીઓની સમાચારી(મર્યાદા)ને પણ કલ્પસ્થિતિ કહે છે. તે છ પ્રકારની છે, જેમ કે–
(૧) સામાયિક સંયત કલ્પસ્થિતિ :– સર્વ પાપ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવું, તે સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. તે બે પ્રકારની છે, ૧. ઇત્વરકાલિક– જ્યાં સુધી પાંચ મહાવ્રતોનું આરોપણ ન થયું હોય ત્યાં સુધી ઇન્વરકાલિક સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. ૨. યાવજ્જીવિક— જીવનપર્યંતનું સામાયિક ચારિત્ર, યાવજ્જૈવિક સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. તેમાં ફરી મહાવ્રતનું આરોપણ થતું નથી, તે મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં હોય છે.
(૨) છેદોપસ્થાપનીય–સંયત—કલ્પસ્થિતિ :– વડી દીક્ષા આપવી અથવા ફરીને મહાવ્રતોનું આરોપણ કરવું, તે છેદોપસ્થાપનીય કલ્પસ્થિતિ છે. તેના બે પ્રકાર છે. ૧. નિરતિચાર– ઇત્વર કાલિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરનાર શૈક્ષ સાધુઓને અથવા ભગવાન પાર્શ્વનાથના શિષ્યોને પાંચ મહાવ્રતોનું આરોપણ કરાવવું, તે નિરતિચાર છેદોપસ્થાપનીય સંયત કલ્પસ્થિતિ છે. ૨. સાતિચાર– પાંચ મહાવ્રત સ્વીકાર્યા પછી જે સાધુ અથવા સાધ્વી જાણી જોઈને કોઈ એક મહાવ્રતનો અથવા પાંચે મહાવ્રતોનો ભંગ કરે તો તેની પૂર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાવવું, તે સાતિચાર છેદોપસ્થાનીય સંયત કલ્પસ્થિતિ છે.
(૩) નિર્વિશમાન કલ્પસ્થિતિ ઃ– પરિહાર વિશુદ્ધિ સંયમમાં તપની સાધના કરનાર સાધુઓની સમાચારીને નિર્વિશમાન કલ્પસ્થિતિ કહે છે.