Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૪
૧૮૫
જિનાજ્ઞા છે, પરંતુ કોઈ સાધ્વીના શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અને રસ્તા વગેરે સ્થાનમાં પડી જાય, તે જોઈને તે સાધ્વીને કોઈ પુરુષ પિતા, ભાઈ અથવા પુત્રાદિના ભાવથી ઉઠાડે-બેસાડે અથવા અન્ય સેવા કરે, તે જ રીતે ગ્લાન સાધુને કોઈ સ્ત્રી ઉપાડે ત્યારે તે સાધુ કે સાધ્વી વિજાતીય સ્પર્શની વિકારભાવથી અનુમોદના કરે તો તે સાધુ કે સાધ્વી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
કાલાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત :
११ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असणं वा जाव साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहित्ता पच्छिमं पोरिसिं उवाइणावेत्तए । से य आहच्च उवाइणाविए सिया, तं णो अप्पणा भुंज्जेजा णो अण्णेसिं अणुप्पदेज्जा, एगंते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । तं अप्पणा भुंजमाणे अण्णेसिं वा दलमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
ભાવાર્થ :- સાધુ-સાધ્વીને પ્રથમ પોરસીમાં ગ્રહણ કરેલા અશન યાવત્ મુખવાસ(ચાર પ્રકારનો આહાર) અંતિમ પોરસી સુધી પોતાની પાસે રાખવા કલ્પતા નથી અર્થાત્ પહેલા પ્રહરના આહાર-પાણી ચોથા પ્રહર સુધી રાખવા નહીં. કદાચિત તે આહાર રહી જાય તો તેને સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી, ત્યાં તે આહારને પરઠી દે. જો તે આહારને સ્વયં વાપરે અથવા અન્યને આપે તો તે ઉદ્ઘાતિક(લઘુચૌમાસી) ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે ગોચરી સંબંધિત કાલાતિક્રાંત દોષ અને તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. કાલાતિક્રાંત દોષ– કાલ મર્યાદાનું ઉલ્લંઘન કરવું. સાધુ-સાધ્વી પ્રથમ પ્રહરમાં લાવેલો ચારે પ્રકારનો આહાર ત્રીજા પ્રહર સુધી જ વાપરી શકે છે. જો આ મર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ પ્રથમ પ્રહરના આહારપાણી ચોથા પ્રહરમાં વાપરે અથવા અન્યને આપે, તો તે સાધુ કાલાતિક્રાંત દોષનું સેવન કરે છે અને તેથી તે ઉદ્ઘાતિક-લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ક્યારેક ભૂલથી, પ્રમાદથી પ્રથમ પ્રહરના આહારાદિ ચોથા પ્રહર સુધી રહી જાય, તો સાધુ-સાધ્વી તે આહારને સ્વયં વાપરે નહીં, બીજાને આપે નહીં પરંતુ અચેત નિર્દોષ ડિલભૂમિનું પ્રતિલેખન કરીને તેમાં તે આહારને પરઠી દે.
ગ્રહણ કરેલા આહાર-પાણી માટે કાલમર્યાદા ન હોય, તો સાધુ-સાધ્વીમાં સંગ્રહવૃત્તિ અને આસક્તિભાવ વધે છે. તેમજ ખાદ્ય પદાર્થો ક્યારેક વિકૃત થઈ જાય, તો તેનાથી અનેક રોગોત્પત્તિની સંભાવના રહે છે, આ રીતે અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ-સાધ્વીએ શાસ્ત્રોક્ત કાલ મર્યાદાનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.
ક્ષેત્રાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત ઃ
१२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असणं वा जाव साइमं वा परं